Book Title: Good Night
Author(s): Rashmiratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 84
________________ સમૂહને અસ્તિકાય કહેવાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, લોકાકાશ અને જીવમાં અસંખ્યાત પ્રદેશ છે. અલોકાકાશમાં અનંત પ્રદેશ છે. પ્રદેશ એટલે અવિભાજ્ય નાનામાં નાનો અંશ. એ જ અંશ જ્યારે છૂટો પડે ત્યારે પરમાણુ કહેવાય. પુલાસ્તિકાય સિવાયના ચાર દ્રવ્યોના ત્રણ ભેદ છે. સ્કંધ, દેશ અને પ્રદેશ પુલાસ્તિકાયના ચાર ભેદ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણું. કાળઃ નવાને જુનું કરે તે કાળા જૈન દર્શનનું કાળ ગણિત ખૂબ જ સૂક્ષ્મ છે. વિજ્ઞાન એક સેકન્ડ સુધી પહોંચ્યું હતું-હવે કહે છે એક સેકન્ડના પણ દસ હજાર ભાગ કરી શકાય છે. જૈનદર્શન કહે છે કે આંખના પલકારામાં અસંખ્યાત સમય હોય છે. સશક્ત યુવાનના એક શ્વાસમાં નિગોદના ૧૭.૫ ભવ થાય છે. ૧ યુલક ભવ=૨૫૬ આવલિકા. ૪૮ મિનિટમાં ૩,૭૭૩ શ્વાસોચ્છવાસ પ્રમાણે ૬૫,૫૩૬ ક્ષુલ્લક ભવ થાય છે. નવતત્ત્વઃ જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ. અભવી જીવ મોક્ષ સિવાયનાં તમામ તત્ત્વો માને છે. સમકિતના ષ સ્થાનઃ (૧) આત્મા છે. (૨) આત્મા નિત્ય છે. (૩) આત્મા કર્મોનો કર્તા છે. (૪) આત્મા કર્મોનો ભોક્તા છે. (૫) મોક્ષ છે. (૬) મોક્ષનો ઉપાય છે. મોક્ષમાં જવાનો ઉપાય દર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધના છે. સર્જના ज्ञान चारित्राणि मोक्षमार्गः ! (૩૭) જૈન ધર્મના વૈજ્ઞાનિક સત્યો જૈન ધર્મ જેવું વિજ્ઞાન ક્યાંય નથી. ઈસાક એસિમોવનું કથન: “વિજ્ઞાનમાં ધર્મનહોય તો તે આંધળું છે અને ધર્મમાં વિજ્ઞાન ન હોય તો તે પાંગળું છે. ધર્મ અને વિજ્ઞાન પરસ્પર પૂરક છે.” જિનશાસનની તમામ ક્રિયાઓનું મુખ્ય ફળ કર્મક્ષય કરાવી મોક્ષ આપવાનું જ છે. ગુડનાઈટ.૮૧ For Personal & Private Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98