________________
છે તે આત્માની સાથે એકમેક થતાં આત્માના પરિણામો એટલે અધ્યવસાયો કેવા બનાવે છે, અર્થાત બને છે તે જણાવે છે.
૧. આત્માને દક્ષ એટલે પ્રવીણ બનાવે છે એટલે કે શુભ વિચારો પેદા કરાવી સજ્જન માનવને છાજે તેવી પ્રવૃત્તિવાળા વિચારો કરાવે છે.
૨. દયાના પરિણામો પેદા કરાવે છે. દીન-દુ:ખી-અનાથ-ગરીબ વગેરેને જોઇને દયાના પરિણામ ઉપજાવે છે તથા પોતાનો આત્મા ધર્મના પરિણામવાળો નથી બનતો તેની પણ દયા પેદા કરાવે અને બીજાની પણ યા પેદા કરાવે.
૩. આશ્રવની પ્રવૃત્તિને હેય એટલે છોડવા લાયક ગણાવી શક્તિ મુજબ આશ્રવથી છોડાવી સંવરની પ્રવૃત્તિમાં જોડાવે છે સંસારમાં નિયમ છે કે અનાદિ કાળથી જીવ આશ્રવની પ્રવૃત્તિ કરતો આવેલો છે. તેના સંસ્કાર મજબૂત છે તે આશ્રવની પ્રવૃત્તિથી પોતાનો સંસાર વધે છે માટે સંસાર કપાવવા આશ્રવની પ્રવૃત્તિથી છોડાવે છે પણ જો સાથે-સામે બીજી પ્રવૃત્તિ ન હોય તો જીવ પાછો આશ્રવની પ્રવૃત્તિવાળો બન્યા વગરનો રહેતો નથી માટે સંવરની પ્રવૃત્તિમાં જોડાવે છે કે જેથી આવતાં અશુભ કર્મોનું રોકાણ કરીને શુભ કર્મોનું આવવું બનાવી જીવને આત્મકલ્યાણના માર્ગમાં આગળ વધારવામાં સહાયભૂત થાય.
૪. સરલ સ્વભાવ પેદા કરામાં સહાયભૂત થાય અને સરલ સ્વભાવ પેદા થયેલો હોય તેને ટકાવવામાં પણ સહાયભૂત થાય છે.
૫. દાનરૂચિ - શીલ રૂચી પેદા કરાવી સ્થિરતા અપાવે. ૬. પરિગ્રહ આદિમાં સંતોષ પેદા કરાવે.
૭. વિધા સ્થિરતાપૂર્વક કરાવે એટલે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ ભાવથી જે જ્ઞાન પેદા થાય તેમાં સ્થિર બુદ્ધિ પેદા કરાવી વિધામાં સ્થિરતા લાવનાર બને છે.
૮. ધર્મની રૂચિને પેદા કરાવી તેના જ વિચારોમાં આગળ વધારવામાં અને તેના સંસ્કાર મજબુત કરવામાં સહાયભૂત થાય છે.
૯. પાપના સાધનોનો ત્યાગ કરાવવામાં સહાયભૂત થાય એટલે જેમ બને તેમ સાવધ વ્યાપારના અનાદિ કાળના સંસ્કારોને નાશ કરવા પ્રયત્ન કરાવનારા બને છે.
૧૦. ઉત્તમ ક્ષમા ગુણને ધારણ કરવામાં સહાયભૂત થાય છે એટલે કે અનુકૂળ પદાર્થોના રાગના. કારણે તે આઘાપાછા થતા કે નાશ પામતાં અથવા કોઇએ લઇ જતાં જે ગુસ્સો આવતો હતો ક્રોધ પેદા થતો હતો તેના બદલે તે પદાર્થોનો રાગ ઓછો થતાં ઉત્તમ ક્ષમાગુણને પેદા કરવામાં સહાયભૂત થાય છે.
૧૧. શ્રેષ્ઠ વિવેકન પેદા કરાવવામાં પણ સહાયભૂત થાય છે એટલે કે જેમ જેમ વિવેકબુદ્ધિ આત્મામાં પેદા થતી જાય છે સ્થિર થતી જાય છે તેમ મોહનીય કર્મની મંદતા થતાં અવિવેકી પ્રવૃત્તિથી નિવૃત્તિ પેદા કરવામાં સહાયભૂત થાય છે.
આ તેજો વેશ્યાના પુદ્ગલોની સહાયથી મોટા ભાગે આ જીવો આર્તધ્યાન અને રોદ્ર ધ્યાનનાં પરિણામથી રહિત થતાં જાય છે અને ધર્મ ધ્યાનમાં સંકલ્પ વિકલ્પ રૂપ વિચારોમાં સ્થિરતા આવે છે. આનાથી દેવની ઓળખ-ગુરૂની ઓળખ અને ધર્મની ઓળખ થતાં તેમની ભક્તિના અનુષ્ઠાનોની ક્રિયા કરવામાં રૂચિ પેદા થાય છે અને શક્તિ મુજબ તે ક્રિયાઓનું આચરણ કરતાં કરતાં મનની સ્થિરતા-પ્રસન્નતા અને એકાગ્રતા પેદા થતી જાય છે અને વધતી જાય છે. આથી આવા વિચારોમાં રહેતા. રહેતા જીવો વાસ્તવિક રીતિએ સુખ કેવું હોવું જોઇએ? ઇત્યાદિ વિચારોથી શાશ્વત સુખની ઓળખ
Page 65 of 161