Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 12
________________ અને તેને પીડા આપે છે. કુદરતના નિયમ વિરૂધ્ધ એનું હિંસાભર્યું દમન કરે છે. તેઓ પોતાના હૃદયને પ્રેમપૂરિત કરવાને બદલે રૂદનથી ભરી દે છે. પોતાની કાયાને રાત-દિવસ પીવડ્યા કરે છે. પરમેશ્વરને પ્રાર્થના કર્યા કરે છે “હે ભગવાન મને આ શરીરથી મુક્ત કરી દે ! એવું જ અહર્નિશ ચિંતન કર્યા કરે છે. પરંતુ સાચી વાત તો એ છે કે શરીર દોષમુક્ત છે જ નહીં.' શરીર પંચમહાભૂતોનું બનેલું છે. એ આત્માનું નિવાસસ્થાન છે. સુખદુ:ખની ભોગભૂમિ છે. શરીર આત્માનું સેવક છે. એ આપણું પણ આજ્ઞાપાલક છે. એને જ્યાં લઇ જાઓ ત્યાં જવા તે તૈયાર રહે છે. તમે એને નરકગામી બનાવશો તો તમારા આદેશથી તે નારકીય પણ બનશે. તમે એને સ્વર્ગમાં લઇ જશો તો એ રાજીખુશીથી સ્વર્ગમાં પણ જશે. એને હાથી, ઘોડા પર બેસાડો તો ય રાજી. ખી-પૂરી કે મીઠાઇ. ખવડાવો. તો ય રાજી. એટલું જ નહીં, લૂખું સુકું જમાડો તો ય એ રાજી. એ તો દરેક પરિસ્થિતિમાં રાજી રહે છે. નવરત્નોથી એને સજાવો તો પણ વાહ વાહ ! ફાટ્યાં તૂટ્યાં કપડાં કે માત્ર લંગોટીથી ઢાંકો તો ય એને તો એટલો જ સંતોષ ! દુનિયામાં શરીર જેવો કોઇ સેવક-કોઇ દાસ, કાઇ મિત્ર નથી. એક સેવાભાવી મનુષ્ય પોતાના ગુરુ પાસે રહેતો હતો. એ ગુરુભક્ત સેવકને કોઇકે પૂછયું : “કહો કેમ છો ? તમારી નવા જૂની સંભળાવો. ગુરુના આશ્રમમાં તમને કેવુંક ાવે છે ? શિયાળા-ઉનાળામાં ત્યાં કેવુંક લાગે છે ?' સેવકે કહ્યું ‘ભાઇ ! મને તો નથી ઉનાળાની ગરમીની ખબર કે નથી શિયાળાની ઠંડીનો ખ્યાલ ! હું તો એક સેવક છું ક્ત સેવા કરવામાં જ સમજું છું. મારી ઠંડી ગરમી કે મારા સુખ દુઃખ વિશે તો મારા ગુરુ જાણે. વાહ ! કેવી અદ્ભુત વાત ! તેણે ગુરુદેવની સેવામાં પોતાની જાતને સંપૂર્ણપણે અર્પણ કરી દીધી હતી. કાંઇ બાકી રાખ્યું ન હતું. પ્રેમ એવો જ હોવો જોઇએ. તમારો પ્રેમ સર્વત્ર દોષરહિત-ભેદરહિત-કલેશરહિત- અભિલાષારહિત રાખો. એવું કરવાથી જ પ્રેમ તમને પરમાત્મા સુધી પહોંચાડશે. અરે ! તમને પરમાત્મા જ બનાવી દેશે. આત્મા પોતે નિર્ગુણ, નિરાકાર અને અરૂપી છે એવું શાસ્ત્રકારોના કહેવાથી અને તેમણે આપેલા પ્રમાણોથી આપણે જાણીએ છીએ; અને એ અરૂપી આત્માને કાર્ય કરવા માટે આવિષ્કૃત થવું પડે છે, તે માટે કોઇ ને કોઇ દેહ અથવા વાહનનો આશરો લેવો પડે છે. આ માન્યતા બધા જ આર્યધર્મોની તો છે જ. પણ સાથે સાથે અનાર્ય કહેવાતા ધર્મો પણ તેવી જ માન્યતા, અન્યરૂપમાં ભલ હોય પણ માને તો છે જ. આ શરીરનો નાશ થતાં આત્માનો પણ નાશ થયો એવું નાસ્તિકો સિવાય કોઇ કહી શકતા નથી. કોઇ બ્રહ્મ અને માયા કહે કે રૂહ અને શરીરના નામથી ઓળખે અને Soul કહીને કોઇ બતાવે તેથી વસ્તુસ્થિતિમાં કાંઇ ફ્ર પડતો નથી. આત્મા એ અવિનાશી છે અને શરીર એ નાશવંત છે એ માન્યતામાં બધાઓ એક ભૂમિકા ઉપર આવી ઊભા રહે છે. ત્યારે નિગોદથી લગાડી એકથી પાંચ ઇંદ્રિયો દ્વારા પોતાની ઉન્નતિ અથવા વિકાસ સાધવા માટે આત્મા પ્રયત્નશીલ હોય છે. પોતાના વિકાસના વાહનો જેવા જેવા વધુ કાર્યક્ષમ હોય તેમ તેમ ઉન્નતિ સારી રીતે અને શીઘ્રતાથી થવાનો સંભવ વધુ હોય એ દેખીતું છે. માર્ગ ભૂલેલો પ્રવાસી ગમે તેવી રીતે અને ગમે તેમ અથડાતો દ્ગાતો એકેક ડગ ભર્યા કરે અને ધ્યેયવિહીન આગળ આવતી અડચણ દૂર કરતો ગમે તેમ પ્રવાસ કરે ત્યારે એવો એ પ્રવાસી ફ્રી પૂર્વ સ્થળે આવે, અગર માર્ગ જ ના જણાય એવા પહાડની સામે આવી ઊભો રહે, અથવા સમુદ્રના કિનારે આવી ઉભો રહે, આગળ ઉંડો ખાડો આવી ઉભો રહે અગર અનેક જાતના સંકટો પાસે આવી ગભરાય જાય. અકસ્માત કોઇ માર્ગ બતાવનારો. મળી જાય ત્યારે એની ચાલવાની શક્તિ જ ખુટી ગએલી હોય. Page 12 of 161

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 161