Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 22
________________ એક ખેડૂતને સારે ખેડુત બનાવ, એક મજુરને સારે મજુર બનાવવો, એક મેચીને સારો મેચી બનાવવો એ સિવાય કેળવણીને બીજે કાંઈ ઉચ્ચ હેતુ હવે સંભવ નથી. પરંતુ એમ કહેવું તે ગેર વ્યાજબી છે. કેળવણીથી જે સ્ત્રીઓ સ્વછંદી થઈ જતી હોય, કેળવણીથી જ જે સ્ત્રીઓ દુરાચારી બની જતી હોય તે હું કહું છું કે તે કેળવણું જ નથી. જે દીપક પ્રકાશ ન ફેલાવતાં ઉલટે અંધકાર ફેલાવે તેને કયે બુદ્ધિમાન દીપક કહી શકે? જે દીપક માત્ર પુરૂ-છે ના અમુક ભાગને જ પ્રકાશ આપી શકે તે વસ્તુતઃ પ્રકાશજ નથી. કેળવણીથી સ્ત્રીઓનું ચારિત્ર્ય બગડી જાય છે, એમ કહેવું તે ઘેર મિથ્યા અપવાદ છે. જે સત્ય અમુક સીમાની અંદરજ “સત્ય” રૂપે રહી શકે તે ખરું જોતાં સત્ય જ નથી. સ્ત્રીઓને ઉચ્ચ કેળવણીની શું જરૂર છે તેને એક જ જવાબ છે, અને તે એજ છે કે નદીઓ અને નહેરેથી આસપાસના ક્ષેત્રને ફળદ્રુપ બનાવી શકાય, પરંતુ સમગ્ર પૃથ્વીને ફળદ્રુપ બનાવવી હોય તે નદીઓ–નહેરેથી ન ચાલી શકે. તેને માટે તે મૂશળધાર વૃષ્ટિ જ પડવી જોઈએ. આ વૃષ્ટિમાં પણ નદી-નહેરનું તો જીવન સમાયેલું જ છે એ ભૂલવાનું નથી. સ્ત્રીઓની સર્વાગીન કેળવણીમાં પણ ગૃહ-સંસાર અને સંતાનપાલનની કેળવણી રહેલી જ છે એમ કહેવાની જરૂર નથી. Ge

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82