________________
પર્યાયોપેત દ્રવ્યગ્રાહક વિપુલમતિ. દ્રવ્યથી ૠજુમતિ અનન્તાનન્ત પ્રાદેશિક મનોભાવ પરિણત પુદ્ગલ સ્કન્ધોને વિષય કરે છે. તે જ સ્કન્ધોને વિશુદ્ધતર રૂપે વિપુલમતિ વિષય કરે, ક્ષેત્રથી અધોલોકિક ગ્રામમાં જે સર્વથી અધસ્તન પ્રદેશપ્રતર હોય તેને અને ઊર્ધ્વ જ્યોતિચક્રના ઉપરતલને અને તિર્યદિશામાં અઢી અંગુળ હીન અને અઢી દ્વીપ સમુદ્રસ્થ સંજ્ઞિપર્યાપ્ત પંચેન્દ્રિય જીવોના મનોગત ભાવોને વિષય કરે, અઢી અંગુળ અધિક તે જ વિષયોને વિપુલમતિ જાણે, કાલથી ૠજુમિત અતીત-અનાગત પલ્યોપમના અસંખ્યાત ભાગને જ વિષય કરે, વિપુલમતિ તે જ અધિકતર તથા વિશુદ્ધતર રૂપે વિષય કરે, ૠજુમતિ ભાવથી મનોગત અનન્ત ભાવોને વિષય કરે અને તે જ વિષયોને અધિકતર રૂપે વિપુલમતિ વિષય કરે.
યધપિ રૂપીદ્રવ્યોને વિષય કરનાર હોવાથી અવધિ તથા મન:પર્યાયજ્ઞાનનું કથંચિત્ સાધર્મ્સ છે જ, તથાપિ વિશુદ્ધિ આદિની અપેક્ષાએ ભેદ પણ છે જ. અવધિજ્ઞાની જે મનોદ્રવ્યને વિષય કરે તેનાથી મન:પર્યાયજ્ઞાની વિશેષ વિશુદ્ધ રૂપે જાણી શકે છે. અવધિજ્ઞાન અવિરત સમ્યગ્દષ્ટિને પણ હોય તેમજ દ્રવ્યથી અશેષરૂપિ દ્રવ્યો તેના વિષય છે. ક્ષેત્રથી લોકપ્રમાણ કેટલાક લોકપ્રમાણખંડની અપેક્ષાએ લોકાલોક વિષય પણ છે. કાલથી અતીત-અનાગત ઉત્સર્પિણી-અવસર્પિણી વિષયક અને ભાવથી અશેષ રૂપી દ્રવ્યો તેમાંય પ્રતિદ્રવ્યે અસંખ્ય પર્યાયવિષયક હોય, જ્યારે મન:પર્યાયજ્ઞાન તો આમર્ષ ઋદ્ધિમંત વર્ધમાન પરિણામી અપ્રમત્ત સંયતને હોય. તેનો વિષય તો ઉપર પ્રતિપાદન કર્યો છે. આ ઉપરથી ઉભયનો ભેદ સ્પષ્ટ રૂપે જણાઇ જશે.
વળજ્ઞાન :
નિખિલ દ્રવ્ય-ગુણ અને પર્યાય રૂપ અર્થનો સાક્ષાત્કર કરનાર જ્ઞાન કેવળજ્ઞાન. સકળ સામાન્ય અને વિશેષ મુખ્યત્વે આ જ્ઞાનના વિષય છે. સકળ જ્ઞેયાકારો આ જ્ઞાનના વિષય બને છે. એટલે જ્ઞેયપદાર્થો અનંત હોવાથી આ જ્ઞાન અનંત છે. જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મોનો ધ્યાન રૂપ અત્યંતર તપના યોગે આમૂળમૂળ ક્ષય કરવાથી ઉત્પન્ન થયેલ હોવાથી એકસ્વરૂપ છે. તે શાશ્વત છે, અપ્રતિપાતિ છે અને અન્યનું નિરપેક્ષ હોવાથી અસહાય છે-અસાધારણ છે. ચેતના પ્રકાશસ્વભાવથી જીવનું સ્વરૂપ છે.
પ્રકાશસ્વભાવી જીવને પણ ચંદ્ર-સૂર્યાદિવત્ આવરણ હોઇ શકે, તેમજ ધ્યાન-ભાવનાદિ દ્વારા પવનાદિવત્ તેનો નાશ પણ સંભવી શકે. તે આવરણ અનાદિકાલીન હોવા છતાંય સુવર્ણ-મળની જેમ પ્રતિપક્ષના સેવનથી વિનાશિ હોઇ શકે છે. અમૂર્ત પણ આત્માનું- ‘જેમ અમૂર્ત ચેતનાશક્તિનું મદિરાદિ દ્વારા આવરણ થઇ શકે છ તેમ.’-આવરણ ઘટી શકે છે. તે આવરણ આત્મામાં વિકૃતિ પણ કરી શકે છે, છતાંય તે વિનાશ્ય છે. રાગ-દ્વેષ અને મોહ એ આવરણ છે. તેનો સર્વથા ક્ષય કરનાર અર્હત્ પરમાત્મા છે, તેથી તેઓ જ વીતરાગ હોવાના કારણે સર્વજ્ઞ હોઇ શકે.
તે ભગવંતને જીવ ધર્મ રૂપ હોવા છતાંય મતિ આદિ જ્ઞાન ન હોઇ શકે, કારણ કે તે ભગવંતો ક્ષીણાવરણીય હોવાથી છદ્મસ્થ નથી; જ્યારે મતિ આદિ છદ્મસ્થાવસ્થા ભાવિ જ્ઞાનો છે. જેમ જન્મ-જરા-મરણાદિ છદ્મસ્થ ધર્મો સ્વભાવભૂત હોવા છતાંય સિદ્ધ પરમાત્માઓને સર્વથા કર્મજન્ય કલંકથી રહિત હોવાના કારણે હોઇ શકે નહિ, તેમજ કેવલિભગવંતોને પણ ત છદ્મસ્થિક જ્ઞાનનો અભાવ હોઇ શકે
છે.
અથવા તો જેમ રાત્રિમાં પ્રકાશકર પણ ચંદ્ર, નક્ષત્ર, તારાદિ ગણ સૂર્યોદય સમયે વિધમાન છતાંય ફ્ળ-પ્રકાશજનક હોતા નથી, તેમજ પૂર્વમાં સ્વફ્ળસાધક પણ મતિ આદિ ચાર જ્ઞાન કેવલજ્ઞાનના
Page 98 of 161