________________
મનથી સર્વ સાવધનાં પચ્ચક્ખાણ કરી અનશન કરી સર્વવિરતિ જેવા પરિણામને પ્રાપ્ત કરી શકે છે.
મનષ્યસ્મૃતિને વિષે
જે ગુણસ્થાનકમાં જે કષાયોનું સામાન્યથી વર્ણન કરી દશમાં ગુણસ્થાનક સુધી કષાયો જણાવ્યા છે તે પ્રમાણે વર્ણન સમજવું. દશમાના અંતે સર્વથા કષાયોનો ક્ષય કરી જીવો બારમાં ગુણસ્થાનકને પ્રાપ્ત કરે છે અને ત્યાં અંતર્મુહૂર્ત રહી પછી જીવો કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરે છે.
વર્ણાતિને વિષે
ભવનપતિ-વ્યંતર. જ્યોતિષ અને વૈમાનિકના પહેલા બીજા દેવલોકના દેવોને પહેલા ગુણસ્થાનકે-૧. અનંતાનુબંધિ અનંતાનુબંધિ-૨. અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-૩. અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-૪. અનંતાનુબંધિ સંજ્વલન એમ ૪ કષાયો હોય છે.
અનંતાનુબંધિ-અનંતા. કષાયથી જીવો આયુષ્યનો બંધ કરે તો નિયમાં એકેન્દ્રિયનું આયુષ્ય બાંધે છે. તેમાં પણ બાદર પર્યાપ્ત પ્રત્યેક રૂપે પૃથ્વીકાયનું-અપ્લાયનું કે પ્રત્યેક વનસ્પતિ કાયનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો સન્ની પર્યાપ્ત સંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચોનું આયુષ્ય બાંધે છે. તેમાં જઘન્ય આયુષ્ય બાંધતા નથી. મધ્યમ આયુષ્યથી શરૂ કરીને ઉત્કૃષ્ટથી પૂર્વ ફ્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે.
અનંતાનુબંધિ પ્રત્યા. કષાયથી આ જીવો આયુષ્યનો બંધ કરે તો મનુષ્યનું આયુષ્ય બાંધે છે તેમજ અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી પણ મનુષ્ય આયુષ્ય બાંધી શકે છે તેમાં જઘન્ય આયુષ્યનો બંધ કરતાં નથી પણ મધ્યમ આયુષ્યથી શરૂ કરી ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે.
બીજા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય કષાયથી તિર્યંચ આયુષ્ય પંચેન્દ્રિય તિર્યંચનું બંધાય છે. અનંતાનુબંધિ પ્રત્યા. અને અનંતાનુબંધિ સંજ્વલન કષાયથી મનુષ્ય આયુષ્ય બાંધે છે. ચોથા. ગુણસ્થાન-અપ્રત્યાખ્યાનીયા
અનંતાનુબંધિ-અપ્રત્યાખ્યાનીય અપ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય પ્રત્યાખ્યાનીય-અપ્રત્યાખ્યાનીય સંજ્વલન આ ચારેય કષાર્યાથી જીવો નિયમાં મનુષ્ય આયુષ્ય બાંધે છે. આ બીજાથી ચોથા ગુણસ્થાનક સુધીમાં જે કહ્યું છે તે ભવનપતિથી શરૂ કરી નવ ચૈવેયકના દેવો સુધી જાણવું તેમાં વૈમાનિકના નવમા દેવલોકથી નવ ચૈવેયક સુધીમાં રહેલા દેવો તિર્યંચગતિ બાંધતા ન હોવાથી તિર્યંચાયુ બાંધતા નથી.
વૈમાનિકના ત્રીજા દેવલોકથી આઠમા દેવલોક સુધીમાં રહેલા દેવોનું વર્ણન -
પહેલા ગુણસ્થાનકે-અનંતાનુબંધિ અનંતાનુબંધિ-અનંતાનુબંધિ અપ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ પ્રત્યાખ્યાનીય-અનંતાનુબંધિ સંજ્વલન એમ ચારે કષાયો હોય છે. તેમાં પહેલા બે કષાયથી જીવો સન્ની પર્યાપ્તા તિર્યંચનું આયુષ્ય બાંધી શકે છે અને છેલ્લા બે કષાયોથી જીવો મનુષ્યનું આયુષ્ય બાંધી શકે છે. આ જીવો પણ મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જે બાંધે છે તે મધ્યમ આયુષ્યથી શરૂ કરી પૂર્વક્રોડ વરસનું આયુષ્ય બાંધી શકે છે. આથી વધારે આયુષ્ય બંધાતું નથી.
નવમા દેવલોકથી નવ ચૈવેયક સુધીનાં દેવાને પહેલા ગુણસ્થાનકમાં આ ચારેય કષાયો હોય છે અને એ ચારે કષાયોથી એ જીવો નિયમાં મનુષ્ય આયુષ્યનો બંધ કરે છે. તેમાં પહેલા બે કષાયોથી જે
Page 45 of 161