________________
શરીર, એ જેમ અશુચિનું ઉદ્ભવસ્થાન છે, તેમ શરીરનો ઉદ્ભવ પણ અશુચિમાંથી જ થયેલો હોય છે : કારણ કે-અશુચિ એવા ગર્ભમાંથી જ શરીરની ઉત્પત્તિ થયેલી હોય છે.
વળી શરીર, એ અશુભ પરિણામના પરિપાકથી અનુબદ્ધ છે.
બદતુને વિષે બિન્દુનુ આધાન થવાથી માંડીને કલલ, અર્બદ પેશી, કઠણ પેશી, યૂહ, સંપૂર્ણ ગર્ભ, કોમાર, યોવન, સ્થવિરભાવ પર્યતના ભાવો અશુભ પરિણામના પરિપાકથી અનુબદ્ધ છે : એટલું જ નહિ, પણ દુર્ગબ્ધિ, પૂતિ સ્વભાવવાળા અને દુરન્ત છે એટલા માટે અશુચિ છે.
વળી શરીર, એ અશક્ય પ્રતીકાર છે : અર્થા–શરીરની અશુચિનો કોઇ પ્રતીકાર જ નથી. રૂક્ષણ, સ્નાન, અનુલેખન, પૂપન, વાસનાદિ ક્રિયાઓ વડે અને સુગન્ધિ પુષ્પમાળા આદિ દ્રવ્યો વડે શરીરની અશુચિ દૂર કરી શકાવી શક્ય નથી કારણ કે-પોતે અશુચિમય છે, એટલું જ નહિ, પણ શુચિનું ઉપઘાતક પણ છે. એટલા માટે શરીર અશુચિ છે.
સર્વસ્થાને શરીરની આ અશુચિનું ચિન્તન કરવાથી શરીર ઉપરનો મોહ ગળી જાય છે અને શરીર ઉપરનો મોહ ઓછો થઇ જવાની સાથે જ તેની દ્વારા શુભ ક્રિયાઓ કરી લેવાનો ભાવ ઉત્પન્ન થાય છે. અશુચિ એવા શરીર પાસે પણ અત્યંત શુચિ એવા દાન, ધ્યા, પરોપકાર તથા તપ, શીલ અને બ્રહ્મચર્ય આદિ આ લોક પરલોક અને ઉભય લોકને હિતકર, સુખકર અને ગુણકર કાર્યો કરાવી શકાય છે. યાવ- અવ્યાબાધ સુખસ્વરૂપ મોક્ષપ્રાપ્તિને લાયક સઘળાં અનુષ્ઠાનો મનુષ્યશરીર દ્વારા સાધી શકાય છે.
મનુષ્ય શરીરની રચના સંબંધી આ લેખમાં જેનશાસ્ત્રથી વિપરીત જે કાંઇ લખાણ આવ્યું હોય, તેને સુજ્ઞોએ સુધારોને વાંચવા તેમજ લેખકને તે જણાવવા વિજ્ઞપ્તિ છે.
જેનશાસ્ત્રોમાં મનુષ્યશરીરનો ગર્ભવાસ જીવને ઘોર નરકવાસ સમાન માનેલો છે. પ્રત્યેક રોમ ઉપર અગ્નિ વર્ણવાળી સાડા ત્રણ ક્રોડ સોયો એક સાથે ભોંકવાથી જે પીડા થાય છે, તેના કરતાં આઠગુણી પીડા ગર્ભવાસમાં વસનાર જીવને માનેલી છે. યોનિ દ્વારા બહાર નીકળતી વેળા તે જીવને જે દુ:ખ થાય છે, તે દુ:ખ ગર્ભવાસના દુ:ખ કરતાં પણ લાખ ગુણ અથવા કોઇ મતે અનંતગણું માનેલું છે. મરણ વખતની વિપત્તિ તેથી પણ અનંતગણી માનેલી છે.
મનુષ્યની અશુચિ કાયાને મદિરાના ઘટની ઉપમા પણ આપવામાં આવી છે. મદિરાનો ઘટ જેમ ક્રોડો ઘટ વડે શુદ્ધ કરવા છતાં શુદ્ધ થતો નથી, તેમ મનુષ્યની કાયા ક્રોડો સ્નાન, વિલેપન કે અત્યંજન વડે શુચિ થઇ શકતી નથી. આધુનિક વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ શરીરને શુચિ કરવાની વસ્તુને હજુ સુધી શોધી શક્યા. નથી અને તેઓએ જેટલી વસ્તુ શોધી છે તે બધીને અશુચિ કરવાનું સામર્થ્ય શરીરમાં સાબીત થયું છે. શહેરોની ગટરો કે નગરોની ખાળોનું મૂળ ઉત્પત્તિસ્થાન મનુષ્યનું શરીર જ છે, તેથી મનુષ્યના શરીરને જીવતી ગટર કે અશુચિની વહેતી ખાળ પણ કહી શકાય છે.
આપણા શરીર વિષે આપણે ક્યારેય વિચાર્યું છે ખરું ?
શરીરના માધ્યમથી સામાન્ય માનવી સુખ અને દુ:ખ પામે છે. યોગી એની મારફ્ત ગહન અનુભૂતિ કરે છે. એકને માટે કાયા એ માયા કે વિલાસનું સાધન છે તો બીજાને માટે કાયા એ અંતરાત્માનું મંદિર છે. આ કાયા વિશે સ્વામી મુક્તાનંદજીએ ખૂબ માર્મિક ચિંતન કર્યું છે. જે ચિંતન સહુ કોઇને માર્ગદર્શક બને તેવું છે.
પ્રથમ તો પોતાને જ પૂર્ણ પ્રેમ કરો , “આપણે મલિન, શુષ્ક, અસત્ય, અનિત્ય અથવા દુ:ખમય છીએ.' એવું ગોખાવી ગોખાવીને તમે પોતાની જાતને ત્રસ્ત કરશો નહીં. કેટલાક લખાણો, સમાજ અથવા
Page 10 of 161