________________
કાળથી સંસારમાં ભટક્તા જીવોને આ દ્રષ્ટિ રહેલી હોય છે એનાજ કારણે જિનેશ્વર ભગવંતો પ્રત્યે જેવી શ્રધ્ધા પેદા થવી જોઇએ એવી શ્રધ્ધા પેદા થતી નથી. એ મિથ્યાદ્રષ્ટિ કહેવાય છે. જગતમાં રહેલા મોટા ભાગના જીવોને આ દ્રષ્ટિ કાયમ રહે છે અને આ દ્રષ્ટિ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવો સમ્યગ્દષ્ટિને પામી શકતા નથી.
(૩) મિશ્રદ્રષ્ટિ - જે દ્રષ્ટિના ઉદય કાળથી એક અંતર્મુહૂર્ત સુધી જિનેશ્વર ભગવંતોએ પ્રરૂપેલા પદાર્થો તત્વો પ્રત્યે રાગપણ હોતો નથી અને દ્વેષ પણ હોતો નથી. જિનેશ્વર ભગવંતોએ કહેલા તત્વો પ્રત્યે સમાન ભાવ રહેલો હોય છે જેમકે નાળીયેર દ્વીપમાં રહેલા મનુષ્યો નાળીયેર ખાઇ ખાઇને મોટા થયેલા અને પોતાની જીંદગી જીવેલા હોય છે. જેઓએ અનાજ જોયેલું જ નથી. એમની પાસે અનાજમાંથી બનાવેલી વાનગીઓ સારામાં સારી રસવતી તૈયાર કરીને મુકવામાં આવે તો પણ તે જીવોને એ રસવતી જુએ તો પણ
જ્યાં સુધી મોઢામાં ન મુકે ત્યાં સુધી એના પ્રત્યે રાગ પણ ન હોય અને દ્વેષ પણ હોતો નથી એની જેમ આ દ્રષ્ટિવાળા જીવોને જિનેશ્વર ભગવંતોએ કહેલા તત્વો પ્રત્યે હેય બુદ્ધિ કે ઉપાદેય બુદ્ધિ કે એથી વિપરીત બુધ્ધિમાંથી કોઇ વિચાર હોતો નથી તે મિશ્રદ્રષ્ટિ કહેવાય છે.
સમ્યદ્રષ્ટિ સમકીતી જીવોને હોય છે. મિથ્યાદ્રષ્ટિ પહેલા ગુણસ્થાનકે હોય છે અને મિશ્રદ્રષ્ટિ ત્રીજા ગુણસ્થાનકમાં રહેલા જીવોને હોય છે. આ ત્રણ પ્રકારની દ્રષ્ટિઓમાંથી કયા કયા જીવોને કેટલી કેટલી દ્રષ્ટિઓ હોય છે એનું વર્ણન કરાશે.
૧૧ દર્શન દ્વાર
દર્શન એટલે નામ-જાતિ-ગુણ-ક્રિયાદિની કલ્પના રહિત જેનાથી જીવોને સામાન્ય બોધ (જ્ઞાન) પેદા થાય તે દર્શન કહેવાય છે. અનાદિ કાલથી જીવોને જ્ઞાન અને દર્શન અંતર્મુહર્ત-અંતર્મુહર્ત ઉપયોગ ચાલુને ચાલુજ હોય છે. એક અંતર્મુહૂર્ત જ્ઞાનનો ઉપયોગ હોય-એક અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ હોય. આ રીતે અવ્યવહાર રાશીથી જીવોને ચાલ્યા કરે છે. જેમ જેમ જીવો નિગોદ કરતાં આગળ વધે અને એકેન્દ્રિયપણામાં આવે તેમ તેમ તે બન્નેનો ઉઘાડ વધતો જાય છે અને જીવો એ દર્શનના અને જ્ઞાનના ઉઘાડથી વિશેષ કર્મબંધ કરતાં જાય છે અને પોતાનો દુઃખમય સંસાર વધારતા જાય છે. એજ દંડ પામ્યા કહેવાય છે. આ દર્શન ચાર પ્રકારે હોય છે.
(૧) ચક્ષુદર્શન, (૨) અચક્ષુદર્શન, (૩) અવધિદર્શન, (૪) કેવલદર્શન.
(૧) ચક્ષુદર્શન :- એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય જીવોને ચક્ષુદર્શન હોતું નથી. આથી એ જીવો જે પુદ્ગલોનો સંહાર કરે છે તે જોઇ શકતા નથી. જોયા વગર એમના ઉપયોગમાં પુદ્ગલો આવ્યા કરે છે. આથી એ જીવોને ચક્ષુદર્શનાવરણીય કર્મના દેશઘાતી રસવાળા એટલે દેશઘાતી અધિક રસવાળા. પ્રદુગલોનો હંમેશા ઉદય હોય છે. આ પ્રકૃતિ દેશઘાતી રસે ઉદયવાળી હોવાથી કોઇ કાળે સર્વઘાતી રસે ઉદયમાં કોઇપણ જીવને હોતી નથી. ચઉરીન્દ્રિય જીવોથી ચક્ષુ દર્શનાવરણીય કર્મનો દેશઘાતી અલ્પ રસ ઉદયમાં આવી શકે છે જ્યારે દેશઘાતી અલ્પ રસ ઉદયમાં જીવને ચાલતો હોય છે ત્યારે ચક્ષનો ક્ષયોપશમ પેદા થાય છે એ આંશિક રૂપે ચક્ષ પેદા થતી હોવાથી પુદ્ગલોને જોવાની શક્તિ સામાન્ય રૂપે પેદા થાય છે. એવીજ રીતે અસન્ની અને સન્ની જીવોને પણ ચક્ષુદર્શનાવરણીય કર્મ દેશઘાતી અલ્પ રસે ઉદયમાં હોય છે પણ ચઉરીન્દ્રિય જીવો કરતાં વિશેષ હોવાથી ચક્ષુથી જગતમાં રહેલા પુદ્ગલોને જોઇ શકે છે. તેનાથી એ
Page 87 of 161