________________
કહેવાય છે.
આ છમાંથી એક પહેલી આકૃતિ એટલે સંસ્થાન સિવાય બાકીના કોઇને કોઇ લક્ષણોથી રહિત હોવાથી અશુભ સંસ્થાન રૂપે ગણાય છે. આજે લગભગ વિચાર કરીએ તો મોટાભાગે આ છેલ્લા સંસ્થાનના પ્રતાપે અનેક પ્રકારની આકૃતિવાળા મનુષ્યો જોવા મળે છે. કોઇને પગ ન હોય, હોય તો ટુંકા હોય, બે પગમાંથી એક લાંબો હોય, બીજો ટુંકો હોય, બે હાથમાંથી એક લાંબો હોય, એક ટુંકો હોય, એક ઠુંઠો હોય એવી જ રીતે નાસિકામાં પણ એક નાક ચીબું બીજું ખુલ્લું, કાન પણ એક દબાયેલો એક ખુલ્લો મોટો, નાનો એવી જ રીતે આંખોમાં પણ એક નાની મોટી ઇત્યાદિ જે ક્ષાર શરીરની આકૃતિમાં દેખાય છે તે આ. સંસ્થાનના કારણે દેખાય છે.
વજસ્વામીજી છેલ્લા દશપૂર્વી થયા એ હયાત હતા ત્યાં સુધી આ ભરત ક્ષેત્રમાં છએ સંઘયણ અને છએ સંસ્થાન હતા. વજસ્વામીજીના ગયા પછી પહેલા પાંચ સંઘયણો અને પહેલા પાંચ સંસ્થાનોનો લોપ એટલે નાશ થયલો છે. એટલે હાલ છેલ્લું સંઘયણ અને છેલ્લું સંસ્થાન ઉદયમાં ચાલે છે. કેટલાક આચાર્યો એમ કહે છે કે પાંચ સંઘયણો નાશ પામ્યા છે પણ સંસ્થાનનો નાશ થયેલો નથી માટે હાલ છ સંસ્થાનો વિધમાન છે. એટલે છએ સંસ્થાનમાંથી કોઇ ને કોઇ સંસ્થાન જીવોને હોઇ શકે છે. એમ પણ માને છે. આથી આ બાબતમાં શું માનવું એકેવલી ભગવંતો જાણે આપણે તો બેય વાત ધ્યાનમાં રાખીને વિચારવાનું છે.
શ્રી જંબુસ્વામીજી કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા ત્યારે પહેલું સંઘયણ વિરચ્છેદ થયેલ છે અને વજસ્વામીજીના ગયે બાકીના વચલા ચાર સંઘયણો વિચ્છેદ થયેલ છે એમ પણ વાત આવે છે.
અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા જીવોને મોટાભાગે પહેલું સંઘયણ હોય છે પણ કેટલાક જીવોને છએ સંઘયણમાંથી કોઇને કોઇ સંઘયણ હોઇ શકે છે અને છએ સંસ્થાનમાંથી કોઇને કોઇ સંસ્થાન પણ મહાવિદેહ ક્ષેત્રમાં અત્યારે પણ હોઇ શકે છે. માટે એવી વાતો પણ આવે છે કે ત્યાં ઠીંગુજી જેવા અને વેંતીયા મનુષ્યો પણ હોય છે. જેને જોઇને પાંચસો ધનુષની કાયાવાળા મનુષ્યોને આશ્ચર્ય થાય છે તથા જઘન્યથી બે હાથની કાયાવાળા જીવો મોક્ષે જઇ શકે છે. એ વાત છે તો એ ઉપરથી પણ સાબીત થઇ શકે છે કે કોઇ કોઇ સ્થાનોમાં આવી નાની નાની કાયાવાળા મનુષ્યો મહાવિદેહ ક્ષેત્રમાં પણ હોય. આથી મોક્ષે જવા માટે પહેલું સંસ્થાન જ જોઇએ એવો નિયમ હોતો નથી પણ પહેલું સંઘયણ તો અવશ્ય જોઇએ જ. પહેલા સંઘયણ વગર કોઇ જીવ ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરી શકતું નથી. આ આકૃતિ એટલે સંસ્થાનનાં કારણે પોતાના કરતાં બીજાની સારી આકૃતિ જોઇન અંતરમાં બળાપો થાય-પોતાના શરીર પ્રત્યે દ્વેષ થાય અને બીજા કરતાં પોતાના શરીરની આકૃતિ સારી હોય તો એ આકૃતિથી રાગ થાય ઇત્યાદિ રાગ દ્વેષનું કારણ આકૃતિ બનતી હોવાથી જગતના જીવો આકૃતિ એટલે સંસ્થાનથી કેવી રીતે પીડા અને દંડ પામે છે એ દંડકમાં જણાવાશે આથો સંસ્થાન દ્વારા કહેલું છે.
૬- sષાય દ્વાર
કષ = સંસાર અને આય = લાભ જેનાથી જીવોને સંસારનો લાભ પ્રાપ્ત કરાવે એને કષાય કહેવાય
Page 27 of 161