________________
અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અનંતાનુબંધિ સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. અપ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. પ્રત્યાખ્યાનીય સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ.
સંજ્વલન અનંતાનુબંધિ ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન અપ્રત્યાખ્યાનીય ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન પ્રત્યાખ્યાની ક્રોધ - માન - માયા - લોભ. સંજ્વલન સંજ્વલન ક્રોધ - માન - માયા - લોભ.
અનંતાનુબંધી-અનંતાનુબંધી ક્યાયનું વર્ણન :
આ કષાયના ઉદયમાં રહેલા જીવોની મનોદશા રૌદ્રધ્યાન વાળી હોય છે. કે જેના પ્રતાપે પાપને પાપ માનવા તૈયાર થતો નથી. પરલોકને માનતો નથી. પોતાને પુણ્યથી જે અનુકૂળ સામગ્રી મળેલી છે. તે કેમ વધારવી, કેમ ભોગવવી, અને ન ચાલી જાય તેની કાળજી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે કુટુંબને સુખી રાખવા માટે ગમે તેવા પાપ કરવા પડે તો તેને પાપ માનતો નથી. તીવ્ર ભાવે પાપ કરતો જાય છે અને અધિક પાપો કરવાની વિચારણામાં રહ્યા કરે છે. ધર્મ જેવી ચીજ જગતમાં છે જ નહિ જે કાંઇ દેખાય છે એતો જીવોને ભરમાવીને તેને મળેલ સુખોને છોડાવવા માટેની વાતો છે. આથી ધર્મનો દ્વેષી હોય છે. પોતે ધર્મ કરે નહિ અને જો કોઇને ધર્મ કરતાં જુએ તો તેને ખમાય નહિ. ધર્મથી કેમ પાડીને મારા જેવા બનાવું. એવી જ વિચારસરણી મગજમાં ચાલતી હોય છે. આ કારણોથી મંદિરમાં-ઉપાશ્રયમાં કોઇને જતાં જુએ તો વિચારે કે કોઇ કામ ધંધો લાગતો નથી. નવરા લાગે છે, માટે ત્યાં જાય છે. આવા વિચારોથી માત્ર આલોકમાં જે મળે તેમાં ખાવું-પીવું મોજ મજા કરવી, પરલોક છે જ નહિ. લગભગ નાસ્તિકની કોટીમાં તેની વિચારસરણી જઇ શકે. આથી મોટેભાગે દુર્જન માણસોની સોબત કરે-તેના જેવી પ્રવૃત્તિ કરે-તેવા વચનો બોલે, આથી કૃષ્ણ લેશ્યાના વિચારો સદા માટે રહ્યા કરે. આવા જીવો પરાભવના આયુષ્યનો બંધ કરે તો નિયમા નરત્નું આયુષ્ય બાંધે છે. આ જીવો સામાન્ય રીતે અધમાધમ કોટીમાં આવે કે જેના પ્રતાપે પોતાથી અધિક સુખીને જોઇ શકે નહિ. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય ક્યાય :
આ કષાયના ઉદયવાળા જીવો આ લોકના સુખની આસક્તિવાળા હોય છે. તેને માટે પાપ કરવાનો વખત આવે તો કોઇ ન જુએ એવી રીતે કરવાની વૃત્તિવાળા હોય છે. પોતાને ધર્મની આચરણા કરવાનું મન ન થાય પણ જે કોઇ કરે તેને વિધ્ન ન કરે. ધર્મ કરવામાં સહાયભૂત થાય પણ સાથે પોતાની એટલી
Page 30 of 161