Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 85
________________ છતાં આનુષંગિક ફળોમાં. સવારઅને સાંજ બંને સમય ઊભા ઊભા પ્રતિક્રમણ કરનારને આસન અને વ્યાયામની આવશ્યકતા ન રહે. વિધાનઃ ઉકાળેલું પાણી પચવામાં એકદમ હલકું, નિરોગી અને વારંવાર થતી જીવ હિંસાના પાપથી બચાવે. વિજ્ઞાન કાચું પાણી ત્રણ ચાર ક્લાકે માંડ પચે, ગરમ કરી ઠંડુ એક ક્લાકે પચે, ગરમ પાણી અડધા ક્લાકમાં પચી જાય. વિધાનઃ પાણીમાં અસંખ્યાત જીવો છે. વિજ્ઞાનઃ ફ્રાન્સના સર એંડ નામના વૈજ્ઞાનિકે સાબિત કર્યું છે કે ૨૯ગ્રામ (૨.૫ તોલા) પાણીમાં ત્રણ અરબ માણસો સેકન્ડના પાંચની ઝડપથી દિવસ રાત ગણે તો ચાલીસ લાખ વર્ષલાગે એટલામોલેક્યુલ્સ છે. જૈન ધર્મકહે છે કે એક એક મોલેક્યુલ્સમાં અસંખ્યાતા જીવ છે. કેપ્ટન સ્કોર્સે તો પાણીમાં રહેલા હાલતાં ચાલતાં ત્રસ જીવોની ગણતરી બતાવી છે. જૈન દર્શન કહે છે પાણી પોતે પણ જીવ છે. ખ્રિસ્તી ધર્મ માનવદયાની વાતો કરે છે. વૈદિક ધર્મ પશુ-પંખીનાં દયાની વાતો કરે છે. જૈન ધર્મપૃથ્વી, પાણી, વનસ્પતિ આદિને પણ બચાવવાની વાત કરે છે માટે જ જૈન ધર્મને માનનારો શ્રેષ્ઠ પર્યાવરણ રક્ષક કહી શકાય છે.) વિધાનઃ વનસ્પતિમાં જીવ છે, સુખદુ:ખની લાગણી પણ હોય છે. વિજ્ઞાન સર જગદીશચંદ્ર બોઝે કેસ્કોગ્રાફ યંત્ર વડે સાબિત કર્યું કે વનસ્પતિમાં જીવ છે. રશિયાના વૈજ્ઞાનિકે લાઈ ડિટેક્ટર મશીન પર આવતાં ગ્રાફથી સાબિત કર્યું કે ઝાડપાનને આપણા સારા નરસા વિચારોની અસર થાય છે. કુહાડી લઈને નજીક જવાથી ભયની લાગણી થાય છે. પ્રભુ મહાવીરે આવાત રપપ૭વર્ષ પહેલા કહેલી “વણકફઈઆ જીવા” આ પૂર્વે પણ અનંતા તીર્થકરોએ અનંતા કાળથી આજ વાત કરી છે. માટે જ જૈનોમાં પાંચ તિથિ, બાર તિથિ આદિમાં લીલોત્તરી ત્યાગ કરવાનો સુંદર રિવાજ છે. એકેન્દ્રિયમાં જેમ હર્ષ અને શોકની લાગણી થાય છે તેમ વાસનાદિ પણ હોય છે. ગુડનાઈટ... ૮૨ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98