Book Title: Dandak Prakaran Vivechan
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 101
________________ શંકાવાળા પુગલોની જગ્યાએ જવાબ રૂપે પુગલો ગોઠવે છે અને એ પુગલોને અનુત્તરવાસી દેવો. અવધિજ્ઞાનથી જોઇને સમાધાન મેળવે છે એટલા પુરતું જ કેવલી ભગવંતોને સત્ય મનયોગ હોય છે. (૨) અસત્ય મનયોગ - સર્વજ્ઞ પરમાત્માએ યથાર્થ રૂપે પ્રરૂપેલા પદાર્થોને એ સ્વરૂપે ન વિચારતાં એનાથી વિપરીત પદાર્થોની વિચારણા કરવી એ અસત્ય મનયોગ કહેવાય છે. આ અસત્ય મનયોગ એકથી. બારમાં ગુણસ્થાનક સુધી હોય છે. સાતમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી ક્ષપક શ્રેણિવાળા જીવો છદ્મસ્થ હોવાથી અસત્ય મનયોગની સંભાવના હોય છે એ સંભાવના આવી રીતે હોઇ શકે એમ લાગે છે કોઇ જીવે સાતમાં ગુણસ્થાનકે ક્ષપક શ્રેણિ શરૂ કરી શુક્લ ધ્યાનના પહેલા પાયાની વિચારણા દ્રવ્ય ગુણ અને પર્યાય રૂપે કરતો હોય દ્રવ્યથી ગુણમાં, ગુણમાંથી પર્યાયમાં, પર્યાયમાંથી દ્રવ્યમાં એમ વિચારણા કરતાં કરતાં કોઇ પદાર્થની અસત વિચારણા ચાલુ થઇ જાય તો તેનાથી ક્ષપક શ્રેણિ અટકતી નથી અને એ વિચારણામાં ને વિચારણામાં મોહનીય કર્મનો નાશ કરી બારમા ગુણસ્થાનકને પ્રાપ્ત કર તો પણ એ જીવોને ખબર ન પડે કે મેં ખોટી વિચારણા કરી છે એવા જીવોની અપેક્ષાએ અસત્ય મનયોગ હોઇ શકે છે. જ્યારે એ જીવો કેવલજ્ઞાન પામે ત્યારે ખબર પડે કે મેં અસત વિચારણા કરેલ ત્યાં સુધી ખબર પડતી નથી. આ. રીતે અસત્ય મનયોગ હોય છે. (૩) સત્યાસત્ય મનયોગ :- કાંઇક સત્ય અને કાંઇક અસત્ય એમ જે બન્ને ધર્મ યુક્ત હોય તે વ્યવહાર નયની અપેક્ષાએ મિશ્ર કહેવાય છે. જેમકે આ અશોકવન છે એટલે એમાં અશોક વૃક્ષો ઘણાં છે એટલે અંશે સત્ય છે પણ તેમાં બીજા પણ વૃક્ષો રહેલા હોવા છતાં તેનો અપલાપ છે એટલે અંશે અસત્ય છે આવી રીતની વિચારણા કરવી તેને સત્યાસત્ય કહેવાય છે. આ સત્યાસત્ય મનયોગ એકથી બાર ગુણસ્થાનક સુધી હોય છે. ક્ષપક શ્રેણિવાળા જીવોને સાતમા ગુણસ્થાનકથી બારમાં ગુણસ્થાનક સુધી છદ્ભસ્થ જીવની અપેક્ષાએ જે વિચારણા થાય તેમાં કોઇક વાર સત્યાસત્ય રૂપે વિચારણા થઇ જાય એ અપેક્ષાએ આ મનયોગ હોઇ શકે છે. (૪) અસત્યો મા મનયોગ :-પદાર્થને સ્થાપન કરવાની ઇચ્છા વિના સ્વરૂપ માત્રનું જે વિચારવું તે (કારણ પૂર્વે કહેલા સત્ય અસત્યના લક્ષણો નહિ ઘટવાથી) અસત્યા મૃષા મનયોગ કહેવાય છે. જેમકે ચેત્રની પાસેથી ગાય માગવી છે, તેની પાસેથી ઘડો લાવવો છે, અહીં આવ, જા, બેસ, ઉઠ ઇત્યાદિ જે વિચારણાઓ કરવી એમાં જુઠ પણ નથી અને સત્યપણ નથી માટે અસત્યા મૃષા મનયોગ કહેવાય છે. આ મનયોગ એકથી તેર ગુણસ્થાનક સુધી જીવોને હોય છે. (૧) સત્ય વચનયોગ :- શ્રી જિનેશ્વર પરમાત્માઓએ પ્રરૂપેલા જે કોઇ પદાર્થો છે તે આત્માને હિતકારી હોવાથી તે વચનો સત્ય છે એવા વચનો વારંવાર બોલવા તે સત્ય વચનયોગ કહેવાય છે. આ યોગ એકથી તેર ગુણસ્થાનક સુધી હોય છે. કેવલી ભગવંતો દેશના આપે છે તેમાં એ પોતે રાગ દ્વેષથી રહિત હોવાથી વીતરાગ છે. જેવા સ્વરૂપે પદાર્થો જ્ઞાનથી જુએ છે તે પ્રકારે નિરૂપણ કરે છે. એ નિરૂપણ કરવામાં ભાષા વર્ગણાના પુગલોને ગ્રહણ કરી ભાષા રૂપે પરિણાવી એ સ્વરૂપે વચનથી બોલે છે. એટલા પરતો જ એમને વચનયોગ હોય છે તે રાગ દ્વેષ વગરનું વચન હોવાથી એ વચન સત્ય રૂપે ગણાય છે માટે સત્ય વચન યોગ તેરમાં ગુણસ્થાનક સુધી કહેલો છે. ર) અસત્ય વચનયોગ :- શ્રી જિનેશ્વર પરમાત્માઓએ જે વચનો કહેલા છે એનાથી વિપરીત વચનો બોલવા વિપરીત વચનોની પ્રરૂપણા કરવી એ અસત્ય વચનયોગ કહેવાય છે. આ વચન યોગ એકથી બારમા ગુણસ્થાનકસુધી હોય છે. સાતમા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનકસુધીમાં જે જીવોએ Page 101 of 161

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161