________________
લેશ્યા હોય છે. માટે ભાવથી છએ વેશ્યાઓ ઘટી શકે છે.
દેવતાઓને વિષે ભવનપતિ અને વ્યંતર દેવોને પહેલી ચાર એટલે કૃષ્ણ લેશ્યા-નીલ લેગ્યા-કાપોતા લેશ્યા અને તેજો વેશ્યા હોય છે. આ દ્રવ્યથી વેશ્યા સમજવી જ્યારે ભાવથી છ એ વેશ્યા હોય છે. જ્યોતિષ દેવોને એક તેજલેશ્યા દ્રવ્યથી હોય છે. ભાવથી છ એ વેશ્યા હોય છે.
વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવો અને પહેલા કિલ્બિલીયા દેવોને એક તેજો વેશ્યા દ્રવ્યથી હોય છે અને ભાવથી છ એ વેશ્યા હોય છે.
વૈમાનિકના ત્રીજા-ચોથા દેવલોકમાં રહેલા દેવોને તથા બીજા કિલ્બિષીયા દેવોને એક પબલેશ્યા દ્રવ્યથી હોય છે તથા પાંચમા-છઠ્ઠા દેવલોકમાં રહેલા દેવોને અને ત્રીજા કિલ્બિપીયા દેવોને પણ એમ જ હોય છે. ભાવથી છ એ વેશ્યા પરાવર્તમાન રૂપે હોય છે.
મતાંતરે પાંચમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને દ્રવ્યથી એક શુક્લ લેશ્યા હોય છે. ભાવથી છ એ વેશ્યા હોય છે. જ્યારે સાતમા દેવલોકથી અનુત્તર સુધીના દેવોને પણ દ્રવ્યથી એક શુક્લ લેશ્યા કેટલાક આચાર્યો માને છે. ભાવથી છ એ વેશ્યા હોય છે.
નવમા ગ્રેવેયકમાં રહેલા અભવ્યાદિ જીવો દ્રવ્યથી શક્ત લેડ્યાવાળા જરૂર છે પણ અંતરમાં ઈર્ષાભાવની આગ એકત્રીશ સાગરોપમ સુધી ચાલતી રહેતી હોવાથી ભાવથી કુનીલ કાપોત ત્રણમાંથી. કોઇ પણ લેશ્યા હોઇ શકે છે.
અનુત્તર વિમાનમાં નિયમા સમકતી દેવો જ હોય છે. ત્યાં દરેકને દ્રવ્યથી શુક્લ લેશ્યા હોવા છતાં ય ભાવથી શુભ લેશ્યા રૂપે તેજ-પદ અને શુક્લ આ ત્રણ લેશ્યામાંથી કોઇપણ હોઇ શકે છે.
ભવનપતિથી શરૂ કરી નવ ચૈવેયક સુધીમાં રહેલા દેવો જે છે તેમાં કેટલાક અનાદિ મિથ્યાદ્રષ્ટિ દેવો નવું સમકીત પ્રાપ્ત કરી શકે છે. માટે ભાવથી છ એ લેગ્યામાંથી કોઇપણ વેશ્યા ઘટી શકે છે.
મનુષ્ય અને તિર્યંચોને વિષે જે દ્રવ્ય લેશ્યા હોય છે તે જ ભાવ લેશ્યા રૂપે રહેલી હોય છે. માટે દ્રવ્ય અને ભાવથી એક અંતર્મુહૂર્તથી અધિક કાળ લેશ્યા રહેતી નથી. એ એક અંતર્મુહૂર્તમાં પણ દરેક જીવોને લેશ્યાનો પરિણામ જઘન્ય અને ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી જ રહે છે. એ આઠ સમય બાદ એક અંતર્મુહુર્તી એટલે અસંખ્યાત સમય સુધી રહેલી જે લેગ્યા છે તેના પરિણામમાં તીવ્રતા-તીવ્રતરતા-તીવ્રતમતા-મંદતા-મંદતરતા અને મંદતમતા રૂપે પરિણામની એટલે રસની ફરી થયા, કરે છે.
કારણ કે જગતમાં રહેલા કોઇ પણ જીવને લેગ્યા આઠ સમય સુધી એ પરિણામે રહે પછી પરિણામમાં ફ્રાર થતાં અસંખ્યાત સમય સુધી એ વેશ્યા રહે છે. આથી એમ જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે સ્થિતિ બંધના એક અધ્યવસાય સ્થાનમાં રસ બંધના અધ્યવસાય સ્થાનો અસંખ્યાતા પ્રાપ્ત થઇ શકે છે. અર્થાત રહેલા હોય છે. કારણ કે સ્થિતિ બંધ કષાયથી થાય છે અને રસ બંધ લેશ્યા સહિત કષાયથી થાય
છે.
આ વેશ્યાની દ્દારી જોવી હોય તો દા. તરીકે શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિ છઠ્ઠા-સાતમાં ગુણસ્થાનકના પરિણામમાં રહીને સૂર્યની સામે મોટું રાખી હાથ ઉંચા રાખી ઉભા રહીને આતાપના લઇ રહેલા છે તે વખતે શુક્લ લેશ્યા રહેલી છે. એટલે શુક્લ લશ્યાના પરિણામમાં સંયમના સુવિશુદ્ધ પરિણામમાં આગળ વધી રહેલા છે અને ત્યાંથી શ્રેણિક મહારાજા પોતાની સવારી સાથે શ્રી શ્રમણ ભગવાન મહાવીર મહારાજાને વંદન કરવા માટે નીકળ્યા તેમાં આગળ રહેલા બે દૂતોની વાત શ્રી પ્રસન્નચન્દ્ર રાજર્ષિએ સાંભળી તેમાં
Page 68 of 161