________________
કરી શકીએ.' આ માણસ કૃષ્ણ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આ પ્રકારનો થયો.
એ વખતે, બીજો માણસ બોલી ઉઠ્યો કે- “એમ આવડા મોટા વૃક્ષને નાહક આપણે શું કામ ઉખેડી નાખવું જોઇએ ? ળો તો આ વૃક્ષની મોટી મોટી ડાળીઓમાં છે માટે આપણે આ વૃક્ષને નહિ પાડતાં, આ વૃક્ષની મોટી મોટી ડાળીઓને જ કાપી પાડીએ.” આ માણસ નીલ ગ્લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
તે વખતે, ત્રીજો માણસ કહે છે કે- “આપણે આટલી મોટી મોટી ડાળીઓને તોડી પાડવાનું પણ શું પ્રયોજન છે ? આવી મોટી ડાળીઓ ફ્રી પાછી આ વૃક્ષને ક્યારે થશે ? માટે એમ કરો કે-આપણે આ. વૃક્ષની નાના નાની ડાળીઓને જ તોડી પાડીએ, કારણ કે-ળ તો બધાં નાની નાની ડાળીઓમાં જ છે.” આ માણસ કાપોત લેશ્યાવાળો હતો, આથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
નાની નાની ડાળીઓને તોડી પાડવાની વાતને સાંભળીને, ચોથો કહે છે કે- “આપણે નાની પણ ડાળીઓને તોડી પાડવાનું કામ શું છે ? એક પણ ડાળીને કાપી નાંખ્યા વગર આપણે ળનાં ઝુમખાંઓને જ તોડી પાડીએ. બિચારી ડાળીઓ તો ભલે રહી; પણ જે જે ગુચ્છાઓમાં ફ્લો છે, તે ગુચ્છાઓને જ આપણે તોડી પાડીએ.' આ માણસ તેજો લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
- પાંચમો માણસ તો કહે છે કે- “એમ પણ નહિ; ખાવાથી કામ રાખો, આપણે નિસ્બત માત્ર ળોની. સાથે છે; એ ડાળા, ડાળી કે ઝુમખાંને ધા વિના આપણે આ ઝાડ ઉપરના ફ્લોને જ જમીન ઉપર પાડી નાંખીએ.' આ માણસ પદ્મ લેશ્યાવાળો હતો, માટે તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો. એ છ માણસોમાં, છઠ્ઠો માણસ શુક્લ લેશ્યાવાળો હતો. આ માણસ શુક્લ લેશ્યાવાળો હોવાના કારણે, તેણે પોતાના અભિપ્રાયને વ્યક્ત કરતાં જણાવ્યું કે- “આપણે કામ તો ફળ ખાવાનું છે ને ? તો, આ ઝાડ નીચે ઘણાં ફળો પડેલાં છે. આપણે સૌ નીચે પડેલાં ફળોને જ ખાઇ લઇએ. એટલે ળોને તોડવાનું પાપ પણ લાગે નહિ અને આપણી ભૂખ પણ શમે.”
આવું જ એક દ્રષ્ટાન્ન, છ ચોરોનું આપવામાં આવે છે. કેટલાક ચોરો કોઇ એક ગામને ભાંગવાના ઉદેશથી નીકળ્યા. ચોરોને એ દિવસે જે ગામને ભાંગવાનો વિચાર હતો, એ ગામમાં જઇને શું કરવું? –એ વિષે એ ચોરોએ રસ્તામાં વાતચીત કરવા માંડી.
એક ચોરે કહ્યું કે- “આજે તો આપણે જે કોઇ માણસ કે પશુ નજરે ચઢે, તે સર્વને હણી જ નાંખવાં.' એ ચોર કૃષ્ણ લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
એ વખતે બીજા ચોરે કહ્યું કે- ‘પશુઓએ આપણો શો અપરાધ કર્યો છે, કે જેથી આપણે પશુઓને હણી નાંખીએ ? આપણે વિરોધ તો માણસોની સાથે છે, માટે આપણે પશુઓને હણવાં નહિ, પણ માત્ર માણસોને જ હણવાં.' એ ચોર નીલ ગ્લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
ત્રીજો ચોર કહે છે કે- “એ વાત પણ બરોબર નથી. સ્ત્રીહત્યા કરવી, એ તો અતિ નિદિત કાર્ય છે. માટે આપણે કોઇ પણ સ્ત્રીની હત્યા તો કરવી જ નહિ. આપણે હત્યા કરવી માત્ર પુરૂષોની જ, કારણ કે-તેઓ ક્રૂર ચિત્તવાળા હોય છે.' એ ચોર કાપોત લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
ચોથો ચોર કહે છે કે- ‘એમ શા માટે બધા જ પુરૂષોને આપણે હણવા જોઇએ ? જે બિચારા હથિયાર વિનાના પુરૂષો છે. તેમને તો આપણે હણવા જ નહિ. આપણે તો હણવા એવા જ પુરૂષોને, કે જે પુરૂષો હથિયારવાળા હોય.' એ ચોર તેજો લેશ્યાવાળો હતો, તેથી તેનો અભિપ્રાય આવા પ્રકારનો થયો.
Page 58 of 161