________________
ઉલ્લેધ અંગુલથી દરેક જગ્યાએ કહેવામાં આવેલ છે. આ અવગાહનાનું મૂલ શરીર રૂપે અને ઉત્તર વક્રીય શરીર રૂપે અહીં વર્ણન કરાશે. જે પ્રમાણે જે જે જીવોની શરીરની ઉંચાઇ પ્રાપ્ત થયેલી હોય તે પ્રમાણે એની જાડાઇ તથા લંબાઇ પણ સમજી લેવી. આ અવગાહના કહેવાનું કારણ એ છે કે જીવો જેમ શરીરથી દંડ પામે છે તેમ તેમના શરીરની ઉંચાઇ આદિથી પણ દંડ પામતા જાય છે. કારણ કે જેમ ઉંચાઇ વધારે હોય તેમ કાળજી પણ વિશેષ રાખવાની હોય છે. કોઇ જગ્યાએ જવાય નહિ, બેસાડાય નહિ, ઉઠાડાય નહિ. એ બેસાડ્યા, ઉઠાડ્યા પછી પણ ચલાય નહિ. તેમાં જીવને પોતાની શક્તિ ફોરવવી હોય, પોતાની શક્તિનો ઉપયોગ કરવો હોય તે ઉપયોગ કરી શકાય નહિ. થોડું ચાલે ને શ્વાસ ચઢી જાય ઇત્યાદિ અનેક તક્લીફોના કારણે પોતાની શક્તિઓનો અને મન, વચન, કાયાના વીર્યનો નાશ થતો જાય છે. એવી જ રીતે ઉંચાઇ સારી હોય પણ એની સાથે લંબાઇ, પહોળાઇ, જાડાઇ બરાબર ન હોય તોય જીવોને તકલીફ પડે છે અને પોતાની શક્તિઓને ફોરવી શકતો નથી. આવા બધા કારણોને લઇને જીવો પોતેને પોતે જ પોતાના શરીરની અવગાહનાથી પીડા પામતો જાય છે. દંડ પામતો જાય છે. આથી દંડકમાં રહેલા જીવોનાં શરીરની અવગાહનાનું વર્ણન જ્ઞાની ભગવંતોએ કરેલું જણાય છે. આમાં કયા કયા જીવો પોતાના શરીરની અવગાહનાથી કેટલા કેટલા દુઃખને અને પીડાને પામે છે અને સંસારમાં પરિભ્રમણ કરતો જાય છે એનું વર્ણન કરાશે.
(૩) સંયણ દ્વાર - સંઘયણ એટલે હાડકાંનો બાંધો. હાડકાની મજબુતાઇ. શરીરને વિષે હાડકાની રચના વિશેષ એ સંઘયણ કહેવાય. નરકના જીવોમાં દેવગતિના જીવોમાં અને એકેન્દ્રિય જીવોમાં સંઘયણ હોતું નથી. આ જીવો સિવાયના ઓદારિક શરીરવાળા જીવોન વિષે સંઘયણ હોય છે. આ સંઘયણના બાંધાથી જીવમાં શક્તિ પેદા થાય છે. આથી શક્તિની અપેક્ષાએ જ્ઞાની ભગવંતોએ નારકીના જીવોને છેવહૂં સંઘયણ કહેલું છે અને દેવતાઓને પહેલું સંઘયણ કહેલું છે. ઓદારીક શરીર વાળા સમુરિછમ સુધીનાં જીવોને હાડકાની રચના છેલ્લા સંઘયણની હોય છે એટલે એ જીવોની શક્તિ પણ છેલ્લા સંઘયણની હોય છે.
સંઘયણો જ હોય છે તેમાં એક એકમાં પણ શક્તિની અપેક્ષાએ તરતમતા ભેદે અસંખ્યાતા ભેદો પડી શકે છે. જે સન્ની જીવો હોય છે તે જીવોને છએ સંઘયણમાંથી કોઇને કોઇ સંઘયણ હોય છે. સાતમી નારકીમાં જવા માટે પહેલું સંઘયણ જોઇએ છે તેમ અનુત્તર વિમાનમાં જવા માટે અને સિદ્ધિ ગતિમાં જવા માટે એટલે સકલ કર્મોથી રહિત થવા માટે પણ પહેલું સંઘયણ જોઇએ છે અર્થાત આનો અર્થ એ થાય છે કે જીવને પહેલા સંઘયણની શક્તિ મલ્યા પછી જો દુરૂપયોગ કરે તો જગતમાં રહેલા છેલ્લામાં છેલ્લા પરાકાષ્ટાના દુઃખને પામે છે અને જો એનો સદુપયોગ કરે તો દુનિયાના છેલ્લામાં છેલ્લા પરાકાષ્ટાના સુખને પણ પામે છે અને એનાથી આગળ વધીને એજ શક્તિથી આત્મા ઉપર રહેલા સકલ કર્મોનો નાશ કરીને સંપૂર્ણ શાશ્વત નિરંજન નિરાકાર ચિદાનંદમયસુખને પામી શકે છે કે જેનાથી સદા માટે સંસારની રખડપટ્ટી બંધ થઇ જાય છે અને સદા માટે સાદિ અનંત કાળ સુધી એ શાશ્વત સુખનો ભોક્તા બની શકે છે. આજે આપણને સંઘયણની જે શક્તિ મળેલી છે એ શક્તિનો ઉપયોગ દુઃખ ઉપાર્જન કરવા માટે કરીએ છીએ કે દુ:ખનો નાશ કરી સુખ ઉપાર્જન કરવા માટે કરીએ છીએ એ રોજ વિચારવું પડશે ! કારણકે અત્યારે હાલ આપણને જે સંઘયણની શક્તિ મળેલી છે એવી જ શક્તિ તેજપાલની પત્ની અનુપમા દેવીને મળેલી હતી એમને પોતાની શક્તિનો એવો ઉપયોગ કર્યો કે જેના પ્રતાપે હાલ મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઇ કેવલજ્ઞાન પામીને અનેક જીવોને પ્રતિબોધ કરતાં કરતાં વિચરી રહેલા છે. કુમારપાલ મહારાજાને પણ આપણા જેટલી જ છેલ્લા સંઘયણની શક્તિ મળેલી. તેઓ પણ એ શક્તિનો ઉપયોગ કરી સમજુ બન્યા અને એવો ઉપયોગ
Page 17 of 161