________________
અનાદિકાળથી જગતમાં ભટકતાં એવા જીવોએ આવી રીતે કર્મોને ભોગવવા અને નાશ કરવા માટે અનંતીવાર સમુદ્ધાત કરેલા છે. આ ઉદીરણા કરણ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનાં સઘળાય જીવોને હોય છે. ઉદયની સાથે ઉદીરણા ચાલુને ચાલુ હોય છે. તેમાં જ્યારે વિશેષ પુરૂષાર્થ જીવ કરે છે તે વખતે આ. સમુદધાતની ક્રિયા પેદા થાય છે. આ સમુદ્ધાત કરતી વખતે જીવના આત્મ પ્રદેશો પોતાના શરીરની અવગાહના કરતાં બહાર નીકળે છે અને તે વખતે તે આત્મપ્રદેશો ઉપર જે કર્મો રહેલા હોય છે તે એકી સાથે તેનો નાશ થાય છે જો તે વખતે જીવ સમતાભાવમાં રહે તો નવા એના એ કર્મો કે એનાથી વધારે કર્મોનો બંધ થતો નથી પણ જીવ એ વખતે હાય વોય કરતો હોય, કષાયને આધીન થઇને ગુસ્સો આદિ કરતો હોય તો જેટલા કર્મો ખપે છે એના કરતાં જોરદાર વિશેષ રીતે બાંધે છે. માટે સમુધાતને ઓળખીને
થી સાવધ રહેવાનું છે. અત્યારે આ મનુષ્ય જન્મમાં સાવધ રહી શકોએ એવી શક્તિ અને સામગ્રી મળેલી છે. તો એ સંસ્કાર દ્રઢ થાય એ કરવા પ્રયત્ન કરવો જોઇએ.
સમુદ્ધાત સાત પ્રકારના હોય છે.
(૧) વેદના સમુદ્ધાત, (૨) કષાય સમુદ્ધાત, (૩) મરણ સમુદ્ધાત, (૪) વૈક્રીય સમુદ્ધાત, (૫) આહારક સમુધાત, (૬) તેજસ સમુદ્ધાત અને (૭) કેવલી સમુદ્ધાત.
(૧) વેદના સમુદ્ધાત :- અશાતા વેદનીયના કર્મના ઉદયથી આ સમુદ્ધાત જીવોને પેદા થાય છે. જ્યારે જોરદાર અશાતા વેદનીયનો ઉદય પેદા થાય ત્યારે પોતાના શરીરની જે અવગાહના હોય છે તેમાં જે જે પોલાણ ભાગો રહેલા હોય છે જેમકે નાકનો પોલાણ ભાગ કાનનો પોલાણ ભાગ ઇત્યાદિ પોલાણ ભાગોને આત્મપ્રદેશો વડે પુરે છે અને શરીરની જાડાઇ, ઉંચાઇ, લંબાઇ અને પહોળાઇ એક સરખી કરે છે અને સાથે સાથે એટલા ક્ષેત્રવ્યાપી કે એથી વધારે ક્ષેત્રવ્યાપી આત્મપ્રદેશોને બહાર કાઢી દંડાકારે બનાવે છે. આ દંડાકારે રહેલા આત્મપ્રદેશો એક અંતર્મુહૂર્ત સુધી રહે છે. આ વખતે જીવ અશાતા વેદનીયના બંધાયેલા જે પુગલો છે તેમાં ઘણાં ખરાને ભોગવીને નાશ કરે છે. કારણકે સમુદ્ધાતને પ્રાપ્ત થયેલ આત્મા તેના જ ઉપયોગવાળો હોય છે. અન્ય એટલે બીજામાં તે વખતે તેનો ઉપયોગ હોતો નથી. આથી વેદનાદિના અનુભવ જ્ઞાનમાં પરિણત થયેલો આત્મા ઉદીરણા વડે એ અશાતા વેદનીયના ઘણાં પુગલોને ઉદયમાં લાવીને ભોગવીને નાશ કરે છે એ વેદના સમુદ્ધાત કહેવાય છે. જુઓ આ સમુદ્ધાત વખતે આત્મા. સમાધિમાં રહે, આવેલા દુ:ખમાં દીન ન બને તો એ આત્માનું કલ્યાણ થયા વગર રહેતું નથી અને ફ્રીથી નવા અશાતા વેદનીયના કર્મો ભોગવવા લાયક બંધાતા નથી પણ જો જીવ દીન બનીને એ કર્મોને જો ભોગવે તો એ અશાતા વેદનીયના કર્મો સમુદ્ધાતના કારણે નાશ જરૂર પામે છે. પણ સાથે સાથે દીનતાના કારણે નવા એવા જ ભોગવવા લાયક કે એથી અધિક વેદના યુક્ત ભોગવવા લાયક કર્મો જરૂર બાંધે છે. આથી જીવને ઉંટ કાઢતાં બકરું પઠું એવી હાલત થાય છે. આ વેદના સમુદ્ધાત કહેવાય છે.
(૨) કષાય સમુદ્ધાત - ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી કષાયોથી આકુળ વ્યાકુળ બનેલો જીવ, અનંતાનંત કષાયોના કર્મોથી વિંટાયેલો જીવ પોતાના આત્મ પ્રદેશોને અવગાહનામાંથી બહાર કાઢી કાન, નાક વગેરેના પોલાણ ભાગોન પુરીને અને શરીરની લંબાઇ-પહોળાઇ તથા જાડાઇ પ્રમાણે દંડ બનાવે છે. એ દંડ રૂપે જીવો એક અંતર્મુહૂર્ત સુધી રહી શકે છે. એટલા કાળમાં જે કષાયનો સમુધાત હોય તે કષાયના ઘણાં પુદ્ગલોનો નાશ કરે છે તે કષાય સમુદ્ધાત કહેવાય છે. જો આ સમયે જીવ સાવધ રહે અને કષાયને આધીન ન થાય, ક્ષમા-નમ્રતા આદિ ગુણોને ધારણ કરે તો તેનાથી જે કષાયોની નિર્જરા થયેલી હોય છે. એનાથી ઓછા બંધાય છે પણ જો કષાયને આધીન થયેલો હોય અને તે વખતે ક્રોધાદિ કષાયને
Page 83 of 161