________________
તેના મારણ તરીકે શીત લેશ્યા પણ આ જ તેજસ શરીરમાંથી જીવ પેદા કરી શકે છે. સામાન્ય રીતે જેના શાસનનો નિયમ એ છે કે જે કોઇ લબ્ધિઓ જીવને પેદા થાય છે તે લબ્ધિની વારણ શક્તિ પણ જીવ એ લબ્ધિમાંથી પેદા કરી શકે છે અને સાથે જ ઉત્પન્ન થાય છે. આ તેજસ લબ્ધિ એટલે તેજોલેશ્યા અને શીત લેશ્યા છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનકે પ્રાપ્ત થઇ શકે છે. ગોશાલાના આત્માને પહેલા ગુણસ્થાનકે પણ પ્રાપ્ત થયેલી હતી એટલે પહેલે પણ પ્રાપ્ત થઇ શકે છે. આ તેજસ શરીર તેરમા ગુણસ્થાનક સુધી જીવોને સતત ઉદયમાં ચાલુ જ હોય છે. તેજસ શરીર વગરનો સંસારી કોઇ જીવ હોતો નથી તથા બધા જીવોના તેજસ શરીર ભિન્ન ભિન્ન એટલે જુદા જુદા હોય છે. આથી તેજસ શરીરો જગતમાં અનંતા હોય છે.
(૫) કામણ શરીર - જગતમાં રહેલી આઠ ગ્રહણ યોગ્ય વર્ગણાઓમાંથી સૌથી છેલ્લી સક્ષ્માતિ સુક્ષ્મ પુદ્ગલોની બનેલી આઠમી કાર્મણ વર્ગણાના પુદ્ગલોને જીવ ગ્રહણ કરી કર્મરૂપે પરિણામ પમાડી આત્માની સાથે દૂધ અને પાણીની જેમ એક મેક કરે છે તે કાર્મણ શરીર કહેવાય છે. દરેક જીવોનું કાર્પણ શરીર ભિન્ન રૂપે એટલે જુદુ હોય છે. આ શરીર એક ભવમાંથી બીજા ભવમાં જવા માટે (ગમન કરવા માટે) સહાયભૂત થાય છે. જીવ જ્યારે બીજા ભવમાં જે ક્ષેત્રમાં ઉત્પન્ન થવાનો હોય તે ક્ષેત્રમાં આહારના પુદગલો રહેલા હોય છે તે આહારના પુગલોને પહેલા સમયે ગ્રહણ કરવામાં આ શરીર ઉપયોગી બને છે અર્થાત આ શરીર દ્વારા જીવો આહારના પગલોને ગ્રહણ કરી પરિણમાવી એ પુદગલોને ખલ અને રસરૂપે પરિણામ પમાડવાનું કાર્ય આ શરીર દ્વારા થાય છે. પછી જીવો સમયે સમયે આ શરીર દ્વારા એટલે શરીરની સાથે આહારના પુદ્ગલોનું મિશ્રણ થાય છે. આથી એ દારિક મિશ્ર અથવા વૈક્રીય મિશ્ર શરૂ થાય છે. આ શરીરો પણ જગતમાં અનંતા હોય છે. એકથી તેર ગુણસ્થાનક સુધી ઉદય અવશ્ય સતત ચાલુ જ હોય છે. જ્યારે યોગ નિરોધ થાય અને જીવ ચોદમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે ત્યારે આ શરીરનો ઉદય નષ્ટ થાય છે. આ રીતે પાંચ પ્રકારના શરીરો હોય છે. તેમાં ઓદારીક શરીરો અસંખ્યાતા હોય છે. વૈક્રીય શરીરો અસંખ્યાતા હોય છે. આહારક શરીરો કોઇ વખત જ રહેતા હોવાથી સંખ્યાતા હોય છે. તેજસ શરીર અનંતા હોય છે અને કાશ્મણ શરીરો પણ અનંતા હોય છે. તેજસ અને કાર્પણ આ બન્ને શરીરો એટલા બધા સૂક્ષ્મ હોય છે કે જે ચક્ષથી જોઇ શકાતા નથી. સંસારી જીવોને આ પાંચ શરીરમાંથી જઘન્યથી એક સાથે તેજસ અને કાર્મણ એ બે હોય છે. વિગ્રહગતિમાં રહેલા જીવોને કે જ્યાં સુધી આ જીવ શરીર પર્યાતિથી. પર્યાપ્ત ન થાય ત્યાં સુધી આ બે શરીરો હોય. કેટલાક જીવોને તેજસ-કાશ્મણ શરીર સાથે ઓદારીક શરીર હોય તો ત્રણ શરીરો હોય છે. કેટલાક જીવોને તૈજસ-કાર્પણ અને વક્રીય એ રીતે પણ ત્રણ શરીરો હોય છે. કેટલાક જીવોને તેજસ-કાશ્મણ-દારિક અને વૈક્રીય એ ચાર શરીરો હોય છે અને કેટલાક જીવોને તેજ-કાશ્મણ-દારિક અને આહારક એ ચાર શરીરો હોય છે પણ કોઇ જીવને પાંચે શરીરનો એક સાથે ઉદય હોતો નથી તેમજ તેજસ-કાર્મર્વેક્રીય અને આહારક શરીર હોતા નથી.
દારિક શરીર સૌથી પહેલું હોવાથી સ્થલ પુદ્ગલોનું બનેલું હોય છે અને એના પછીનાં ક્રમસર શરીરો સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોના બનેલા હોય છે. વૈક્રીય શરીરની અને આહારક શરીરની જીવને લબ્ધિ એક સાથે બન્ને હોઇ શકે છે પણ એક સાથે બન્ને લબ્ધિ ફોરવી શકતા નથી. બન્નેમાંથી એક સાથે એક જ શરીર હોય છે.
૨. અવગાહના દ્વાર
શરીરની ઉંચાઇ અને જાડાઇની વિચારણા કરવી એ અવગાહના કહેવાય. આ અવગાહનાનું માપ
Page 16 of 161