________________
આ કાયયોગ દેવતા અને નારકીના જીવોને સંપૂર્ણ પર્યાપ્તિ પૂર્ણ થયે પ્રાપ્ત થાય છે. મતાંતરે શરીર પર્યાપ્તિથી પર્યાપ્ત થાય ત્યારે પ્રાપ્ત થાય છે. દેવતા, નારકીના જીવોની અપેક્ષાએ આ કાયયોગ ચોથા ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. મનુષ્યો અને તિર્યંચોને આ કાયયોગ ઉત્તર વૈક્રીય શરીર કરે ત્યારે હોય છે. આથી સાતમાં ગુણસ્થાનક સુધી હોય છે.
(૪) વૈક્રીય મિશ્રકાયયોગ - દેવતા અને નારકીમાં ઉત્પન્ન થતાં જીવાને, જ્યાં સુધી વક્રીયા કાયયોગ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી વક્રીય મિશ્ર કાયયોગ હોય છે અને મનુષ્ય તથા તિર્યંચોને વેક્રીય શરીર કરતાં એટલે વૈક્રીય શરીર બનાવતાં અને સંહરણ કરતાં વક્રીય મિશ્રકાયયોગ હોય છે. દેવતા અને નારકીના જીવોને ઉત્તર વૈક્રીય શરીર કરતાં (બનાવતાં) અને સંહરણ કરતાં વૈક્રીય મિશ્રકાયયોગ હોય છે. આથી સમસ્ત રીતે એકથી છ ગુણસ્થાનક સુધી આ કાયયોગ હોઇ શકે છે.
જગતમાં વક્રીય શરીરવાળા મનુષ્યો હંમેશા રહેલા હોય છે. કોઇ કાળે વક્રીય શરીરવાળા મનુષ્યો જગતમાં ન હોય એવું બનતું નથી.
(૫) આહારક કાયયોગ - ચૌદપૂર્વધર મુનિઓ પોતાને પ્રાપ્ત થયેલ આહારક લબ્ધિનો ઉપયોગ કરીને જગતમાં રહેલા આહારક શરીરને યોગ્ય પુદ્ગલોને ગ્રહણ કરી આહારક શરીર રૂપે પરિણમાવી વિસર્જન કરવાની શક્તિ પ્રાપ્ત કરે તે આહારક કાયયોગ કહેવાય છે. આ શરીર એક હાથનું હોય છે અને તે ભગવાન પાસે મોકલવા માટે બનાવાય છે. આ શરીર માત્ર છઠ્ઠા ગુણસ્થાનકમાં રહેલા ચોદપૂર્વધર મહાત્માઓ કરી શકે છે.
(૬) આહારક મિશ્નકાયયોગ - આહારક શરીર બનાવતા અને વિસર્જન કરતાં આહારક વર્ગણાના પુદ્ગલોને દારિક શરીરની સાથે મિશ્રણ કરવા અને પછી આહારક શરીર બનાવવા પ્રયત્ન કરવો તે વખતે જે દારિક શરીરની સાથે આહારક વર્ગણાના પુગલો મિશ્રણ રૂપે થાય છે તે આહારક મિશ્ર કાયયોગ કહેવાય છે. આ પણ માત્ર છઠ્ઠા ગુણસ્થાનકે જ હોય છે.
(0) કાર્પણ કાર્યુયોગ :- કામણ શરીર વડે જગતમાં રહેલા કાશ્મણ વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી આત્માની સાથે આઠેય કર્મ રૂપે પરિણામ પમાડવા તે કાર્પણ કાયયોગ કહેવાય છે. આ કાયયોગનું કાર્ય પરભવમાં જતાં જીવોની સાથે ને સાથે જ જવું એ હોય છે. આ કાર્પણ શરીર એટલે કાયયોગ, વિગ્રહગતિમાં અણાહારી પણે રહેલા જીવોને હોય છે અને તેરમાં ગુણસ્થાનકે કેવલી ભગવંતો કેવલી સમુદ્ધાત કરે ત્યારે હોય છે.
૧૫ ઉપયોગ દ્વાર
ચેતના શક્તિની પ્રવૃત્તિથી જીવને વિશેષ બોધ કે સામાન્ય બોધ પેદા થાય તે ઉપયોગ કહેવાય છે. અનાદિકાળથી જીવોને જ્ઞાન ગુણ અને દર્શન ગુણ હોય છે. એ જ્ઞાન ગુણને સાકાર ઉપયોગ રૂપે કહેવાય છે અને દર્શન ગુણને નિરાકાર ઉપયોગ રૂપે કહેવાય છે. એ જ્ઞાન અને દર્શન આત્માની સાથે અભેદ રીતે રહેલા હોય છે. એ અભેદ રૂપે રહેલા બન્ને ગુણોને જીવ એકી સાથે ઉપયોગ રૂપે કાર્ય કરી શકતો નથી પણ છસ્થ જીવોને અનાદિકાળથી એક એક અંતર્મુહૂર્ત અંતર્મુહૂર્ત દર્શનનો ઉપયોગ અને જ્ઞાનનો ઉપયોગ પરાવર્તમાન રૂપે ચાલ્યા જ કરે છે. એ ઉપયોગના પ્રતાપે એ જીવો કર્મ બંધ કરતાં કરતાં પોતે પોતાનો સંસાર વધાર્યા જ કરે છે અને સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જ્યારે એ ઉપયોગથી જીવો સમ્યગજ્ઞાન રૂપે
Page 103 of 161