________________
ઇરછાના અભિલાષાથી પદાર્થોની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ નહિ પ્રાપ્ત થયેલ પદાર્થોની ઇરછાઓ. જીવોને પેદા થયા કરે તે કાંક્ષા. જગતમાં રહેલા પદાર્થોનું સ્વરૂપ જ્ઞાની ભગવંતોએ જ જણાવેલ છે કે જે પદાર્થો પ્રાપ્ત થયા કરે તેનાથી અપ્રાપ્ત પદાર્થોની ઇચ્છાઓ પેદા થયા કરે છે. માટે જ તે પદાર્થો સુખકારક ગણાતા નથી પણ પરિણામે દુ:ખરૂપ કહ્યા છે.
૫. ગૃદ્ધિ - પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ પેદા થયા કરવી. જેમ જેમ અનુકૂળ પદાર્થો પેદા થતા. જાય છે તેમ તેમ જીવોને તે પ્રાપ્ત થયેલ પદાર્થોમાં આસક્તિ થયા કરે છે તે પણ એક લોભનો પ્રકાર છે. તે ગૃધ્ધિ કહેવાય છે.
૬. તૃષ્ણા :- પ્રાપ્ત પદાથોનો વ્યય ન થાય એવી ઇચ્છા. જે અનુકૂળ પદાર્થો પ્રાપ્ત થયેલ હોય તે વાપરતા ખલાસ ન થઇ જાય. ખર્ચાઇ ન જાય તેવી ભાવના રાખીને લાંબા કાળ સુધી ચાલ્યા કરે તેવી વિચારણા કર્યા કરવી તે તૃષ્ણા કહેવાય છે.
૭. ભિદ્યા - વિષયોનું ધ્યાન કરવું. પાંચ ઇન્દ્રિયનાં જે જે અનુકૂળ પદાર્થો હોય તેની વિચારણાઓ કરીને તેમાં સ્થિર થવું તે ભિધ્યા. ૮. અભિઠ્યા :- ચિત્તની ચલાયમાન સ્થિતિ.
પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થોમાં જીવની જે ચંચળતા એટલે મળેલા પદાર્થો ટકશે કે નહિ નવા મળશે કે નહિ તેને વધારવા પ્રયત્ન કરતાં મારી પાસે વધશે કે નહિ ઇત્યાદિ જે વિચારણાઓ એ ચિત્તની ચલાયમાન સ્થિતિ કહેવાય છે.
૯. કામાશા - ઇષ્ટ શબ્દાદિની આશા. પાંચ ઇન્દ્રિયનાં અનુકૂળ પદાર્થો જે કહ્યા છે તે મેળવવાની આશાઓમાં રહ્યા કરવું તે કામાશા. ૧૦. ભોગાશા :- ઇષ્ટ ગંધાદિની આશા. મળેલા પદાર્થો ભોગવાશે કે નહિ ભવિષ્યમાં કામ લાગશે એવી જે આશાઓ તે. ૧૧. જીવિતાશા :- જીવવાની આશા.
હજી વધારે જીવાયતો સારું. હમણાં મારૂં મરણ ન આવે તો હવે શાંતિથી જીવાય એવી આશા. તે જીવિતાશા કહેવાય.
૧૨. મરણાશા - મરણની ઇરછા.
અનેક પ્રકારના રોગો પેદા થયેલા હોય, પીડાથી રીબામણ વધતી જતી હોય તો તે પીડાથી છૂટકારો મેળવવા માટે મરણની આશા રાખીને મરણને ઇરછયા કરવું તે મરણ આશા કહેવાય છે.
૧૩. નન્દી - સમૃદ્ધિમાં આનંદ.
પોતાના પુણ્યોથી મળેલી સામગ્રી અને સમૃદ્ધિમાં આનંદ માની માનીને જીવવું તે નદી રૂપે લોભનો. પ્રકાર કહેલો છે.
૧૪. રાગ – સ્નેહ. તે સમૃદ્ધિના પદાર્થોને વારંવાર જોતાં તમાં આસક્તિ મૂચ્છ વગેરે પેદા થતાં થતાં તે પદાર્થોમાં રાગ કર્યા કરવો તે રાગ.
આ રીતે લોભના ૧૪ ભેદો કહ્યા છે.
આ રીતે જ્ઞાની ભગવંતો કહે છે કે જગતમાં રહેલા જીવો ક્રોધાદિ કષાયને આધીન થઇને આ બાવન પ્રકારના જુદા જુદા ભેદમાં ગુંથાયેલા દુ:ખ પામતાં પામતાં પોતાનો સંસાર સંખ્યાત કાળનો-અસંખ્યાત કાળનો કે અનંત કાળનો વધારતાં જાય છે. જે જીવોને પોતાનો દુ:ખમય સંસાર
Page 50 of 161