________________
પ્રમાણવાળા ક્ષેત્રમાં રહેલ વસ્તુને જે જોઇ શકે છે, શરીરરૂપ મહેલના એક ગવાક્ષ સમાન જે શોભે છે અને વિકસ્વર કમળ વિગેરેની ઉપમા જેને સહજમાં આનંદ પૂર્વક અપાય છે. એવી ચક્ષના વખાણ કોણ ન કરે ?' વળી શરીરના બીજા અવયવો શોભાને માટે ભલે અલંકારોને ધારણ કરે, પરંતુ સર્વાગની શોભામાં પણ નેત્ર એ એક મંડનરૂપ છે. બહુશ્રુત એવા કર્ણનું સાનિધ્ય હું કદી પણ મૂકતી નથી, તેમજ મારી ઉપર રહેલા ભ્રકુટીના વાળ કુટિલ થઇને વિશેષ વધતા નથી.”
આ પ્રમાણે ચક્ષની આત્મપ્રશંસા સાંભળીને બીજી ઇંદ્રિયો કહેવા લાગી- “હે ચક્ષુ ! તું સ્વમુખે પોતાની પ્રશંસા કર્યા કરે છે. પણ તારામાં પણ દોષ રહેલા છે, તે તો સાંભળ- અંતરના ભાગમાં તો તું અશુભ એવી મલિનતાને ધારણ કરે છે, દ્રવ્ય સંબંધી કાર્યમાં વિઘ્ન લાવનાર એવી ચપલતા તારામાં રહેલી છે, હીન એવા કાયરપણાનો તું આશ્રય કરે છે, તારે આશરે આવેલ અંજનનો ત્યાગ કરીને તું દુર રહેલ બીજી વસ્તુને જોવા જાય છે. (અંજનને દેખી શકતી નથી, માટે હે નેત્ર ! એવી તારામાં શી પ્રધાનતા છે ? કે જેથી લોકો તને માન્ય રાખે. વળી લોકમાં પણ તારું કાંઇ વિશેષ પ્રયોજન જોવામાં આવતું નથી. કહ્યું છે કે - ઉરઃસ્થળનું ભૂષણ હાર છે, કાનનું કુંડલ છે, ચરણનું નુપૂર છે, અને મોટા ઉત્સવમાં પણ નેત્રનું ભૂષણ એક કાજળની સળીમાત્ર ગણાય છે. માટે આપ બડાઇ કરવી વૃથા છે.”
આ સાંભળીને નાસિકા કહેવા લાગી:- “એક મારા વિના તમારી આ બધી ચાલાકી ઝાંઝવાના જળા જેવી છે. સાંભળો :- માણસો એક નાક હોય તોજ પ્રતિષ્ઠા પામે છે, જે નિરંતર સરલતાને ધારણ કરે છે, અને મુખના મધ્યભાગમાં જે બિરાજમાન છે. ખરેખર મુખની શોભા એક નાસિકાજ છે. આવા ગુણો હોવા છતાં નાસિકા મહિમાને કેમ ન પામે ? બાહ્યાડંબરરહિત નિર્મળ ગુણોજ જગતમાં વિજય પામે છે. શરીરના અવયવોમાં નાસિકા ભલે નિરલંકાર છે, છતાં તેમને રમાડવાની કળા તેનામાં છે.”
આ પ્રમાણે સાંભળી અન્ય ઇંદ્રિયો કહેવા લાગી :- “હે નાસા !પોતાના દોષ જોયા વિના માત્ર ગુણોને આગળ મૂકવા એ અનુચિત છે. તારા દુર્ગુણો પ્રથમ સાંભળી લે, દુર્જનની માફ્ટ તું દ્વિમુખ છે, મૂર્ણની જેમાં અંત:કરણ શૂન્ય છે, પાતકીની જમ શુભ કાર્યમાં વિઘ્ન લાવવા માટે છીંક ખાવા તું તૈયાર થાય છે, આવા દોષોને લીધે નાસિકા એક લેશમાત્ર પણ મહિમાને પાત્ર નથી.”
આ હકીકત શ્રવણ કરી શરીરે કહ્યું – “શરીર એ બધી ઇંદ્રિયોનો આધાર છે, આત્માનું ભોગસ્થાન છે, અને સ્વર્ગાદિ પ્રાપ્ત કરવામાં તે મુખ્ય હેતુ છે, માટે તેની મુખ્યતા શા માટે નહિ ?”
આ સાંભળીને ચારે ઇંદ્રિયો તેને કહેવા લાગી કે- “શરીરને ઉપાડવા જઇએ તો ભાર જેવું લાગે છે, અને અંદર જઇએ તો ક્ષાર જેવું લાગે છે. શયન, આસન અને વસ્ત્રાદિકથી નિરંતર તેનું પોષણ કરવામાં આવે છે છતાં તે કોઇનું થયું નથી અને થવાનું પણ નથી. એક સો આઠ વ્યાધિઓ જ્યાં ઘર કરીને રહેલી છે અને અપવિત્રતાનું તો એક સ્થાનરૂપ છે. કહ્યું છે કે- “આ શરીર નવયૌવનથી ભલે ગર્વિષ્ઠ થાય, મિષ્ટાન્ન, પાન, શયન અને આસનાદિકથી તેની આગતા સ્વાગતા ભલે કરવામાં આવે, છતાં તે સંધ્યાભરંગ જેવું વિનશ્વર છે અને આખર તે ક્લેવર થઇ પૃથ્વીપીઠ પર પતિત થઇને આળોટે છે.” વળી અન્યત્ર કહ્યું છે કે - “આ શરીરમાં એકસો સાત મર્મ સ્થાન છે, એક સો આઠ વ્યાધિઓ છે અને એકસો સાઠ સંધિબંધ છે, માટે શરીરમાં એટલી બધી શી વિશેષતા છે ?' વળી કહ્યું છે કે- “તેનું અત્યંગ કરવામાં આવે, વિલેપન કરવામાં આવે અને કરોડો ઘડા ભરી ભરીને તેને હવરાવવામાં આવે, છતાં તે (અપવિત્ર શરીર) મદિરાના પાત્રની જેમ પવિત્ર થતું નથી. માટે એને આપણે મુખ્યતા શી રીતે આપી શકીએ ?”
આ પ્રમાણે કથન થયા પછી ચારે ઇંદ્રિયોએ કાંઇક મસલત કરીને કહ્યું કે- “રસના (જીભ)
Page 76 of 161.