________________
સંયમનો સ્વીકાર કરીને જ્ઞાનાભ્યાસ કરી એકાકી વિહાર કરી શકે એવા ગીતર્થ બન્યા. એકાકી વિહાર કરે છે. ભણેલા જ્ઞાનનો સ્વાધ્યાય કરતાં સંયમમાં સ્થિરપણે રહી આત્મકલ્યાણ કરી રહ્યા છે તો પણ અવિરતિ અને ભોગાવલી કર્મ નિકાચીત હોવાથી આ કષાયના ઉદયથી વચમાં વચમાં સંસારના વિચારો આવે છે. તેને દૂર કરવા પ્રયત્ન પણ કરે છે છતાં દૂર ન થતાં સંયમથી ન પડાય અને અવિરતિમાં ન જવાય એ માટે આત્મઘાત કરવા માટે પહાડ ઉપરથી પડતું મુકે છે. તો પણ દેવી આવીન ઝીલી લે છે ! દેવી ઉપર પણ ગુસ્સે થાય છે. ત્યારે દેવીએ કહ્યું કે ભગવન્ હું શું કરૂં ? આપનું ભોગાવલી કર્મ મને વચમાં લાવે છે. આ રીતે બીજીવાર દરિયામાં પડી મરવા પ્રયત્ન કરે છે અને ત્રીજીવાર કૂવામાં પડી મરવાપ્રયત્ન કરે છે તો પણ દરેક વખતે દેવીએ વચમાં આવી બચાવી લીધા છે ! આમાં વિચારો કે એક બાજુ અવિરતિનો ઉદય પજવે છે, બીજી બાજુ પુરૂષાર્થની તીવ્રતાના કારણે વિરતિ પ્રત્યેનો રાગ વધે છે. તેમાં એક વાર ગોચરીએ જતાં વેશ્યાના ઘરમાં ધર્મલાભ કહીને પ્રવેશ કર્યો. વેશ્યાએ કહ્યું અહીં ધર્મ લાભ નહીં અહીં તો અર્થ લાભ ! આ શબ્દો સાંભળતાની સાથે જ ભોગાવલી કર્મનો ઉદય તીવ્ર થતાં જ તરણું (ઘાસ) તોડીને સાડા બાર કરોડ સોનૈયાનો વરસાદ કર્યો. અને મુનિ ચાલતાં થયા ત્યાં વેશ્યાએ કહ્યું કે મહાત્મન્ જો આપને જવું જ હોય તો આ સોનૈયા સાથે લઇ જાવો નહિંતર તેને ભોગવવા અહિંયા રહો ! આ શબ્દોથી મહાત્માને વિચાર આવતાં અવિરતિનો જોરદાર ઉદય થતાં વેશ ઉતારી તેને એક રૂમમાં ટીંગાડી ત્યાં રોકાઇ ગયા. પણ વિરતિના તીવ્ર રાગના સંસ્કારના કારણે ત્યાં જ પોતે અભિગ્રહ કર્યો કે રોજ દશને એટલે અહીં આવનાર દશ પુરૂષોને પ્રતિબોધ કરી સંયમની ભાવના પેદા કરાવી સંયમ લેવા ન મોકલું ત્યાં સુધી આહાર-પાણીનો ત્યાગ. આ અભિગ્રહના પ્રતાપે વેશ્યાને ત્યાં બાર વરસ રહી રોજ દશદશને પ્રતિબોધ કરી સંયમ અપાવે છે. તેમાં જ્યારે ભોગાવલી કર્મ પૂર્ણ થવા આવ્યું ત્યારે બાર વરસ પછી દશમા છેલ્લા એકને પ્રતિબોધ કરવામાં વિશેષ ટાઇમ લાગ્યો. મધ્યાન્હ કાળ થયો. જમવાનો વખત થયો છે પણ દશમો સમજતો નથી. ત્યારે વેશ્યા બોલાવવા માટે આવી અને કહ્યું કે વહેલા જમી લો. પછી પ્રતિબોધ કરજો. ત્યારે નંદીષેણે કહ્યું કે આને પ્રતિબોધ કર્યા વગર જમાય નહિ. ત્યારે વેશ્યાએ કહ્યું કે દશમા તમે. ત્યાં નંદીષેણ વિચારે છે કે આજે ભોગાવલી કર્મ પૂર્ણ થયું લાગે છે. એમ માનો વેશ જે રાખેલ હતો તે પહેરીને ચાલતા થયા. અહીં તેઓને છઠ્ઠા ગુણસ્થાનકનો પરિણામ આવ્યો એમ લાગે છે ! તો આ કષાયના ઉદયકાળમાં તેનો નાશ કરવા માટે જીવને કેટલો પુરૂષાર્થ કરવો પડે છે તે વિચારો ! અત્યારે આપણો પુરૂષાર્થ કેટલો છે તે પણ સાથે ખાસ વિચારવાની જરૂર છે. આ કષાયની હાજરીમાં જીવ આયુષ્ય બાંધે તો નિયમા વૈમાનિક દેવનું આયુષ્ય બાંધે
છે !
પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધિ ક્યાય ઃ
ܗ
આ કષાયના ઉદયકાળમાં અનંતાનુબંધિ-૪ અને અપ્રત્યાખ્યાનીય-૪ એમ આઠ કષાયોનો ઉદય હોય છે. જ્યારે આ કષાયનો ઉદય હોય ત્યારે તે જીવોને પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકનો પરિણામ હોય છે. તેમાં જે વ્રત-નિયમ વગેરે લીધેલા હોય તે અખંડ રીતે નિરતિચારપણે કેમ સુંદર રીતે પળાય તેનું પૂરેપુરૂ લક્ષ્ય હોય છે તથા તે વ્રતાદિને ખંડિત કરનાર પદાર્થો પ્રત્યે અત્યંત પ્રશસ્ત ગુસ્સો રહેલો હોય છે. માટે આ કષાય સ્વાભાવિક રીતિએ જીવને હાતો નથી પણ પુરૂષાર્થથી કરવો પડે છે. દા.ત. હું એટલે શ્રાવક છું મારાથી આ ન જ થાય. આની સાથે મારે વ્યવહાર ન જ કરાય, કદાચ થઇ ગયો હોય તો તેનો ત્યાગ જ કરી દેવો પડે. આ વિચારણા રાખીને પોતાના વ્રતમાં ભંગ ન પડે તેની સતત કાળજી રાખે. જેમ સુદર્શન શેઠ
Page 36 of 161