________________
એકેંદ્રી કહેવાય છે. ( આ વિષયે વનસ્પતિમાં જીવત્વવાળા વિષયમાં વધારે સ્પુટ કરેલ છે.)
ત્યારે
પાંચે ઇંદ્રિયોનું જાડાપણું (સ્થુળતા) અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અહીં કોઇ શંકા કરે કે-સ્પર્શેદ્રિય જો અંગુળના અસંખ્યાતમા ભાગ જેટલી જ જાડી હોય તો ખડ્ગાદિનો ઘાત લાગે છે, તેની વેદનાનો અનુભવ દેહની અંદર પણ થાય છે તે કેમ થઇ શકે ? આનો ઉત્તર એ છે ક-સ્પર્શેદ્રીનો વિષય શીતાદિ સ્પર્શ છે, ચક્ષુ ઇંદ્રીનો વિષય રૂપ છે, ઘ્રાણેંદ્રીનો વિષય સુગંધ દુર્ગંધ છે, પણ તેની વેદના તે તેનો વિષય નથી. વેદના તો દુઃખના અનુભવરૂપ છે અને તેને તો આત્મા જ્વરાદિકની વેદનાની જેમ આખા શરીરે અનુભવે છે. બીજો પ્રશ્ન એમ કરવામાં આવે કે ઠંડુ પાણો પીતાં તેની શીતળતાનો અનુભવ કેટલીક વખત અંદર પણ થાય છે તેનું શું કારણ ? તેનો ઉત્તર એ છે કે સ્પર્શેદ્રી તો જેમ બહાર વર્તે છે તેમજ અંદર પણ સર્વ અંગના પ્રદેશમાં વર્તે છે. પરંતુ અંદર ને બહાર પર્યંત ભાગે તેની જાડાઇ તો અંગુળના અસંખ્યાતમા ભાગનીજ છે.
હવે પાંચે ઇંદ્રીઓની પહોળાઇ કહે છે-શ્રવણ, ઘ્રાણ ને ચક્ષુ ઇંદ્રીનું પૃથુત્વ અંગુળના અસંખ્યાતમા ભાગનું છે, રસનેંદ્રિયનું પૃથુત્વ અંગુળ પૃથકત્વ (બે આંગુળથી નવ આંગુળ) છે અને સ્પર્શનેંદ્રિયનું પૃથુત્વ પોતપોતાના દેહ પ્રમાણ છે. સ્પર્શેદ્રિય શિવાય બાકીની ચાર ઇંદ્રિયોની પહોળાઇ આત્માંગુળે સમજવી અને સ્પર્શેદ્રિયની પહોળાઇ ઉત્સેધ આંગુળે સમજવી. અહીં કોઇ શંકા કરે કે- “જ્યારે શરીરનું પ્રમાણ ઉત્સેધ આંગુળવડે કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલી બાકીની ચાર ઇંદ્રિઓનું પ્રમાણ પણ ઉત્સેધ આંગુળવડે જ કરવું જોઇએ. કેમકે શરીરનું ઉત્સેધ અંગુળ ને બીજી ચાર ઇંદ્રિઓનું આત્માંગુળે પ્રમાણ કરવું ત યોગ્ય લાગતું નથી.” એનો ઉત્તર એ છે કે-એ જીવ્યા વિગેરેની પહોળાઇમાં ઉત્સેધ આંગુળ લઇએ તો ત્રણ ગાઉ ઉત્કૃષ્ટા મનુષ્ય શરીરમાં ને છ ગાઉ ઉત્કૃષ્ટા પશુ શરીરમાં તેના વિષયનું જ્ઞાન જ થશે નહીં. કારણકે એવડા મોટા શરીરમાં ઉત્સેધ આંગુળવડે નવ આંગળ પ્રમાણ ઉત્કૃષ્ટ માનવાળી આંતર નિવૃત્તિરૂપ રસનેંદ્રી એ પણ મોટા શરીરના પ્રમાણમાં હોવી જોઇએ તેવી મોટી જીવ્હાની અંદર વ્યાપી જ શકશે નહીં અને તેથી આખી જીવ્હાને રસનો બોધ થઇ શકશે નહિ. માટે તેનું પ્રમાણ આત્માંગુળ વડેજ સમજવું. ગંધાદિકનો વ્યવહાર પણ આત્માંગુળવડે જ સમજવો.
હવે પાંચે ઇંદ્રિઓ જઘન્યથી પોતપોતાના વિષયને કેટલા દૂરથી ગ્રહણ કરે તે કહે છે-ચક્ષુ વિના બાકીની ચાર ઇંદ્રિઓ અંગુળના અસંખ્યાતા ભાગથી પોતપોતાના વિષયને ગ્રહણ કરે છે, અને ચક્ષુ અંગુળના સંખ્યાતમા ભાગથી ગ્રહણ કરે છે. તેજ કારણથી ચાર ઇંદ્રીઓને વ્યંજનાવગ્રહ છે ને ચક્ષુઇંદ્રીને નથી. અહીં નવા શરાવલાન દૃષ્ટાંત આપેલ છે કે-જેમ નવું (કોરૂં) માટીનું પાત્ર એક પાણીના બિંદુથી આર્દ્ર થતું નથી; પરંતુ વારંવાર ઘણાં ટીપાં અવિચ્છિન્નપણે પડવાથી આર્દ્ર થાય છે, તેમ સૂતેલો (ઉંઘતો) માણસ એક શબ્દ કરવાથી જાગી જતો નથી, પરંતુ પાંચ સાત શબ્દો ઉપરાઉપરી કાનમાં પડવાથી શબ્દદ્રવ્યવડે કાન ભરાયે સતે તે જાગે છે. એ પ્રમાણે વ્યંજનાવગ્રહની ભાવના સમજી લેવી.
ચક્ષુ અપ્રાપ્યકારી હોવાની અંગુળના સંખ્યાતમા ભાગ દૂર હોય ત્યારે પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે; પણ તેથી નજીક હોય તો ગ્રહણ કરી શકતું નથી. અત્યંત નજીક એવું આંખમાં આંજેલ અંજન કે આંખમાં પડેલ ત્રણ વિગેરેને ચક્ષુ જોઇ શકતા નથી. આ વાત સૌ જાણે તેવી છે.
હવે વધારેમાં વધારે કેટલા દૂરથી આવેલા પોતપોતાના વિષયને ઇંદ્રીઓ ગ્રહણ કરે તે કહે છે. કાન બાર યોજનથી આવેલા શબ્દને સાંભળી શકે છે, ચક્ષુ સાધિક લાખ યોજન દૂર રહેલા પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે; અને બાકોની ત્રણ ઇંદ્રીઓ નવ નવ યોજનથી આવેલા પોતપોતાના વિષયોને ગ્રહણ
Page 71 of 161