________________
ઉપયોગ ભાવેન્દ્રિય. ટૂંકમાં શક્તિ રૂપ લબ્ધિ ભાવેન્દ્રિય અને તેના વ્યાપાર રૂપ ઉપયોગ ભાવેન્દ્રિય કહેવાય છે.
લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય સમકાળે એટલે સદા માટે પાંચે હોય અને ઉપયોગ ભાવેન્દ્રિય તો એકકાળે એક જ વર્તે છે એટલે કે જે ઇન્દ્રિયની સાથે પ્રાણીનું મન જોડાય તેજ ઇન્દ્રિય પોતાના વિષયને ગ્રહણ કરવામાં પ્રવર્તે છે. આથી એક કાળે એકજ ઇન્દ્રિયનો ઉપયોગ હોય છે.
આત્મા મન સાથે-મન ઇન્દ્રિય સાથે અને ઇન્દ્રિય પોતાને યોગ્ય પદાર્થની સાથે એટલી જલ્દીથી જોડાય છે કે તેની ખબરજ પડતી નથી. મનનો વેગ એટલો બધો તીવ્ર હોય છે કે તેને કાંઇ પણ અગમ્ય નથી અને જ્યાં મન જાય છે ત્યાં સાથે આત્મા પણ જાય જ છે.
જીવોનો એકેન્દ્રિયાદિ પણાનો જે વ્યવહાર છે તે દ્રવ્ય ઇન્દ્રિયની અપેક્ષાએ છે ભાવેન્દ્રિયની અપેક્ષાએ નહિ.
પાંચે ઇન્દ્રિયની સ્થૂળતા અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે.(જાડાઇ)
પાંચે ઇન્દ્રિયોની પહોળાઇમાં શ્રોત્રેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને ચક્ષુરીન્દ્રિયની પહોળાઇ અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી હોય છે. રસનેન્દ્રિયની પહોળાઇ અંગુલ-પૃથ એટલે બે થી નવ અંગુલ
પ્રમાણવાળી હોય છે. સ્પર્શેન્દ્રિયની પહોળાઇ પોત પોતાના દેહ પ્રમાણ હોય છે.
કઇ ઇન્દ્રિય વિષયોને (કેટલે દૂરથી) ગ્રહણ કરે તે.
ચક્ષુ સિવાયની ચાર ઇન્દ્રિયો અંગુલના અસંખ્યાતમા ભાગથી પોત પોતાના વિષયને ગ્રહણ કરે છે. જ્યારે ચક્ષુ અંગુલના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે.
ઉત્કૃષ્ટથી શ્રોત્ર એટલે કાન બાર યોજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે. ચક્ષુ સાધિક લાખ દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. બાકીની ત્રણ ઇન્દ્રિયો નવ નવ યોજનથી આવેલા પોત પોતાના વિષયોને ગ્રહણ કરી શકે છે.
યોજન
રસ-ઘ્રાણ અને સ્પર્શ આ ત્રણ ઇન્દ્રિયો બધ્ધ-સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે. કર્મ સ્પષ્ટ દ્રવ્યને ગ્રહણ કરે છે અને નેત્ર અસ્પૃષ્ટ વસ્તુને ગ્રહણ કરે છે.
આત્મપ્રદેશોએ આત્મ રૂપ કરેલું તે બધ્ધ કહેવાય છે અને શરીર પર રજની પેઠે જે ચોંટેલું તે સ્પષ્ટ કહેવાય છે.
આ બધી ઇન્દ્રિયો અનંત પરમાણુઓની બનેલી છે. અને દરેક અસંખ્ય આકાશ પ્રદેશના અવગાહનાવાળી હોય છે. શ્રોત્ર-બે, નેત્ર-બે, નાસિકા બે, જીવ્હા-એક અને સ્પર્શન એક એમ આઠ દ્રવ્યેન્દ્રિય હોય છે જ્યારે ભાવેન્દ્રિય તો પાંચજ હોય છે.
સન્ની પંચેન્દ્રિય જીવોને સ્મૃતિ-આદિ જ્ઞાનના સાધનભૂત મન હોય છે તે નોઇન્દ્રિય રૂપે કહેવાય છે. પાંચ ઇન્દ્રિયોનાં ૨૫૨ વિકારોનું વર્ણન
(૧) સ્પર્શેન્દ્રિયના આઠ વિષયો હોય છે. તે આઠેય સચિત્ત રૂપે હોય. અચિત્ત રૂપે હોય અને મિશ્ર રૂપે પણ હોય. આથી ૮ને ત્રણે ગુણતાં ૨૪ ભેદો થાય છે. તે ૨૪ શુભ રૂપે પણ હોય અશુભ રૂપે હોય માટે બે એ ગુણતાં ૨૪ × ૨ = ૪૮. તે ૪૮ માં રાગ થાય અને દ્વેષ થાય માટે ૪૮ X ૨ = ૯૬. વિકારો સ્પર્શેન્દ્રિયનાં થાય છે.
Page 81 of 161