Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 72
________________ પરમાત્મધ્યાન, આત્મધ્યાનવડે એને ઊર્ધ્વગામી બનાવી ઓજસમાં એનું રૂપાંતરણ કરી શકાય. અઢી તોલા એ અમૂલ્ય જીવનશક્તિનો નાશ વાસનાત્મક વિચાર ધારાઓથી થાય છે. ૬) વાસનાત્મક દુર્વિચારો ને નાબુદ કરવા વિજયશેઠ-વિજયાશેઠાણીના અદ્ભુત બ્રહ્મચર્યને યાદ કરો. ભગવાન નેમિનાથ અને સ્યુલિભદ્રસ્વામીના બ્રહ્મચર્યને યાદ કરો. તથા વાસના અને વિકારોના વિજય માટે મંત્ર. “શ્રી પ્રેમસૂરિ સદ્ગુરુભ્યો નમઃ” ઉૐ હ્રીં નમો ઘોર બંભયારિણે ઝીં ઝીં સ્વાહા” ૭) અનિચ્છાએ પણ ચક્રવર્તીનો ઘોડો બ્રહ્મચર્યનું પાલન કરે છે તો દેવલોકમાં જાય છે. ૮) ઇંદ્ર બ્રહ્મચારીઓને વંદન કરી સિંહાસન ઉપર બેસે છે. આજ દિવસ સુધી વાસના-વિકારોને પરવશ થઈ જે કોઇ આંખના કેકાયાના પાપો કર્યા હોય, ગુરુચરણે પ્રાયશ્ચિત્ત લઇ શુદ્ધ બની જાઓ અને પ્રભુ પાસે આંખ અને કાયાની પવિત્રતા માટે અન્તર્મનથી પ્રાર્થના કરો.. શુદ્ધિ તમારા હાથમાં છે, સિદ્ધિ તમારા હાથવેંત છે. (૩૨) દેરાસરમાં મૂકવા જેવી નિયમાવલી ૧) દેરાસરનું રોજ સવારે ૬-૦૦ વાગ્યે દ્વાર ખોલવું જોઈએ. કોઈ કારણ વિશેષ હોય તો સવારે પ-00 વાગ્યે દ્વાર ખોલવું. ૨) દેરાસર સૂર્યોદય પછી ખોલવું જોઈએ. માંગલિક કરવાનો સમય બપોરે એક વાગ્યે રાખવો જોઈએ. જેથી મધ્યાહ્ન પૂજાનો લાભ મળી શકે. અગર વહેલું માંગલિક કરવામાં આવે ને કોઈની પૂજા બાકી રહી જાય તો? ૩) સવારે સૂર્યોદય પછી જ ભગવાનનો પક્ષાલ કરવો જોઈએ. દેરાસરમાં બોલાતા કોઈપણ ચઢાવા કોઈની રાહ કે પ્રતિક્ષા જોઈને રજા અપાય નહીં. ૪) પ્રભુના પક્ષાલ માટે કોઈ ભાઈ કે કોઈ બહેન બાકી છે તેમ કરીને ભગવાનનો ગુડનાઈટ ૬૯ Jain Education International For Personal & Private Use Only WWW.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98