________________
તથા ઉત્તેજક તત્ત્વો પણ જ્યાં સુધી તાત્ત્વિક દ્રષ્ટિએ નિર્તીત થાય નહિ, ત્યાં સુધી તેઓનો પારમાર્થિક નિર્ધાર અશક્ય બને એ નિર્વિવાદ છે.
ક્યિા-ચારિત્ર-તપની તથા સમ્યગ્દર્શનની પણ નિર્મળતા, શુદ્ધતા તથા વાસ્તવતા તથાવિધ ઉત્તમ જ્ઞાન પર જ નિર્ભર છે.
પરમાર્થ દ્રષ્ટિએ તો જ્ઞાનની પરિપક્વતા એજ ચારિત્ર અને એ જ શુદ્ધ નિર્મળ પરિણિત રૂપ સમ્યગ્દર્શન છે.
એથી જ વિના જીવાજીવાદિના જ્ઞાને તેની શ્રદ્ધા શક્ય નથી અને તેથી જ ચારિત્ર પણ નથી” –એમ પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એટલું જ નહિ પણ “વિના તથાવિધ વાસ્તવ નિર્ધારે વિપર્યાય તથા સંદેહ પણ થવાનો પરિપૂર્ણ સંભવ હોવાના કારણે અને તેથી જ જન્મેલ ભવ-મોક્ષના હેતુમાં પણ વિપર્યસ્ત બુદ્ધિના કારણે પરીહાર્યનો સ્વીકાર કરી તથા ઉપાદેયનો ત્યાગ કરી અને શ્રદ્ધયની અશ્રદ્ધા તથા અશ્રદ્ધેયની શ્રદ્ધા કરી ચિરકાળ પર્યન્ત પરિભ્રમણ કરવું પડે છે.” -તેવું પણ પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
એનાથી પણ આગળ વધીને જ્ઞાનનો મહિમા ગાતા મહાત્માઓ જણાવે છે કે- “અજ્ઞાની ક્રોડો વર્ષ થયા જે કર્મની નિર્જરા ઘોર તપ દ્વારા નથી કરી શકતા, તે નિબિડ કર્મોનો વિનાશ જ્ઞાની એક ક્ષણ માત્રમાં કરી શકે છે.” –અલબત્ત ! તે જ્ઞાની ગુપ્ત તથા સંવૃત અર્થાત સંયમી હોવો જોઇએ.
ઇતર દર્શનોમાંય જ્ઞાનનો મહિમા મુક્તકંઠે વર્ણવવામાં આવેલ છે.
પ્રારબ્ધ અથવા સંચિત કર્મોનોય ક્ષણ માત્રમાં વિનાશક કોઇ પણ હોય તો તે એક સમ્યગજ્ઞાની જ છે. અર્થાત સમ્યગજ્ઞાન રૂપ અગ્નિ જ ચિરકાલીન કર્મ રૂપ કાષ્ઠોને એક ક્ષણ માત્રમાં ભસ્મીભૂત કરી નાખે
“મોક્ષની પ્રાપ્તિ સમ્યગજ્ઞાન ઉપર જ નિર્ભર છે. વિના સમ્યગજ્ઞાને મુક્તિની પ્રાપ્તિ જ શક્ય નથી. ગઢદ્ધિ અને સમૃદ્ધિ પણ સાંપડતી નથી. તપ, જપ અને સંયમ તથા નિયમાદિ પણ નિળ થાય છે.”
“પ્રમાણ અને પ્રમેયાદિ સોલ તત્ત્વ રૂપ અર્થોના તાત્ત્વિક જ્ઞાનથી મક્તિ પ્રાપ્ત થાય છે.”
“પ્રકૃતિ-સાત્ત્વિક-રાજસી-તામસી, બુદ્ધિ, મન ઇત્યાદિ રૂપ તત્ત્વોના વાસ્તવિક જ્ઞાનથી મહોદયની પ્રાપ્તિ થાય છે. ભલે પછી તે કોઇ પણ આશ્રમમાં હોય અથવા જટાધારી લિંગી કે મૂંડી હોય ! પરંતુ તે કર્મથી-પ્રકૃતિથી મુક્ત થાય છે, એ નિર્વિવાદ છે.”
આ સ્થળે એક ખુલાસો કરી લેવો જરૂરી છે કે જેથી ભ્રમણા ઉત્પન્ન થવાનો સંભવ ન રહેત. તે ખુલાસો એ છે કે- “પ્રકૃત સ્થળમાં જે ઇષ્ટની સિદ્ધિ અંગે ઇતર દર્શનનો સહારો લેવામાં આવેલ છે તે કેવળા અનુવાદ રૂપે જ સમજવાનો છે. ઇતર દર્શનોમાં પણ જેનશાસન સવાદિ વિષય હોય તો તે અપનાવવા યોગ્ય છે, પણ અવધીરણીય નથી. તેના પણ તે સર્વચનો પ્રવચનોક્ત વચનથી ભિન્ન નથી અને તેથી જ તેના. સર્વચનો દ્વષ્ય નથી, પરન્તુ અનુકૂળ હોવા સાથે નિર્દોષ હોય તો વિષયની પુષ્ટિ અંગે સ્વીકાર્ય છે.' છતાંય એ તો ધ્યાનમાં રાખવું જરૂરી છે કે- “એકાદ વચનની કાદાચિલ્ક નિર્દોષતાથી કે કાકતાલીયા સ્વીકાર્યતાથી સકળ વચનની નિર્દોષતા કે આદેયતા થઇ જતી નથી. તે તો મિથ્યા રૂપ હોવાથી તથા તાત્ત્વિક દ્રષ્ટિએ મુક્તિના ઉદ્દેશથી અથવા તેના હેતુના ધ્યેયથી રચિત નહિ હોવાના કારણે ત્યાજ્ય જ છે, એ એક નક્કર સત્ય છે. અને તેથી જ ઉપર્યુક્ત વચનો અથવા તથાવિધ અન્ય વચનો વાસ્તવ રીતિએ ધ્યેયશૂન્ય હોવાથી પારમાર્થિક મુક્તિના સાધક નથી, બલ્ક ભવના જ સાધક છે.”-એમ સમજાવવાની કાંઇ
Page 89 of 161