Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 65
________________ કુલવંતી સ્ત્રીઓ મર્યાદાઓ તોડી અંગોપાંગ પ્રદર્શન કરશે. સ્ત્રીના પગની એડી ન દેખાય તેવી વસ્ત્રમર્યાદાભારતીય સંસ્કૃતિમાં કુલવંતી સ્ત્રીઓ પાળતી હતી. આજની ટુંકીવેશભૂષા, બ્યુટી સ્પર્ધાઓમાં બિકીનીઓમાં સજ્જ થઈ વિશ્વ સામે પરેડ કરતી વિશ્વ સુંદરીઓ લજ્જાને ક્યાં મૂકી દેતી હશે? ૫) સાધુઓ કષાયવંત થશે. તમામ આક્રમણો સામે એક બનીને ઝઝુમવાને બદલે નાની-નાની વાતમાં ‘અમે સાચા, તમે ખોટા’ કહી શાસનની વ્યવસ્થાને છિન્નભિન્ન કરતાં ધર્મગુરુઓ જિનશાસનની કઈ રીતે રક્ષા કરશે? એ લાખ રૂપિયાનો સવાલ છે. ૬) રાજા યમ જેવા થશે ૭) કુટુંબી દાસ સરીખા ગણાશે. વહુઓ સાથે નોકરાણી જેવો વ્યવહાર થશે. ૮) પ્રધાનો લાંચ લેનારા થશે. ૯) પુત્રો સ્વચ્છેદાચારી થશે. ૧૦) શિષ્યો ગુરુની સામે થશે. ૧૧) દુર્જન પુરુષો સુખી થશે. ૧૨) સજ્જન પુરુષો દુ:ખી થશે. ૧૩) દેશ દુર્ભિક્ષાક્રાંત થશે. ૧૪) પૃથ્વી દુષ્ટ સત્વાક્લ થશે. ૧૫) બ્રાહ્મણ અસ્વાધ્યાયી-અર્થલબ્ધ થશે. વિદ્યા વેચાશે. ૧૬) સાધુઓ ગુરુની નિશ્રામાં નહીં રહે. ૧૭) સમકિતી દેવ અને મનુષ્ય અલ્પબલી થશે. ૧૮) મનુષ્યને દેવ-દર્શન નહીં થાય. ૧૯) વિદ્યામંત્ર ઔષધિ આદિનો પ્રભાવ નહિંવત્ રહેશે. ૨૦) ગોરસ રસહીન - કસ્તુરી આદિ વર્ણપ્રભાવ હીન. ૨૧) બલ-ધન આયુ હીન. ગુડનાઈટ. ૬૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98