________________
જે કારણથી તે વેશ્યાઓ કષાય સાથે અન્યોઅન્યવૃત્તિવાળી (પરસ્પર સંબંધવાળી) રહેલી છે માટે તે લેશ્યાઓ કષાયવાળા જીવોને કષાય ઉદ્દીપન્ન કરવામાં જોડાય છે. (એમ કેટલાએક આચાર્યો માને છે.) જો લેશ્યાઓ કર્મનો નિચંદ છે તો તે કયા કર્મોનો નિશ્ચંદ છે ? જો કહો કે ઘાતિકર્મનો નિત્યંદ તે લેશ્યાઓ. છે તો યોગિ કેવલિને તે વેશ્યા ન હોઇ શકે ! જો કહો કે ભવોપગ્રાહિ કર્મોનો નિશ્ચંદ તે લેગ્યા છે, તો અયોગિકેવલિને તે લેશ્યા કેમ ન હોય ? જે કારણ માટે ચોથું જે શુક્લધ્યાન છે તે તો લેશ્યા રહિત કહ્યું છે. જો કે વેશ્યાઓ કષાયને પુષ્ટિ કરનારી છે, પરન્તુ (વાસ્તવિક રીતે તો) અનુભાગબંધનું જ કારણ છે, તેથીજ કહ્યું છે કે “કર્મોની સ્થિતિ તથા અનુભાગ કષાયથી હોય છે, અને પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધા યોગથી હોય છે. લેશ્યાઓને કર્મના સહચારી કારણરૂપ અનુભાગ ગુણના હેતુરૂપ કહી છે, એ પ્રમાણે લેશ્યાઓ સંબંધિ સર્વ પ્રકારનું વિજ્ઞાન (સિદ્ધાન્તોમાં) કહ્યું છે. અતિ વિશદ્ધ અને અતિ પ્રશસ્ત લેશ્યા શુભધ્યાનને શોભાવનારી (ઉત્પન્ન કરનારી) કહી છે, અને અવિશુદ્ધ તથા અપ્રશસ્ત લેશ્યા દુર્ગાનને ઉત્પન્ન કરવાના સ્વભાવ વાળી છે. વળી કર્મનો નિત્યંદ હોવાથી અનુભાગના કારણરૂપ લેશ્યા ભાવ લેશ્યા ગણાય છે, અને યોગોની કારણ પ્રવૃત્તિમાં નિમિત્તવાળી વેશ્યા તે દ્રવ્ય લેશ્યા છે. એ પ્રમાણે એ વેશ્યાઓનું સ્વરૂપ કહ્યું.
(૧ જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ એ કે ભેદ પુન: એ ત્રણેના દરેકના જ.મ. ઉ. ભેદ ગણતાં ૯ ભેદ પુન: તેના પણ દરેકના જ. મ. ઉ. ભેદ ગણતાં ૨૭ એ રીતે ત્રણ ગુણી ત્રણ ગુણી પરિપાટીએ ૮૧-૨૪૩-૭૨૯ ઇત્યાદિ રીતે ઘણા પ્રકારના ભેદ જાણવા. યાવત અસંખ્ય ભેદ જાણવા.)
કૃષ્ણલેશ્યા :- જગતમાં જેમ ગ્રહણ કરવા લાયક પુદગલોની વર્ગણાઓ અનંતી અનંતી રહેલી છે તેમ આ કૃષ્ણ લેશ્યાના પુદગલોની પણ અનંતી અવંતી વર્ગણાઓ રહેલી છે. આત્મા જે પુદગલો વડે લેપાય તે વેશ્યા કહેવાય છે. આ પુદ્ગલો જુદા જુદા વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ આદિના કારણે છ પ્રકારનાં હોય છે.
તેમાં અત્યંત ખરાબ વર્ણાદિવાળા જે પુદ્ગલો આત્માની સાથે એકમેક થાય ત્યારે તે પુદ્ગલો કૃષ્ણા લેશ્યાવાળા કહેવાય છે. (એટલે ગણાય છે.)
આ પુદગલો આત્માની સાથે એકમેક થતાં વિચારોને પરિવર્તન કરી નાખે છે. માટે તે પુદગલોની અસરથી વિચારો જીવના કેવા પ્રકારના થાય છે તે જણાવે છે. ખર = કર્કશ પરિણામ બને. કોઇપણ વિચારોમાં સ્થિરતા ન આવે અને સારા વિચારોને નષ્ટ કરે ઝઘડા એટલે કજીયો કરવાવાળા વિચારો થાય.
પરૂષ એટલે કઠોર વિચારો બને. અતિ ચંડ –અત્યંત ક્રોધી સ્વભાવવાળા વિચારો.
દુર્મુખ = સારા વિચારોથી રહિત માઠા મુખવાળો એટલે અતિશય વેર બુદ્ધિને ધારણ કરવાના સ્વભાવ વાળો અંતરમાં કરૂણા એટલે દયા વિનાનો. અત્યંત અભિમાની બીજાની હત્યા કરનારો, બીજાના વિચારોને તોડી નાખનારો તેમજ આચારથી ભ્રષ્ટ થયેલો હોય છે.
આમાંના કોઇ લક્ષણના વિચારો અંતરમાં ચાલતા હોય તો સમજવું કે કૃષ્ણ લેશ્યાના વિચારો ચાલે છે. આ કુષ્ણ લેશ્યાના અસંખ્યાતા ભેદો થાય છે. જઘન્ય પરિણામવાળી કુષ્ણ લેશ્યા - મધ્યમ પરિણામવાળી કૃષ્ણ લેશ્યા અને ઉત્કૃષ્ટ પરિણામવાળી કૃષ્ણ લેશ્યા એમ ત્રણ ભેદો પડે છે. જઘન્ય પરિણામવાળી કૃષ્ણ લેશ્યા છઠ્ઠા ગુણસ્થાનક સુધી હોય છે. જ્યારે જીવો સમકીત ગુણની પ્રાપ્તિ કરતાં હોય છે ત્યારે શુભલેશ્યા. જ હોય છે. પણ સમકીત આદિ ગુણપ્રાપ્તિ પછી અશુભ લેશ્યાના પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. માટે છઠ્ઠા ગુણસ્થાનક સુધી કહેલી છે.
Page 62 of 161