Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 89
________________ ત્યારે માતૃભક્તયુવક બોલી ઉઠ્યો “ખ બંદ કી ફેરી, મામેરીકે તેરી” અને ડુપ્લીકેટ ડાકણ ભાગી ગઈ. માણિભદ્ર, પદ્માવતી વગેરે દેવ-દેવીઓ કાંઈ નવરા નથી કે જ્યાં ત્યાં જે તે વ્યક્તિમાં આવવા માંડે! જો સાચા હોય તો તીર્થોની રક્ષામાં કે શાસનની રક્ષામાં કેમ નથી મોકલતા! ત્યાં ખાસ જરૂરત છે. માટે ભોળવાઈ જવું નહિ, સાવધ રહેવું. દેવોના પ્રસંગો શાસ્ત્રોમાં બન્યા જ છે. માટે દેવશક્તિ નથી એમ પણ નથી કહેવું ૧) પ્રભુ મહાવીરને ઉપસર્ગ કરવા આમલકી ક્રીડા વખતે દેવ, શુલપાણી યક્ષ, એક રાતમાં ૨૦ ઘોર ઉપસર્ગો કરતો સંગમ આદિ દેવો જ હતા. ૨) ભગવાન પાર્શ્વનાથ ઉપર ભયંકર ઉપસર્ગ કરી વરસાદ વરસાવી નાક સુધી પાણી લાવનાર મેઘમાળી દેવ હતો. ૩) દંડકરાજાના રાજ્યને બાળી નાંખનાર બંધક ઋષિનો જીવ દેવ હતો. ૪) દ્વારિકા નગરીનો દાહ કરનારદ્વૈપાયન ઋષિનો જીવ દેવ હતો. | નવરાત્રી આદિ પ્રસંગોમાં રાત્રે સ્ત્રીઓએ બહાર ફરવા નહિ જવું જોઈએ, તંત્ર શાસ્ત્રની દ્રષ્ટિએ એવા દિવસોમાં હલકા દેવોના ઉપદ્રવો વધુ સંભવે છે. માત્રુ, ઠલે જતાં “અણુજાણહ જસ્સગ્ગહો.... વોસિરે” -ત્રણવાર કહેવાની પરંપરા સુંદર છે. આ બોલવાથી ક્ષેત્રના અધિષ્ઠિત દેવતાઓ ગુસ્સે થતા નથી. જુના માણસો ખોખારો ખાતા, એમનો ઉદ્દેશ્ય પણ આજ હોવો જોઈએ. નવકાર જેનાં હૈયામાં હોય એને કોઈ હલકા દેવો હેરાન કરી શકે નહિ. “ગમો જિણાણે જિઅભયાણ” આ જાપથી પણ તમામ ભયો દૂર થાય છે. પ્રાસંગિક ચર્ચા » શાસન રક્ષા માટે કમર કસો... જૈન ધર્મવમ્બિયોના હદયને આઘાત પહોંચે તેવી કેટલીક વાતો પ્રકાશમાં આવી છે. જેથી જૈન સમાજ ઘણો જ ક્ષુબ્ધ, દુઃખિત અને વ્યથિત થયો છે. સરકારને આનું તરત ગુડનાઈટ . ૮૬ Jain Education International Fuf Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98