________________
વિદિશાઓમાં તેના પડછંદાઓ વિસ્તરી જવાથી અનેક લાખ યોજનના પ્રમાણવાળું તે વિમાન બહેરું થઇ ગયું.” આ પ્રમાણે હોવાથી આત્માંગુળવડે ઇંદ્રિયોના વિષયોનું દૂરપણું માપવાનું કહ્યું છે તે બરાબર છે એમ સિદ્ધ થાય છે.
હવે નેત્રના વિષય પરત્વે સવિશેષ હકીકત કહે છે-પુષ્કરવર દ્વીપવાસી મનુષ્યો પૂર્વે અને પશ્ચિમે ૨૧૩૪પ૩૭ યોજન દૂરથી સૂર્યને જોઇ શકે છે. આ પ્રમાણે ત્યાં રહેનારા મનુષ્યાદિકના નેત્રનો વિષય કહેલો છે. ને અહીં તો સાધિક લાખ યોજન દૂરનું જ ઉત્કૃષ્ટ જોઇ શકે એમ કહેવામાં આવે છે તો તેમાં વિસંવાદ કેમ ન આવે ? તેનો ખુલાસો એ છે કે- “નેત્રનો વિષય લાખ યોજનનો જે કહેલો છે તે અભાસ્કર એવી પર્વતાદિ વસ્તુઓની અપેક્ષાએ જાણવો. ભાસ્કર એવા સૂર્યાદિની અપેક્ષાએ તેનાથી અધિક પણ હોય છે.”
આ બધી ઇંદ્રીઓ અનંત પરમાણુઓની બનેલી છે, અને દરેક અસંખ્ય આકાશપ્રદશાવગાહવાળી છે; તેમાં સર્વથી ઓછા અવગાહવાળી ચક્ષુઇંદ્રિ છે, તેનાથી સંખ્યાતગુણા અવગાહવાળી શ્રોગેંદ્રી છે, તેથી સંખ્યાતગુણા અવગાહવાળી ધ્રાણંદ્રી છે, તેનાથી અસંખ્યાત ગુણા અવગાહવાળી જીન્હા છે; અને જીવ્હાથી. સંખ્યાત ગુણા અવગાહવાળી સ્પર્શેદ્રી છે. એટલે એ પ્રમાણે વધારે વધારે આકાશપ્રદેશોને તેણે રોકેલા છે. સર્વથી સ્ટોક પ્રદેશવાળા નેત્ર છે, તેનાથી સંખ્યગુણાધિક શ્રોત્ર છે, તેનાથી અસંખ્ય ગુણાધિક ધ્રાણ છે, તેથી અસંખ્ય ગુણાધિક જીહા છે અને તેથી અસંખ્ય ગુણાધિક પ્રદેશવાળી સ્પર્શેદ્રી છે. આ પ્રમાણે તેના અવગાહને પ્રદેશોનું અNબહુત્વ જાણવું.
શ્રોત્ર બે, નેત્ર બ, નાસિકા બે, જીહા એક ને સ્પર્શન એક-એમ દ્રલેંદ્રી આઠ છે ને ભાવેંદ્રી પાંચજ છે. સર્વ જીવોને સર્વ જાતિપણે અતીતકાળ સંબંધી દ્રવ્ય ને ભાવઇંદ્રીઓ અનંતી હોય છે. તેમાં અનાદિનિગોદને તો રવજાતિપણે પણ અતીત ઇંદ્રીઓ અનંતી હોય છે અને જે જીવને નિગોદમાંથી નીકળ્યા. અનંતો કાળ થયેલો હોય છે; તેને સર્વ જાતિપણે અતી ઇંદ્રિઓ અનંતી હોય છે. અનાગતકાળ સંબંધી વિચાર કરતાં તદ્ભવે મોક્ષગામી જીવોને અનાગત ઇંદ્રીઓ હોતી જ નથી અને કેટલાક જીવોને પાંચ, છ, સાત, સંખ્યાતી અસંખ્યાતી અને અનંતી હોય છે. આ અનાગત ઇંદ્રીઓ સંબંધી વિચાર શ્રી લોકપ્રકાશાદિ ગ્રંથોથી જાણવા યોગ્ય છે. અત્ર તે અપ્રસ્તુત હોવાથી કહેલ નથી.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોને મૃત્યાદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે. તે નોઇંદ્રિય કહેવાય છે, તેના પણ દ્રવ્ય ને ભાવ એમ બે ભેદ છે. મનપર્યાતિનામ કર્મના ઉદયથી મનને યોગ્ય એવી પુગળ વર્ગણાઓને ગ્રહણ કરીને મનપણે પરિણમાવવામાં આવે છે, તે દ્રવ્યમન કહેવાય છે; અને મનોદ્રવ્યના અવલંબનથી મનની જે પરિણતિ થાય છે, તે ભાવમન કહેવાય છે. એમાં દ્રવ્યચિત્ત વિના ભાવચિત્ત ન હોય એમ સમજવું. જુઓ અસંજ્ઞી જીવોને મનપર્યાપ્તિ ન હોવાથી દ્રવ્યમન નથી એટલે તેને ભાવમન પણ નથી. ભાવમન વિના દ્રવ્યમાન હોય છે. કેમકે જિનેશ્વરને કેવળજ્ઞાન પામ્યા પછી ભવસ્થ હોય ત્યાં સુધી ભાવમન હોતું નથી, પણ દ્રવ્યમન હોય છે. સિદ્ધાવસ્થામાં તે બંને નથી.
સર્વથી થોડા જીવો મનવાળા, તેથી અસંખ્યગુણા શ્રોત્રવાળા, તે કરતાં ચક્ષ, ધ્રાણ ને રસનાવાળા અધિક અધિક, તેનાથી અનિંદ્રિય જીવો (સિધ્ધો) અનંતગુણા અને તેનાથી સ્પર્શનેન્દ્રિયવાળા અનંતગુણા જાણવા.
સુશ્રુત વિગેરેમાં ચક્ષુ, શ્રોત્ર,ધ્રાણ, રસના, વ, મન, વાચા, પાણિ (હાથ), પગ, ગુદા ને ઉપસ્થ એમ અગ્યાર ઇંદ્રીઓ કહેલી છે, ને નામમાળામાં સ્પર્શનાદિકને બુદ્વીંદ્રિયો અને હાથ પગ વિગેરેને ક્રિકેંદ્રિયો કહેલી છે.
Page 73 of 161