Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office
Catalog link: https://jainqq.org/explore/005677/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી સુદ ––શ્રાવિકાના ગ્રાહકેને ભેટ. ર0000000000000000000000000000000 સંવત કિ રાખી. 00000000000 ૧૯૭૫ 299990OOLOQQocococcococcccocccacc ખેડ્ડી Cwww. લેખક, - પ્રકાશક, ગુલામય લલ૯ભાઇ. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ સખી પ્રકાશક, શ્રીસુખ ૬૭-શ્રાવિકા. ” ઑફીસ. ભાવનગર. Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાવનગર—ધી આનંદ પ્રીન્ટીંગ પ્રેસમાં “શ્રાવિકા”ના તંત્રી શેઠ દેવચંદ દામજી કુ લાકરે છાપ્યું. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ ઉપોદઘાત. ASSIP ( = = જે કે સાહિત્યના ક્ષેત્રમાં આપણે પશ્ચિમ કરતાં હજુ ઘણું પાછળ છીએ તેપણ દિનપ્રતિદિન વાંચન પ્રેમને ધીમે ધીમે વિકાસ થતું જાય છે. કેમ તેમજ જાતિહિત અર્થે અવનવાં માસિકે-પત્રો દેશમાં જન્મ લેતાં જાય છે. આ ભવિષ્યનું એક શુભ ચિહ્ન છે. છે નવું-ઘડાએલું વાંચન, વિષયને સરળ તેમજ આકર્ષક કરનારાં વિષયને લગતાં ચિત્ર, તેમજ મને- હું હર કા વિગેરેથી આવાં નીકળતાં માસિક-પત્રને સુ છે સજજીત કરવાં એ જેમ પ્રકાશકની ખંત, કુશાગ્ર બુદ્ધિ અને લોકમતને સાથે મળી કેળવવાની આવડત ઉપર છે આધાર રાખે છે તેમ તે માટે ઘટતો ભેગ આપવાને વાચક–પ્રજાગણને ઉત્સાહ-આદર અને અવલંબન છે. પણ સાહિત્ય ખીલવણી માટે તેટલેજ જવાબદાર છે. આ છતાં દુર્ભાગ્યે હજુ આપણા દેશમાં આવી ઉભયપક્ષી જવાબદારી સ્વીકારવામાં આવી નથી. તેથી જ પ્રકા Page #6 -------------------------------------------------------------------------- ________________ શકને ઉત્સાહ, તન મન અને ધનને યથાશક્તિ ભેગ આપવા પછી પણ મંદ પડી જાય છે. અને તે રીતે ઘણું ઉછરતાં માસિકે-પ સમાધિસ્થ થઈ જવાના A પ્રસંગે પણ આપણને ખેદ સાથે નીહાળવા પડે છે. આટલું છતાં સચિત્ર માસિકની પ્રણાલી હિંદ માટે, બંગાળમાંથી શરૂ થઈ દક્ષિણ માગે છેલાં ત્રણ ચાર વર્ષથી ગુજરાતમાં પ્રવેશી છે, અને તેના પગલે તે ચાલવાને અમારે આ નમ્ર પ્રયત્ન છે. જણાવવું જોઈએ કે સચિત્ર માસિકો માટે છે તેવાં ચિત્ર પાછળ બહેળે ખર્ચ થતું હોવાથી સ| સિત્ર માસિકે, ભેટની બુક આપવાનું બંધ રાખે છે અને અમે પણ તેજ રીતે ભેટ આપવાનું સાહસ ઉઠાવી શક્યા નથી. પરંતુ સ્મરણ તરીકે લહાણું કરવાના પ્રસંગનું અનુકરણ કરી, અમારાં માતુશ્રી કે જેમના જીવનમાં સ્ત્રી જાતિની ઉન્નતિ માટે ઉંડી લાગણી હતી, અને આ માસિકને સખ્ત મોંઘવારીમાં જન્મ આપવાનું સાહસ કરવામાં તેમની છુપી પ્રેરણા હતી, તેથી અમારા અને અમારા વાચકોમાં મહુંમના નિત્ય સ્મરણ અર્થે કંઈ આપવાને અમે નિશ્ચય કર્યો હતો. તેમના જીવનમાં પ્રહવ્યવસ્થા–શુદ્ધિ-નિયમિ. . તપણું-દઢતા-આપ્ત જને પ્રત્યે સમાન-વિશુદ્ધ Page #7 -------------------------------------------------------------------------- ________________ પ્રેમ અને બાળકને ઉછેરવાની સમજભરી કાળજીના 8 પરિણામે મારૂં ગૃહરાજ્ય જે આબાદી ભેગવવા ભાછે. ગ્યશાળી થયું તેના માટે ગમે તેટલી સેવા કે શ્રમ પછી પણ ત્રાણુમુક્ત થવું અશક્ય છે. કોઈ પણ માણસની કિંમત તેની ગેરહાજરીમાં જ આંકી શકાય છે. તેમ મારા માતુશ્રીના સ્વર્ગવાસ પછી હાાં બહેન અજવાળીને પુત્ર ભાઈ બચુ કે જે તેમની હૈયાતિમાં રૂપુષ્ટ તંદુરસ્તી ભેગવતે હતું તે, તેમજ મારે એક પુત્ર, એકાએક ટુંક જીંદગીમાં સ્વર્ગવાસ પામવાથી વૃદ્ધ વડીલોની ગેરહાજરીનું દુઃખદ પરિણામ હું તુર્તજ જોઈ શક્યો છું. આવા કડવા અનુભવથી હું તેમજ ઈતર વર્ગ બચી શકે તે માટે આપણું સ્ત્રીસમાજનું સ્થાન-કર્તવ્યધર્મ–અને છે શિક્ષણ પ્રણાલિની કંઈક રૂપ રેખા શેધવાને પ્રયત્ન કરતાં રા. સુશીલના હાથે લખાએલ “સખી” ગ્રંથ છે મારા વિચારે અને ભાવનાને છેક અનુકુળ જે તે બહાર પાડવા અને અમારા વાચકોને ભેટ આપી તેને બહોળો ફેલાવો કરવા આ તક લીધી છે. | મારી અંતિમ ભાવના એજ છે કે આ ગ્રંથ થરે ઘરે સ્ત્રી-સમાજમાં વંચાય અને સ્ત્રી જીવનમાં કંઈક સુધારણા-અને સમજદારી-જવાબદાર સત્તાનું બળ ખીલવા પામે તો મારા શ્રમની સાર્થકતા થયેલી Page #8 -------------------------------------------------------------------------- ________________ લેખીશ અને મારાં સદ્દગત માતુશ્રી કસ્તુરબા તેમજ મહારાં બેનના પુત્ર (ભાણેજ) ભાઈ બચુના સ્મરણની ભાવના સફળ થયેલી ગણીશ. * છેવટે ગ્રંથની યોજના તથા તે માટે ઘટતી વ્યવસ્થા કરવામાં મ્હારા મુરબ્બી અને આ માસિકના તંત્રી શેઠ દેવચંદ દામજી કુંડલાકરે દરેક અનુકુળતા કરી આપીને તેમણે મને ઉપકારના વધુ બેજા નીચે મુક્યા છે, તેના માટે એક બાળક તરીકે હું ક્યા ! શબ્દ લખી શકું? ગુલાબણદ લલ્લુભાઈ શાહ. વ્યવસથાપક. લી. Page #9 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત. હારાં એક ધર્મભગિનિ–બહેન શ્રી ચંદ્રમણ માત્ર ૨૫ વર્ષની વય, અનાયાસે પ્રાપ્ત થયેલાં સર્વ | સાંસારિક સુખોનો ત્યાગ કરી છે એક માસ ઉપર સ્વર્ગવાસ પામ્યાં ત્યારે મને લાગ્યું કે પરમાત્મા ન્યાયી, દયાળુ અને કલ્યાણકાર હોય એમ હવે મારાથી પણ તે નહીં સ્વીકારી. શકાય. જે પરમાત્મા ત્યાગ-સેવા અને સહૃદયતાની મૂર્તિ જેવી એક ઉછરતી બહેનને | કુતુહળની ખાત૨ કે પિતાનું પ્રભુપણું દર્શાવવાની છે | ખાતર સંસાર માંથી ખેંચી લે તેને હું પરમ દયાળુ કે કૃપાળુ કેમ, કહી શકું? અલબત્ત, શક્તિમાન કહી શકુ. પરંતુ શક્તિ કંઈ ભક્તિને આકર્ષી ન શકે. 5 છે બહેન નો નેહ શું તે હું પ્રથમ જાણ નહતે. છે A બહેન શ્રી ચંદ્રમના નિર્મળ અને વિશુદ્ધ સ્નેહ મને તેનું કંઈક ભાન કરાવ્યું હતું. હું તેમને “રણવગડામાં વિસામે માડીતારી ઝુંપડી !” જેવા જ | ભાવથી નીહાળતો. તેમના આકસ્મિક અવસાનથી હું બહુ ખેદ પામે. આવાં એક નારીરત્નને હરી જવામાં છે અને નિર્ધન સંસારને અધિક કંગાળ બનાવવામાં પરમાત્માએ પોતાની શક્તિશામાટે ખચી નાંખી હશે? એવા વિચાર આવતાં હું ઘડીભર નાસ્તિક બન્ય. 1. પણ એ નાસ્તિકતા વધુવાર ન ટકી. હું જેમ જે મ આપણા સમાજના વર્તમાન સંગે અને | સંસ્કારને વિચાર કરતે ગયે, તેમ તેમ મને ખાત્રી છે Page #10 -------------------------------------------------------------------------- ________________ થતી ગઈ કે જે હેને અથવા શાતાઓને માટે નિર તર સહન કરવાનું જ નિર્માયેલું ડાય, જેમને પરમા માની આવી સુંદર રાષ્ટિમાં પણ છેક પરવશ અને પછાત પડયા રહેવાનું સર્જાએલ હાય, અને જેમને બહુ બહુ તા “ નારી નર્કનું દ્વાર” કે ‘વિ મયુ’ ના નક્કી થઈ ગયેલાં-વજાલેપ સમાં શાસ્ત્રવાયા ઉપરાંત ભાગ્યેજ ખીજા ઉદાર ઉપદેો સાંભળવાને મળતાં ડાય, તેમને સ્વયં પ્રભુ પણ દીર્ઘાયુ તથા ખીજી આંતર્-સંપત્તિએ કેમ આપી શકે ? આ વિચાર વખત જતાં વધારે સ્પષ્ટ આકાર પામતા ગયા. પ્રસંગ મળતા મેં તે વિચારેા, આ પુસ્તકમાં, સખી સાથેના પત્રવ્યવહાર રૂપે લિપિબદ્ધ કર્યો છે. મને કાઇ કાઇ સ્થળેથી એમ પણ કહેવામાં આવ્યું છે કે “સ્ત્રી-સ્વા પીનતાની તમારી હીમાયત જરા વધારે પડ્તી છે. ” હું તેના ઉત્તર આપવા ઇચ્છતા નથી. માત્ર એટલુ જ હીશ કે મ્હારી અસંખ્ય વ્હેના અને માતાઓની શારીરિક તેમજ નૈતિક નિળતાએ જ મને આ હિમાયત કરવાને પ્રેર્યાં છે. મારી દ્રષ્ટિ આગળ તેમના સંકુચિત અને રૂઢીબદ્ધ જીવના તર્યાં કરે છે. ગાવી સ્થિતિમાં હું તેમને આત્મખળ ખીલવવાનીહિમાયત સિવાય ખીજા પતિભક્તિ જેવા પ્રચલિત અને સ્વાર્થસૂચક સ ંદેશા માકલી, ક્ષણિક કીર્તિ મેળવવાનું સાહસ કેમ કરી શકું ? સુશીલ. Page #11 -------------------------------------------------------------------------- ________________ जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसि । જંગના શબ્દકોષમાં માતાના નામ જેવા ખીજે એકે. મધુર-મેહક અને આકર્ષક શબ્દ નથી. માતાના ઉપકારાનું વર્ણન કરવું એ ઉપકારનીજ લઘુતા બતાવવા જેવું થતું હાય એમ લાગે છે. એટલા માટે એ માતાને ઉદ્દેશી ભક્તિપૂર્ણ હૃદયે માનપૂર્વક આજે મસ્તિષ્ક નમાવવામાંજ સંતેષ માની લઉં છું. ગુલાબચંદ Page #12 -------------------------------------------------------------------------- ________________ fillingliniiliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiાન સ્વ૦ ભાણેજ બચુભાઈ IIIIIIIiiiiiiiiiiiiiiiiiiii jitutiliiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii IIIIII: III III) fill} } : .||:TT!, illitી: X HiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII ' જેના મધુર શબ્દવની પાસે એક વખતે સ્વર્ગીય સંગીત પણ તુચ્છ લાગતું હતું અને જેના પ્રકાશથી સમસ્ત ગૃહ ઝળહળી રહેતું હતું તેવા ભાણેજ સ્વ. ભાઈ બચુના સ્મરણાર્થે નામ-ચિત્રાદિને ઉલ્લેખ કરી આજે વિરમવું પડે છે. [ગુ. લ.] (iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii Page #13 -------------------------------------------------------------------------- ________________ *સખી.ક આત્મભાન. (૧) સખી! મને કાંઈ ઉપદેશ આપવાના અધિકાર છે કે નહીં તે હું જાણતી નથી. હું તમારા કરતાં વયમાં મ્હોટી છું. પરંતુ વાવૃદ્ધ હોવાના કારણેજ હું તમને કાંઇ ઉપદેશ ન આપી શકું. મ્હારા સખાધન ઉપરથી જ તમે જોઈ શક્યાં હશે કે મેં તમને “પુત્રી” કે “કુળલક્ષ્મી”ના વિશેષણથી સમાધવાને બદલે ‘સખી’ શબ્દથી જ સંબધન કર્યું છે. આનુ કારણ ફકત એટલુ જ કે હું તમારા કરતાં વયમાં મ્હાટી છું, તમારા કરતાં વિશેષ વિદુષી છું, તમારા કરતાં વિશેષ અનુભવી છુ' એવા ખાટા અભિમાનથી આ પત્રા લખું છુ એ ખ્યાલ તમારા મગજમાંથી નીકળી જાય. એક સખી જેવી રીતે પેાતાની અન્ય સખીને પેાતાના મનની ગૂઢ વાત, કોઈ પણ પ્રકારના દંભ કે અભિમાન વિનાસ્પષ્ટ રીતે—સ્વાભાવિકપણે કહી સંભળાવે છે તેવીજ રીતે હું પણ મારા અંતરની કેટલીક વાતે તમારી પાસે રજુ કરી કૃતાર્થ થવા માગું છું. તમારા હિતની ==== Page #14 -------------------------------------------------------------------------- ________________ ખાતર નહિ, તમારા સુખની ખાતર નહિ પણ તમારા હિતમાં મારૂં હિત, તમારા સુખમાં મારૂ સુખ સંપૂર્ણ પણે સમાયેલું છે એવી દ્રઢ માન્યતા પૂર્વકજ આ પ્રવૃત્તિ શરૂ કરૂ છું. આશા રાખું છું કે મારા આ ટુકા પ્રસ્તાવ, મારા વિચારી સમજવામાં તમને કિચિત્ ઉપયેાગી થઈ પડશે. · મ્હેની, અખળા જાતી કેવી રીતે સુખી અને અને પ્રજાના ઉદ્ધારમાં કેવી રીતે સહાયક થાય એવા પ્રશ્નના આજે યુગા થયાં પૂછાતા આવ્યા છે અને તેના ઉત્તરાના પણ કાંઈ ટુટા નથી. છતાં, અબળાઓની સ્થિતિમાં કાંઇ ફેર પડ્યો નથી એ શુ' આશ્ચર્ય જેવુ નથી ? મને આ ખામત ઉપર સંપૂર્ણ વિચાર ચલાવવાની તક મળી છે અને છેવટે હું એવા નિર્ણય ઉપર આવી છું કે જ્યાંસુધી સ્ત્રીએ પેાતે પોતાનું આત્મસમાન ન સમજે, પાતે પેાતાને માટે ઉન્નતીના ધારી માર્ગો તૈયાર ન કરે ત્યાંસુધી વ્હારના સેકડા ઉપાયા અને ઉપચારાથી કલ્યાણ થવાનુ નથી. એ પેાતે પેાતાની સ્થિતિ અને સયેાગા વિચારી યથાશક્તિ જ્ઞાન નીતિ અને ધર્મમાં આગળ વધવાના પ્રયત્ન કરવા જોઇએ. સ્ત્રીઓએ પેાતે પેાતાનુ મહત્વ ખરાઅર સમજી તે પ્રમાણે વન ચલાવવું જોઇએ. જે પ્રાણી પાતે પાતાની જાતને મદદ કરી શકતું નથી, જે પ્રાણી પાતે પેાતાના સામર્થ્યમાં વિશ્વાસ ધરાવી Page #15 -------------------------------------------------------------------------- ________________ શકતુ નથી તેને ખુદ પરમાત્મા પણુ સહાય કરી શકતા નથી. તેની પ્રાર્થનાઓ અને કાકલુદીઓનુ તલમાત્ર પણ મહત્વ અંકાતુ નથી. પુરૂષષ કે સ્વના દેવતાઓ આવી આપણૅ કલ્યાણુ કરી જાય એવી આશા રાખવી નકામી છે. આપણામાં જો આપણાપણું ન હેાય તેા ખીજું કાઈ આપણે માટે શુ કરી શકવાનું હતું ? તમે પેલી એક ટાશીવાળી વાર્તા તે સાંભળીજ હશે. એમ કહેવાય છે કે એક ડેાશી આંખેડ આંધળી—દરિદ્ર અને ઘણી કંગાલ હતી. પરન્તુ તેણીએ એકજ વાકયમાં પરમાત્મા પાસેથી એવું વરદાન લઈ, લીધુ કે તેની સઘળી આવશ્યકતાએ, આશાઓ અને મનારથા એકજ માગણીમાં પુરાં થઈ ગયાં હતાં. તેણે કહ્યું હતું કે “ પ્રભુ ? જો તમે મારા ઉપર ખરેખર જ પ્રસન્ન થયા હા તે મારા માત્ર એકજ મનાથ સફળ કરા. આ મનારથ તે ખીજો કાંઇજ નહીં, પણ હું મારા દીકરાના દીકરાની વહુને સાનાની ગાળીમાં રત્ન જડિત વલેણાવતી સાત માળની હવેલીમાં છાશ કરતી જોઈ શત્રુ, એવા પ્રસંગ ઉપસ્થિત કરી આપે! ” વૃદ્ધ ડા શીમાએ કેવી ચાલાકીથી એકજ વાકયમાં સંતાનસુખ, સમૃદ્ધિ, પુત્રવધુ અને દિર્ઘાયુ આદ્ધિ માગી લીધાં તેના વિચાર કરતાં આપણુને ઘણીવાર અજાયબી લાગે છે. હુ પણ એજ ડેાશીમાની માફક સ્રીઓની ઉન્નતિ અને સુધારણા માટે માત્ર એકજ વાકય દ્વારા પરમાત્માને Page #16 -------------------------------------------------------------------------- ________________ એવી પ્રાર્થના કરું છું કે “પ્રભુ! અમને બીજુ I કાંઈજ નથી જોઈતું, અમે અમારું આત્મબળ આત્મ છેગૈરવ, આત્મસંમાન અને કર્તવ્ય સમજી શકીએ અને તે પ્રાપ્ત કરી શકીએ, એવી તક આપ.” એકજ ઔષધી જેમ અનેક રેગેને હણે છે, તેવી જ રીતે જે આપણી આ પ્રાર્થના સફળ થાય તે મને ખાત્રી છે છે કે આપણું અબળાજાતીમાં દાખલ થયેલાં સેંકડો આધિ-વ્યાધિ અને ઉપાધિઓ તેજ ક્ષણે દૂર થયા વિના રહે નહીં. પરંતુ હું ઉપરજ કહી ચુકી છું કે પર માત્મા પોતે આપણું પ્રાર્થનાઓ સાંભળી આપણને ઉંચે લઈ જાય એમ માનવું એ કાયરતાજ છે. ભગ વાનને આપણી શી પડી હોય? ભગવાન પણ સાધના, તપસ્યા અને ભક્તિથીજ પ્રસન્ન થાય છે. આપણે ભગવાનનું પુરૂં સ્વરૂપ પણ નથી જાણતાં તે પછી તેની ભક્તિ અને ઉપાસના દ્વારા આપણે ઈષ્ટસિદ્ધિ મેળવીજ કેમ શકીએ! આપણે પોતે આપણા આછે ત્માની સાધના અને ઉપાસના કરવી જોઈએ. શાસ્ત્રમાં કહ્યું છે કે “નાયાસ્મા વહન :” અર્થા ત્ નિર્બળ માણસે પિતાના આત્માને પામી શકતા નથી. જ્યાં સુધી મનુષ્ય પોતે પોતાના આત્માના સામર્થ્યને ન સમજે, મનુષ્ય પોતે જ આત્મા ઉપર શ્રદ્ધા રાખતે ન થાય, ત્યાં સુધી બહારની અનંત સાનુકૂળતા એ પણ તેને સુખ આપવાને બદલે ઉલટી દુઃખદાયક Page #17 -------------------------------------------------------------------------- ________________ જ થઈ પડે છે. પુરાણમાં એક એવી કથા છે કે એક છે મહાન કાપીની ઝુંપડી પાસે એક ઉંદરડી રહેતી હતી. # આ ઉંદરડી ઉપર અષીરાજ કેટલાંક કારણોને લીધે ! ઘણુ પ્રસન્ન થયા અને કહ્યું કે “તું માગ તે હું આવું!” , | ઉંદરડીએ બહુ બહુ વિચાર કરી, છેવટે એવી માગણી | કરી કે “જે આપ મારા ઉપર પ્રસન્ન થયા છે તે - મને ઉંદરડીના સ્વરૂપમાંથી ઉગારી લઈ બીલાડીને તું દેહ આપે, જેથી હું બીલાડીઓના નિત્યના જુલમમાંથી સદાને માટે મુકત રહી આનંદ અને સ્વાતંત્ર્યમાં દીવસે ગુજારી શકું.” ઋષિરાજે કહ્યું-"તથાસ્તુ !” ઉંદરડી હતી તે બીલાડી બની ગઈ. થોડા દિવસો વ્યતીત થયા એટલે પાછી તે બીલાડી ઋષિ પાસે આવી કહેવા લાગી કે –“ આપે મને બીલાડી તે બનાવી, પણ કુતરાઓ મને સુખે જંપવા દેતા નથી. માટે જે જરા કૃપા કરીને મને કુતરાને દેહ આપો તે પછી ફરીથી તમારી પાસે આવી તમને નકામી તસ્દી ન આપું. ગમે તેમ કરીને મારી આ પ્રાર્થના મંજુર કરે.” ઋષિએ કહ્યું—“જા, તથાસ્તુ!” બીલાડી હતી તે મહાત્માની કૃપાથી કુતરી બની ગઈ. પરંતુ કુતરાઓ ઉપર મનુષ્ય કે ત્રાસ વર્તાવે છે તેને કડવે અનુભવ થતાં, થોડા દિવસ છે પછી પુન: તે મહાત્મા પાસે આવી અને કહેવા લાગી છે કે મને માણસો બહુ હેરાન કરે છે, લાકડીના પ્ર- છે. Page #18 -------------------------------------------------------------------------- ________________ ' હાર સિવાય, મે' જે ઉચ્ચ સુખની આશા રાખી હતી તેમાંના તા અંશ સરખા પણુ મળી શકતા નથી. માટે મને જો એકવાર વિશેષ કૃપા કરી માસ અનાવા તે પછી હું કાઇ વાર આપની પાસે આવી આપને વિદ્મભૂત ન થઉં. ” વાર્તા જરા લાંબી છે. ઋષિરાજે પેાતાના સામર્થ્યથી ક્રમે ક્રમે ઉંદરડીને એક દેવતાની પદવીએ ચડાવી. છતાં તેમાં પણ તેને સુખ-શાંતિ ન મળી તે અંત સુધી ન જ મળી. આખરે ઉંદરડીની ઉપરાઉપરી માગણીઓથી કંટાળી ઝ ષિએ કહ્યું કે--‘“પુનર્મુષિો મવ !” અર્થાત્ “જા, પાછી, હતી તેવી ને તેવી જ ઉંદરડી બની જા !” આ વાત ઉપરથી સમજવાનું એ છે કે મીજાની કૃપાથી એક પ્રાણી ગમે તેટલી ઉંચી સ્થિતિએ ચડે, પણ જ્યાં સુધી તેને પેાતાના આત્મબળ અને સામર્થ્યના સપૂજું વિશ્વાસ ન આવે ત્યાં સુધી તે દુ:ખી ને દુ:ખી જ રહેવાનુ ! દેવતાની સ્થિતિએ ચડવા છતાં જે પેાતાના આત્માને ઉંદરડી જેવા જ માને તેના નસીમમાં સુખ-શાંતી કેાઇ કાળે હાઈ શકે ખરી ? એવી જ રીતે જ્યાં સુધી આપણે આપણી જાતને છેક નિ ળ–પરાધીન અને આશીઆળી માની લઈએ, આપણે પણ આ સસારમાં જન્મ ધરી ગૃહરાજ્ય ચલાવવાનું છે, આપણે શીરે સખળ પ્રજાના વારસા મુકી જવાની જવાબદારી છે, કીર્તિની સુવાસ ફેલાવવાના Page #19 -------------------------------------------------------------------------- ________________ જન્સહક્ક છે, એમ અંત:કરણપૂર્વક માનતા ન થઈએ ત્યાં સુધી પુરૂષેના ઠરાવ, પાર્લામેંટના કાયદાઓ કે ધર્મોપદેશકોના હજારે ઉપદેશે શું કરી શકવાના હતા ? મારે ફરી ફરીથી તારા દિલ ઉપર જે એક વાત ઠસાવવાની છે તે માત્ર એટલી જ છે કે સખી! આપણે પોતે આપણું કર્તવ્યની સીમા નક્કી કરવી જોઈએ, આપણે પોતે આપણી સુખ અને ઉન્નતિની [ પાકી સડક તૈયાર કરવી જોઈએ. બીજા ઉપર આધાર રાખી બેસવું એ નકામું છે. ખરૂં પૂછે તો બીજએ આપણું કલ્યાણ કરવા 5 જતાં ઉલટું અકલ્યાણ જ કરે છે એમ કહું તે અકદળાઈ જઈશ નહીં. હું તારી પાસે મારા હૃદયની ગૂઢ વાતે જ ખુલ્લી કરું છું. મને આ દીર્ઘજીવનમાં વાં| ચન-મનન અને અનુભવથી જે કાંઈ પ્રાપ્ત થયું છે ! તેને સહેજ ભાગ તારી પાસે ની:સંકેચપણે રજુ કરવા માગું છું. હું કદાચ ભૂલતી પણ હઈશ પરંતુ | પ્રથમથી જ એમ માની લઈ મને અન્યાય ન આપીશ. મારા પત્રો ઉપર સંપૂર્ણ વિચાર ચલાવજે અને પછી છે તેમાંની જે કોઈ વાત તને વાજબી લાગે તેને અમ લમાં મુકી ઉજજવળ દ્રષ્ટાંત પુરૂં પાડજે. જીવનની - સાર્થકતા અને સફળતા પણ એજ છે. હા, પણ હું તે શું કહેતી હતી ? હું એમ કહેવા માગું છું કે સ્વાલંબન સિવાય બીજું બધું નકામું છે. બીજા આ છે * - -- - -કે Page #20 -------------------------------------------------------------------------- ________________ છે પણ હિતૈષીઓ આપણને સ્વતંત્ર અને સુશીક્ષિત ! [ બનાવવા જતાં ઉલટા કેટલીકવાર વિશેષ ૫ રાધીન અને અલ્પજ્ઞ બનાવી દે છે. હું એક દ્રષ્ટાંત દ્વારા આ વાત સિદ્ધ કરીશ. સ્ત્રીકેળવણીની જ્યારે જ્યારે વાતે અને ચર્ચાઓ થાય છે ત્યારે ત્યારે કહેવામાં આવે છે કે સ્ત્રીઓને ઉંચી કેળવણી આપવાની જરૂર નથી. તેમને તે માત્ર ગૃહકાર્ય અને છે સંતાનપાલન આદિનું શિક્ષણ મળે એટલું જ બસ છે. તેમને કયાં નેકરી કરવા જવું છે? આ મતથી હું તદ્મ વિરૂદ્ધ નથી. ગ્રહ એજ ક્રીઓનું મહાન રાજ્ય છે, એમ હું પોતેજ આગળ જતાં પુરવાર કરવાની છું; આ આપણને નેકરીએ જવાની કેનાચના મેળાવડાઓમાં જવાની કશી આવશ્યકતા નથી એ તે હું પણ માનું ! છું; પરંતુ આપણે કેળવણીની જેઓ આટલી ટૂંકી હદ આંકે છે તેઓ આપણને કેવી સ્થિતિમાં રાખવા માગે છે તેની કલ્પના કરવાને પણ શું આપણને અધિકાર ન હોઈ શકે? આપણે રસોઈનું, સીવણનું અને છોકરાઓ ઉછેરવાનું કામ કરી શકીએ એમાંજ આપણા જ્ઞાન-કર્તવ્ય અને ધર્મનું સર્વસ્વ શું સમાઈ જવું જોઈએ? અને આપણને રાંધણકળા સીવણકળા આદિ વિષયમાં પ્રવીણ બનાવવાને જે તે 3 પ્રયત્ન થાય છે તે શું કેવળ પરોપકાર દ્રષ્ટિએ જ? એમાં પુરૂષજાતીને કાંઈજ સ્વાર્થ નથી? વસ્તુત: આ છે Page #21 -------------------------------------------------------------------------- ________________ પણને કેળવી પુરૂષો આપણી પાસેથી વધારે સારા કાર્યની આશા રાખે છે એમ કેમ ન કહી શકાય ? જોકે બધાજ પુરૂષા સ્વાથી અને મતલખી હોય છે એમ હું કહેતી નથી. મારી કહેવાની મતલમ તે એટલીજ છે કે આપણે પોતે આપણું હિત વિચારી નક્કી કરવુ' જોઇએ. નહીં તેા અત્યારે અંગ્રેજ અમલદારા જેમ કહે છે કે-“ તમારે હિન્દીઓને ઉચ્ચ કેળવણી લઈ શું કરવું છે? તમારે રાજનીતિની ચર્ચા કરવાની કે અસ્ત્ર-શસ્ત્ર આદિનુ શિક્ષણ લેવાની જરૂરજ શું છે? અમે બેઠા છીએ કે નહીં ? તમે તે વાંચતાં-લખતાં અને નામું રાખતાં શીખા એટલે ખસ છે ! ” તેવીજ રીતે પુરૂષા પણ આપણને કહેવાના કે—“ તમારે સાહિત્યના કઠિન વિષયે સમજવાની શું જરૂર છે ? તમને ધર્મ-ઈતિહાસ અને અર્થશાસ્ત્રમાં નકામું માથું મારવાની આવશ્યકતા જ શુ છે ? તમે તે સારી રીતે રાંધતા, ભરત-શિવજી કરતાં અને બહુ મહુ તા ઘરના રાજના ખર્ચે મેળ રાખતાં શીખા તે પણુ ઘણુ' છે. અમે બેઠા છીએ ને? તમારે કયાં નેાકરી કરવા જવુ છે ? ” એક ખેડુતના છેકરાને કેઈ કહે કે “ તને વાંચતાં લખતાં શિખવાની જરૂરજ શુ છે ? તું તારે તારી ખેતીવાડીમાં સંપૂર્ણ લક્ષ આપી ઉપજમાં વધારા કરતાં શીખ એટલુજ ખસ છે..” એના અર્થ માત્ર એટલેાજ કે · Page #22 -------------------------------------------------------------------------- ________________ એક ખેડૂતને સારે ખેડુત બનાવ, એક મજુરને સારે મજુર બનાવવો, એક મેચીને સારો મેચી બનાવવો એ સિવાય કેળવણીને બીજે કાંઈ ઉચ્ચ હેતુ હવે સંભવ નથી. પરંતુ એમ કહેવું તે ગેર વ્યાજબી છે. કેળવણીથી જે સ્ત્રીઓ સ્વછંદી થઈ જતી હોય, કેળવણીથી જ જે સ્ત્રીઓ દુરાચારી બની જતી હોય તે હું કહું છું કે તે કેળવણું જ નથી. જે દીપક પ્રકાશ ન ફેલાવતાં ઉલટે અંધકાર ફેલાવે તેને કયે બુદ્ધિમાન દીપક કહી શકે? જે દીપક માત્ર પુરૂ-છે ના અમુક ભાગને જ પ્રકાશ આપી શકે તે વસ્તુતઃ પ્રકાશજ નથી. કેળવણીથી સ્ત્રીઓનું ચારિત્ર્ય બગડી જાય છે, એમ કહેવું તે ઘેર મિથ્યા અપવાદ છે. જે સત્ય અમુક સીમાની અંદરજ “સત્ય” રૂપે રહી શકે તે ખરું જોતાં સત્ય જ નથી. સ્ત્રીઓને ઉચ્ચ કેળવણીની શું જરૂર છે તેને એક જ જવાબ છે, અને તે એજ છે કે નદીઓ અને નહેરેથી આસપાસના ક્ષેત્રને ફળદ્રુપ બનાવી શકાય, પરંતુ સમગ્ર પૃથ્વીને ફળદ્રુપ બનાવવી હોય તે નદીઓ–નહેરેથી ન ચાલી શકે. તેને માટે તે મૂશળધાર વૃષ્ટિ જ પડવી જોઈએ. આ વૃષ્ટિમાં પણ નદી-નહેરનું તો જીવન સમાયેલું જ છે એ ભૂલવાનું નથી. સ્ત્રીઓની સર્વાગીન કેળવણીમાં પણ ગૃહ-સંસાર અને સંતાનપાલનની કેળવણી રહેલી જ છે એમ કહેવાની જરૂર નથી. Ge Page #23 -------------------------------------------------------------------------- ________________ ઈ સખી! એક આખી જાતિને પરાધીન અને પરાવઇલંબી રાખવાથી અંતે કેટલો પશ્ચાત્તાપ કર પડે છે, તે આપણે યુરોપના મહાયુદ્ધના પ્રસંગે જઈ શકયા [છીએ. જેઓ હિંદીઓને એમ કહેતા હતા કે–“તમને સૈનિક વિદ્યાની તાલીમ લેવાની આવશ્યકતા જ શું છે? તમને શરીરબળ કેળવવાની માથાકુટમાં ઉ. તરવું જ શામાટે જોઈએ?” તેઓ પોતે જ અણીના પ્રસંગે કહેવા લાગ્યા કે-“તૈયાર થાઓ ! હિંદીઓ! લશ્કર ઉભાં કરો! સૈનિક વિદ્યાની તાલીમ લ્યો ! તમારા દેશનું રક્ષણ કરે!” આગ લાગે ત્યારે કૂવા ! દવા નીકળવું તે આનું નામ! જેઓ યુદ્ધ પહેલાં યુરોપીયન સ્ત્રીઓની અવગણના કરતા હતા, અને જેઓ સ્ત્રીની સ્વાભાવિક ગ્યતા માટે ઉપહાસ્ય કકરતા હતા, તેઓ લડાઈ વખતે સ્ત્રીઓએ બજાવેલાં કર્તવ્યે જોઇ શરમાઈ ગયા છે, હવે તેઓ સ્ત્રીઓની ઉપયોગિતા અને શક્તિની પીછાન કરવા લાગ્યા છે. હું એકવાર કહી ચૂકી છું કે અત્યારે તો આપણે માત્ર 1 ગ્રહકાર્ય જ સંભાળવાનું છે, પરંતુ બીજાઓ આવીને આપણને એમ કહે કે-“બસ, તમારે માટે એટલું જ બસ છે-ઘણું છે. તે તે અસહ્યા છે. આપણું કેટલીક બહેનને કમનસીબે નિરાધાર અવસ્થામાં પૂરતી કેળવણીના અભાવે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડે છે તે ! જે તેમના સ્વર્ગસ્થ પતિઓ અને પિતાઓ જુવે તે ૧૧ Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમને પણ એમજ લાગે કે સ્ત્રીકેળવણીને સંકુચિત બનાવી દેવામાં આપણે પોતે જ આપણું અહિત કર્યું છે. એક નિરાધાર બનેલી બહેન ભરત-ગુંથણ અને એવી બીજી કળાઓના પ્રતાપે કદાચ પોતાના પરિ. વારનું સારી રીતે ભરણ-પોષણ કરી શકે. પરંતુ છે સંતાનમાં ઉચ્ચ સંસ્કાર પવાનું, પ્રસંગ પડયે છે વ્યાવહારિક મુશ્કેલીઓમાંથી માર્ગ કરવાનું કેવી રીતે સમજી શકે? આ વિષય માત્ર યુક્તિઓ અને દલીલેને જ નથી. વ્યવહારમાં-સંસારના વિકટ વ્યવહારમાં ક્ષણે ક્ષણે આવી પડતી અણધારી મુશ્કેલીએની સામે શી રીતે થવું પડે છે, તેને ખ્યાલ અનુવીઓ સિવાય અન્યને નજ આવી શકે. મહાયુદ્ધને પ્રસંગે ઉપસ્થિત થયા પહેલાં જેવી રીતે અંગ્રેજ અમલદારે હિંદીએ સર્વાગીન કેળવણની વાતને હું મિતહાસ્ય પૂર્વક ઉડાવી દેતા હતા તેવી જ રીતે પ્રસંગ પડયા વિના આવી સ્ત્રીકેળવણુની અને નારીમર્યાદાની વાતને ઉડાવી દેવામાં આવે એ તદન બનવાજોગ છે. પરંતુ એટલાથી નિરાશ થઈ બેસી રહેવાનું નથી. પૂર્વકાળની આપણું જ બહેને જ્ઞાનકર્મ-ધર્મ-સતી-શૂરવ અને આત્મભેગનાં જે ઉજવળ દેખાતે સાહિત્ય અને ઈતિહાસમાં મુક્તી ગઈ છે, તેના પ્રકાશથી આપણે પણ આપણા જીવનને માર્ગ પ્રકાશિત બનાવવું જોઈએ. આપણને યુરેપના ૧૨ Page #25 -------------------------------------------------------------------------- ________________ ઉછીના પ્રકાશની જરૂર નથી. ગાગી -મૈત્રેયી અને રાજપૂત વીરાંગનાઓના ચારિત્ર્યબળના પ્રકાશ ઝીલી શકીએ તા પણ ખસ છે. ગૃહરાજ્ય. (૨) સખી ! મેં આ પત્રમાં ગૃહરાજ્ય વિષે આલવાનું ગયા પત્રમાં વચન આપ્યુ હતુ. તે વખતે મે જે કાંઇ કહેવાના વિચાર કરી રાખ્યા હતા તે હું હુંવે ખરાખર રીતે કહી શકીશ કે નહીં તેની શકા છે; કારણ કે આપણી શક્તિ અને સત્તા સંબધી વિચારે તે વખતે મારી દ્રષ્ટિ આગળ સીનેમેટાગ્રાફની ડ્રીમ માક એવા તા ઉપરાઉપરી પસાર થઇ રહ્યા હતા કે આ બધા વિચારા હું મારી સખીને કેવી રીતે સમજાવી શકીશ તેનીજ ભાંજગડ કર્યો ' કરતી હતી. એટલામાં સખી સરળાની એક જવાળાએ અકસ્માત મારૂં ધ્યાન ખેંચ્યું અને મને લાગ્યું કે હું મારા જે વિચારી એક આખા ગ્રંથમાં ન બતાવી શકત તે આ માત્ર દસ-પનર લીંટીની અંદર કેવા સુંદર ભાવથી રજી થઇ શકયા છે! તને તે વિચારે જાણવાની સ્વાભાવિક રીતેજ ઉત્કંઠા થઇ હશે, વધારે વિલંબ નહીં કરતાં તેજ રહસ્યમય પંક્તિઓ હું તારી પાસે રજુ કરીશ. પ્રસિદ્ધ વિદુષી સખી સરળા ૧૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ એક સ્થળે કહે છે કે—“ ગૃહ, સમાજ, જાતિ અને સમગ્ર માનવસમાજમાં નારીના અધિકાર એક સરખી રીતે વ્યાપ્ત થઇ રહ્યા છે. નારીજ ગૃહને સ્વર્ગ અથવા નવું રૂપ આપી શકે છે. સ્ત્રીઓજ વસ્તુત: લક્ષ્મીસ્વરૂપ છે, સ્ત્રીઓજ ગૃહની અધિષ્ઠાત્રી દેવીએ છે. લક્ષ્મીના બે સ્વરૂપ કલ્પવામાં આવ્યાં છે. (૧) શ્રી અને (૨) કલ્યાણુ. તેમાં એક સુંદર અને ખીજું” સત્–અર્થાત્ દૈહિક અને નૈતિક ઉન્નતિ. ગૃહને સુંદર, સ્વચ્છ અને વ્યવસ્થિત મનાવવાનું કામ નારીજાતિનુ જ છે. સમાજમાં નારીના અધિકાર સ શક્તિમાન રૂપે સર્વત્ર ફેલાયેલે જોઇ શકીએ છીએ. ગૃહ અને સમાજમાં એક સ્ત્રી જેટલું અને જેવું કાર્ય કરી શકે, તેવું અને તેટલુ પુરૂષોથી કદાપિ નજ થઈ શકે. કહેવું પડશે કે નારીના કર્તવ્યનું માપ કહાડવું અશકય છે. મનુષ્યેાના સમુહથી એક જાતિ તૈયાર થાય છે, અને મનુષ્યેાની માતા પણ નારીજ છે એમ કહેવામાં હરકત નથી. માતાના શિક્ષણની છાપજ સમષ્ટિના અંતરમાં સદાને માટે જળવાઇ રહે છે. ટુકામાં, સમાજને ઉત્પન્ન કરનાર અને પાષણ આપનાર જો કાઇ હાય તા તે સ્ત્રીએજ છે, પુરૂષા નહીં. સમગ્ર માનવસમાજમાં સ્ત્રીએ સ્નેહ, દયા, આતિથ્ય અને પરોપકારના અમૃત પ્રવાહ વહેવડાવી શકે છે. મનુષ્યેાની કામળ વૃત્તિઓ ઉપર તેમનાજ ૧૪ Page #27 -------------------------------------------------------------------------- ________________ એક માત્ર સંપૂર્ણ અધિકાર છે. નારીજાતિની શક્તિનું આટલુ' સક્ષિપ્ત વિવરણ સફાઈની ખાતરી કરાવી આપશે કે સ્ત્રીઓનુ કન્યક્ષેત્ર અને તેમની જવાબદારી કાંઇ જેવાં તેવાં નથી. "" તમે અને હું ગૃહરાજ્યની રાજરાણી છીએ. જો કે આ વાત મીજી કાઈ પરદેશી ખાઈ સાંભળે અને એ કથનને આપણા નિત્યના જીવનની સાથે સરખાવે તે આપણી મશ્કરી જ કરે. પરન્તુ આ પત્રાવલીમાં એ વાત લખવામાં કાંઈ હરકત નથી. આ રાજ-રાણીએની–ગૃહની અધિષ્ઠાત્રી દેવીએની-જગત્માતાઓની આજે શી સ્થિતિ છે, તેની તુલના કરવાની આપણી કેટલી šનાને ઇચ્છા સરખી પણ થતી હશે ? ગૃહની રાજરાણીએ આજે દાસીએ જેવી જ શું નથી મની ગઈ ? સમાજની અધિષ્ઠાત્રી દેવીએ આજે શું સમાજના જ કુરીવાજો અને કુરીતિના જુલમ નીચે નથી ચગદાઈ ગઈ ? આટલું છતાં આપણને આપણી અત્યારની સ્થિતિ લેશ પણુ કંટાળાભરી લાગતી નથી. કારણકે આપણે એમજ માની બેઠા છીએ કે આપણુને જે રાજરાણી કે અધિષ્ઠાત્રીની પદવીએ આપવામાં આવી છે તે માત્ર વાણી દ્વારા આપણું મન રજન કરવા માટે જ છે. આમ મનાય એ આત્મવિસ્મૃતિનુ એક અનિવાર્યું પરિણામ છે. ખરૂં પૂછે તેા સ્ત્રીઓની સત્તા ગૃહુરાજ્યમાં અખાધિત-અપરિમિત છે, પછી ૧૫ Page #28 -------------------------------------------------------------------------- ________________ ( તેને સદુપયોગ કરતાં ન આવડે છે તે જૂદી વાત છે છે, પરંતુ સ્ત્રીઓને કુદરતી રીતે જ એ સત્તા પ્રાપ્ત છે એની તે ના નહીં જ કહી શકાય. ન્હાના ન્હાનાં ગૃહે મળીને સમાજ રચાય છે. જે ગૃહિણી માત્ર ગ્રહને સુધારવાનું-સમુન્નત બનાવવાનું મનમાં લે તે સમાજના કુરીવાજે ઘડીના છઠ્ઠા ભાગમાં અદશ્ય થઈ જાય અને સમાજનાં સ્ત્રી-પુરૂષ પ્રત્યક્ષ સ્વર્ગ જેટલું સુખ ભેગવવા ભાગ્યશાળી થઈ શકે. પુરૂષે કિંવા સમાજસુધારકે ઘણીવાર કહે છે કે સમાજના ઘણા અનર્થો અને અનાચારનું મૂળ સ્ત્રીઓની અજ્ઞાનતા અને હેમે જ હોય છે. તેમને આ આક્ષેપ તદન અઈરહિત નથી. કદાચ પેટે હોય તે પણ એ આક્ષેપ ગ્રહની રાણીઓને શિરે કેટલી જવાબદારીઓ રહેલી છે તેનું બહુ ફુટ રીતે સૂચન તે કરે છે જ. રાજ્ય ચલાવવાં એ કાંઈ સહેલાં નથી. તેમાં પણ ગૃહરાજ્ય ચલાવવાં એ તે એથીએ દુર્લભ છે, એ તે ભુકતભેગીએ જ સમજી શકે એમ છે. રાજાને જેવી રીતે ? દુષ્ટનું દમન, શીટેનું સન્માન, શાંતિનું સંરક્ષણ તથા આવક–ખર્ચની દેખરેખ રાખવાની હોય છે તેવી જ રીતે સ્ત્રીઓને પણ ગૃહમાં દુરાચારનું દમન, સદાચારનું સંમાન, શાંતિનું સંરક્ષણ તથા ખર્ચની વ્યવસ્થા રાખવાની હોય છે. આપણું રાજ્ય સ્નેહનું રાજ્ય છે, પ્રીતિનું Page #29 -------------------------------------------------------------------------- ________________ છે. રાજ્ય છે, સેવાનું રાજ્ય છે, સત્તાનું કે આજ્ઞા ચલા- - વવાનું નથી. સત્તાના અને આજ્ઞાના સેંકડો મહા| રાજ્ય આજે એવાં તે જમીનદોસ્ત થઈ ગયાં છે કે || બીચારા શોધકને તે સત્તાધારીઓ અને આજ્ઞાકારીઓનાં પુરાં નામ-નિશાન પણ આજે મળી શકતાં નથી. સ્નેહ અને પ્રીતિનાં રાજ્યમાં કેદની દખલગીરી ચાલી શકતી નથી. સેવા-ભકિત અને હ- A દયની વિશુદ્ધિ ખુદ પરમાત્માને પણ વશીભૂત કરી છે દે છે, અજ્ઞાન અને ક્રૂર પશુઓને પણ પોતાના કુટુંબ બીઓ જેવા બનાવી દે છે, તે પછી મનુષ્યને માટે તે કહેવું જ શું? તું હવે સમજી શકી હશે કે હું જે આત્મગૌરવ–આત્મસંમાનની વાત કરતી હતી તે છે એક સજીસ્ટ તરીકે નહીં પરંતુ એક યથાર્થ –શુદ્ધ આ નારી તરીકે જ કરતી હતી. કેટલાક સ્ત્રી–સ્વાધીનતાના હિમાયતી સ્ત્રીઓમાં પણ પુરૂષત્વ ખીલવવાના તનતોડ પ્રયત્ન કરી રહ્યા છે એ વાત મેં છે પશ્ચિમના સાહિત્યમાં વાંચી છે. પણ મને તેમાં શ્રદ્ધા છે નથી. સ્ત્રી ગમે તેમ તેપણુ પુરૂષ તે ન જ બની શકે. તેમાં પણ આર્ય સ્ત્રીઓ કે જે સ્નેહ, પ્રીતિ, દયા, સેવાસુશ્રુષા અને સહનશીલતાના દૈવી વાતાવરણમાં - છરેલી છે, જેની નસે-નસે આત્મત્યાગ અને ઔદાર્ય ને રક્તપ્રવાહ વહી રહ્યો છે, જેઓ વિલાસ-વૈભવમાં ન સેંકડો વર્ષ પર્યત સુખથી વસવાને બદલે સેવા-ભકિત ! Page #30 -------------------------------------------------------------------------- ________________ કરતાં એક ન્હાની સરખી ઝુંપડીમાં મરવાનું વધારે તે પસંદ કરે છે, તેઓ પુરૂષ બનવાને સ્વપ્નમાં એ ખ્યાલ સરખો કેવી રીતે કરી શકે? સ્ત્રીઓના સ્વાભાવિક છે ગુણેને જ્યાં અનાદર થાય છે, જ્યાં સ્ત્રીઓ પિતે પિતાની સ્વાભાવિક મહત્તા સમજતી નથી ત્યાં જ છે. આવા અથડામણના પ્રસંગે ઉભા થાય છે. યુરોપ આજે એ અથડામણનું મુખ્ય નાહ્યાલય બની ગયું છે. સભાગે આપણને વારસામાં મળેલા સદ્દગુણે [ આપણે, આટલા યુગાંતરની મધ્યમાં થઈને પસાર થવા છતાં ભૂલી ગયાં નથી. જે આપણે કેમળ વૃત્તિએને છેક ગુમાવી બેઠાં હોત તે આજે આપણને પણ સત્તા અને સુખની ખાતર પુરૂષ પાસે હાથ લાંબો કરી ભીક્ષા યાચવાની ફરજ પડત. ગૃહરાજ્યની લગામ હાથમાં લેવા છતાં આપણી કેટલી બહેને ગ્રહરાજ્યની જવાબદારીઓ બરાબર સમજી શકતી હશે? રાજા જ્યારે વ્યસની અને મૂર્ખ જે હેાય છે ત્યારે રાજયમાં સર્વત્ર અંધાધુંધી ચા| લવા લાગે છે. પ્રધાન તેમજ બીજા નેકરે સ્વચ્છેદી બની, અંતે પોતાની તથા રાજ્યની પાયમાલીને માર્ગ તૈયાર કરે છે. આપણાં ગૃહરાજ્યમાં પણ પ્રાય: તેવું એ જ બન્યું છે અને બને છે. ઘણી સ્ત્રીઓને, બહેન! મેં છે પિતાના પતિના વર્તન વિષે ફરીયાદે કરતી સાંભળી છે, અનેકાનેક બહેનને વશીકરણોને મંત્ર જપતી ૧૮ Page #31 -------------------------------------------------------------------------- ________________ છે મેં જોઈ છે, સંખ્યાબંધ સ્ત્રીઓને સાસુ-સસરા જ તથા પતિ સંબંધી કડવી ફરીયાદે કરતી મેં અનુ ભવી છે. ખરૂં પૂછે તે આ બધું પરિણામ કેવળ આછે પણ પિતાની જ અજ્ઞાનતા–અલ્પજ્ઞતા અને દુર્બળ તાનું જ છે. એક રાજા જ્યારે એવી ફર્યાદ કરે કે છે પ્રજાજને મ્હારી આજ્ઞા માનતા નથી, પ્રધાન પોતે જ | મને દાદ આપતું નથી ત્યારે તેને અર્થ માત્ર એટલે છે જ કે તે પોતે જ અસમર્થ અને નાલાયક બની ગ ચેલો હવે જોઈએ. હું ઉપર જ કહી ચુકી છું કે | આપણું રાજ્ય પ્રેમનું-સ્નેહનું-ભક્તિનું–અને સેવા || - સુશ્રુષાનું છે. આપણે જે આપણા સ્ત્રીચિત સ- છે ગુણથી આપણી આસપાસના કુટુંબીઓને વશીભૂત છે ધ ન કરી શકીએ અને તેને દેષ બીજા ઉપર મુકીએ તે ( તે આપણી નિર્બળતાને સ્પષ્ટ પુરાવે છે. ગુણને બીજે અર્થ સંસ્કૃત સાહિત્યમાં “રજુ” અથવા દેરી એ કરવામાં આવ્યો છે. સ્થલ રજજુઓ કરતાં સૂક્ષ્મ રજજુઓમાં અનંતગણું અધિક સામર્થ્ય હોય છે, તે તું કદાચ નહીં જાણતી હોય. મને તે | સૂમ બળોમાં એટલી બધી શ્રદ્ધા છે કે હું ગમે તે સ્થળે, ગમે તેવા સંગેમાં એ બળને જ આધાર લે- 1 આ વાનું ઉચિત માનું છું. મારી કહેવાની મતલબ એજ [ છે કે આપણે સદ્દગુણના બળથી સંસારને જીતી લે | હું જોઈએ. આપણું ચારિત્ર્ય બળથીજ આપણુ પતિ ૧૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ અને સાસુ-સસરા રૂપી પૂજ્ય દેવ-દેવીઓને વશીભૂત કરી લેવા જોઈએ. ભક્તિ અને સેવાથી સ્વયં ભગવાન પણ જે આજ્ઞા ઉઠાવવા તૈયાર થઈ જાય, તે પછી મનુષ્ય ઉપર તેની કેટલી અસર થાય તે સહેજે સમજી શકાય એમ છે. “નારી જ ગ્રહને નર્ક અથવા સ્વર્ગનું રૂપ આપી શકે છે.” એ કથન છે બેવકુફને બકવાદ માત્રજ નથી. નારીને ઉચિત એવા સદગુણે જે ગ્રહમાં ઝળહળી રહે છે, ત્યાં સ્વર્ગના જેવોજ અપૂર્વ અને દેવી પ્રકાશ વિસ્તરી રહે છે. ગ્રહદેવીઓ જ નિબળ બનેલા પુરૂમાં વીરત્વને અગ્નિ પ્રદિપ્ત કરી શકે છે, ગ્રહદેવીઓ જ દુરાચારી અને વિપથગામી સૂત્રધારેને સદાચારી બનાવી યથાર્થ માર્ગ બતાવી શકે છે, ગ્રહદેવીઓ જ નેહ-મમતાને અમૃત પ્રવાહ વહેવડાવી સંસારમાં સ્વર્ગ રચી શકે છે. એથી ઉલટું પણ સ્ત્રીઓથી જ થઈ શકે છે. એક સ્થૂળ દ્રષ્ટાંત આપીશ તે આ વાત વિશેષ સ્પષ્ટ થઈ શકશે. વાત છે. જો કે કાલ્પનિક છે તે પણ સ્ત્રીના અધિકાર અને કર્તવ નું બહુ સારી રીતે સૂચન કરે છે, એટલું હું પ્રારંભ માં જ કહી દઉં છું. છે. એક પ્રસંગે એક કુટુંબમાં પતિ-પત્ની વચ્ચે તકરાર ઉભી થઈ. પુરૂષ કહે કે “આ ઘરમાં હું જ હોટે, હારાથી જ ઘરની બધી શેભા અને મહત્તા સચવાઈ રહી છે, મ્હારી કીર્તિ અને મેલાથી જ આ ૨૦ Page #33 -------------------------------------------------------------------------- ________________ S ' - ઘર ઉજળુ છે.” સ્ત્રી કહે કે “ એ વાત અમુક અંશે અલખત્ત સત્ય છે; પરંતુ ઘરની લાજ–કીર્તિ અને માલાના ગધેા આધાર કેવળ તમારા ઉપર છે એમ ન કહી શકાય. સ્ત્રીઓના પણ તેમાં ચાક્કસ ભાગ તા હોય છેજ. ગૃહને શૈાભા—સૌંદર્ય વાળુ અનાવવુ કે કુત્સિત બનાવવું એના કેટલેાક આધાર સ્ત્રીઓની ઉપર પણ હાય છે.” પુરૂષે પેાતાની પત્નીની આ દલીલે તિરસ્કારી કહાડી અને જણાવ્યુ કે “ જ્યાંસુધી એ ખાખત ખરાખર પુરવાર ન થાય ત્યાંસુધી હું તે નહીં માનુ...” સ્ત્રીએ જવાબ આપ્યા. ભલે, આપ ગુસ્સે ન થાઓ તા કાઈ વખતે તાવી આપીશ. ” એક દિવસે પતિદેવ પેાતાના સ્નેહીઓ અને મિત્રાની સાથે આનંદ–વિનાદ કરતા પેાતાના દીવાનખાનામાં એઠા હતા. ગૃહને ચેાગ્ય રીતે એવું શૃંગારવામાં આવ્યુ હતુ કે મહારથી આવેલા લેાકેાને ગૃહ સ્વામીના વૈભવનું સ્હેજે જ્ઞાન થઇ શકે. પત્નીએ વિચાર્યું કે પતિના ગર્વ ઉતારવાના આ સમય બહુજ ઉચિત છે, એમ ધારી તેણે પેાતાના એક સાત-આઠ વર્ષ ના બાળકને પાતાની પાસે આલાન્ચે. બાળકના શરીર ઉપર જે સુ ંદર વસ્ત્રાલંકારા હતાં તે સઘળાં ઉતારી લઇ તેને બદલે મેલાં-કાટલાં—તૂટલાં કપડાં પહેરાવી— ચીંથરે હાલ જેવા બનાવી, હાથમાં એક સૂકા રાટલાના ટુકડા આપી કહ્યું કે-“ જા, તારા બાપને કહે PARLAME ૨૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ કે ભડકું તૈયાર થઈ ગયું છે, આજ તો શાક પણ નથી, ખાવા કયારે આવશે?” કરે તે પોતાની માતાની આજ્ઞાને માન આપી, જ્યાં પોતાના પિતાના મિત્રો-સનેહીઓ અને દોસ્તો બેઠા હતા ત્યાં દોડી ગયે. બાળકને જોતાંની સાથે જ અને તેના ઉદ્દગારે સાંભળતાની સાથે જ સર્વે મહેમાનોની ખાતરી થઈ ગઈ કે આ ગૃહસ્વામીને બહારથી દેખાતે વૈભવ એ કેવળ ખેટ આડંબરજ છે! છેકરે પણ કે વાઘરી જેવો છે. તેને પુરાં કપડાં પણ પહેરવાને ક્યાં મળે છે! વળી, બિચારે ભડકું ખાઈને જીવતે હોય એમ મેં જણાય છે! જે એમ ન હોય તો આ છોકરા પાંચ માણસાની વચ્ચે બેધડકપણે એવી વાર્તા બેલીજ કેમ શકે?” આવેલ મહેમાન–પરાણાના મુખ ઉપરને ભાવ જેવાથી પેલે શેઠ પણ તેમના મનના વિચારે કળી ગયે. તે પોતાની સ્ત્રીના આવા વર્તન માટે મનમાં ઘણે શરમાય, પણ શું કરે? પિતે ગુસ્સે ન થવાનું પોતાની સ્ત્રીને પ્રથમથી જ તેણે વચન આપી દીધું હતું એટલે લાચાર! યોગ્ય સમયે મહેમાને રજા લઈ પોત પોતાનાં ગૃહે ગયા, એટલે ગૃહસ્વામીએ પિતાની પત્ની પાસે આવી, જાણે પિતાને વાંક કબુલ કરતો હોય તેમ જણાવ્યું કે સ્ત્રીએજ ગ્રહને નર્ક બનાવી શકે છે, એ હું મારા કડવા અનુભવ ઉપરથી તેમજ હારી અપ Page #35 -------------------------------------------------------------------------- ________________ કીર્તિ ઉપરથી જોઇ શકયા છું. હું મ્હારા ગર્વને માટે અંતઃકરણથી દીલગીર છું; પરન્તુ હજી તારે એક કામ કરવાનું છે. ગૃહને જેમ તે અત્યારે નર્ક જેવું ચિતરી અતાવ્યું અને લેાકેાના મન ઉપર ઠંસાવી દીધું તેમ હવે આપણા ગૃહને સ્વર્ગ જેવું બતાવી શકે તા મારા મનને સતેષ થાય. ” સ્ત્રીએ કહ્યું. એ પણ અમારે મન તા એક રમત વાત છે–અમારા જ હાથના ખેલ માત્ર છે.” થાડા દિવસેા પસાર થયા. પુનઃ કેટલાક મહેમાના અને દાસ્તાને આમ ત્રવામાં આવ્યા. - આ વખતે ગૃહદેવીએ એવી કુશળતાથી સર્વ સામગ્રી તૈયાર કરી, એવી ખુખીથી છેકરાઓને શણગાર્યા, એવા સ્નેહથી છેાકરાઓને વિવેક-વિનય આદિમાં નિપૂર્ણ બનાવી દીધાં કે જ્યારે મહેમાનાએ એ માળકાના પહેરવેશ–તેમની માલીચાલી અને તેમના વિનય-વિવેક જોયા, ત્યારે તેમને મનમાં એમજ થઇ આવ્યું કે સંસારમાં જો ખરૂં સ્વર્ગ કાંઇ હાય તા તે અહીંઆજ છે ! ધન્ય છે આ શેઠને ! જેમને આવી સુઘડ અને સુશીક્ષિત સન્નારી પૂર્વના પુણ્ય પ્રભાવે મળી હોય તેમને ખરેખર ધન્ય છે ! સૈા મિત્રા શેઠ શેઠાણીની પ્રશંસા કરતા યથા સમયે વિદાય થયા. સખી! કહેવાનું તાત્પર્ય એટલુજ છે કે ગૃહની રચનાના-શૃંખલાના-વ્યવસ્થાના સર્વ આધાર આપણી ઉપર જ રહેલા છે. આ તે એક સ્થળ દ્રષ્ટાંત ૨૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ માત્ર છે. પણ તે ઉપરથી એટલું સમજી શકાશે કે જો ગૃહદેવી પાતેજ આરેાગ્ય-સ્વચ્છ અને કૂશળ હોય તે તેની આસપાસ આરાગ્યતા-સ્વચ્છતા અને કૂશળ તાનું વાતાવરણ જામ્યા વિના રહે નહીં. જો ગૃહદેવી પેાતેજ સુશીક્ષિત, સ્નેહાળ અને વિવેકી હાય તા તેના સમાગમમાં આવનારાં સ્રી-પુરૂષ અને બાળક ઉપર પણ જ્ઞાન-સ્નેહ અને વિવેકની છાપ પડયા વિના રહે નહીં. જો ગૃહદેવી પાતેજ સચ્ચરિત્ર-સહૃદય અને સેવાપ્રિય હાય તા તેના સ્પર્શી માત્રથી લાઢું પણ સુવર્ણ અન્યા વિના રહે નહીં. એક માતા સો શિક્ષક કરતાં પણ પ્રભાવમાં વધે છે એમ જે કહેવાયુ છે તેના પણ એજ હેતુ છે. સખી સરલા પણુ એટલા જ માટે કહે છે કે સમાજમાં નારીના અધિકાર સર્વશક્તિમાન રૂપે સર્વત્ર ફેલાયેલા છે. સમગ્ર માનવસમાજમાં શ્રી સ્નેહ, દયા, આતિથ્ય અને પાપકારના અમૃતપ્રવાહ વહેવડાવી શકે છે. મનુષ્યાની કામળ વૃત્તિઓ ઉપર સ્ત્રીઓના જ એકમાત્ર સંપૂર્ણ અધિકાર છે. ” આપણાં ગૃહરાજ્ગ્યાની સીમા અને સત્તાનું સ્પષ્ટીકરણ કરવાને હવે આથી અધિકવિસ્તાર કે વિવેચનની જરૂર હોય એમ મને લાગતુ નથી. ૨૪ Page #37 -------------------------------------------------------------------------- ________________ ચારિત્ર અને સૈદર્ય. બહેની ! પહેલું સુખ તે જાતે નર્યા, રામા રવહુ ધર્મસાધન-શરીર સારું હોય તે જ ધર્મ-કર્મ વિગેરે ઠીક ઠીક થઈ શકે. એવાં અનેક સૂત્રે તે અ- છે છે ત્યારે આગમચ સાંભળ્યા હશે. વસ્તુતઃ આરોગ્ય બહુ છે છે ઉપયોગી છે અને તેને સર્વ સુખમાં અગ્રસ્થાન આ ૫વામાં કાંઈ અતિશયોક્તિ નથી. તથાપિ આજે લાંબે છે | વખતે હું એ વિષય હારી સન્મુખ રજુ કરું . આ છે તેનું એક ખાસ કારણ છે. હું આરોગ્ય કરતાં પણ આ | મન અને આત્માની વિશુદ્ધિ ઉપર ઉંડી શ્રદ્ધા ધરાવું છે હું છું. એમ માનું છું કે જે આપણું મને બળ બરા બર ખીલવા પામે, આપણું ચારિત્ર્ય મધ્યાહ્નકાળના છેસૂર્ય જેવું પ્રકાશમાન અને તે તેની અંદર ન્હાનાં હેટાં અનેક ધર્મો-કર્તવ્ય અને વિધાનને સ્વયં સમાવેશ થઈ જાય. એટલા માટે જ મેં અત્યાર સુધી આત્મભાન અને ગૌરવને વિષય તારી પાસે રજુ કરી તારે અમૂલ્ય સમય લીધો છે. આત્માના બળ પાસે આરોગ્યને હું એક અનુચરની જ ઉપમા આપું છું. સબળ મન અને વિશુદ્ધ આત્મા દેહના બળ અને સાંદર્યને બ્રહ્માંડના ખુણામાંથી ઘસડી લાવે છે. મન અને શરીરને ઘણે નીકટને સંબંધ છે. મન જ્યારે કેધ-ભય-મેહ આદિથી વિકારગ્રસ્ત થાય છે Page #38 -------------------------------------------------------------------------- ________________ છે ત્યારે તેની અસર શરીર ઉપર થયા વિના રહેતી નથી. આ છે ઘણું સ્ત્રીઓ સંદર્યની પાછળ મરી પડે છે. સંદર્ય | છે કાં જાણે બજારમાં વેચાતી કોઈ એક સ્થલ વસ્તુ ન ! | હેય તેમ તેને પ્રાપ્ત કરવા ઘેલી જેવી થઈ જાય છે. તે આખું ચુરેપ સંદર્ય પાછળ લગભગ ગાંડુ બની ગયું ! જ છે એમ કહું તે તેમાં લેશ માત્ર પણ અતિશયોક્તિ નથી. ત્યાં સંદર્યની અભિવૃદ્ધિ કરવા માટે નિત્ય છે નિત્ય નવી નવી દવાઓ, નવા નવા પાઉડર, નવા નવા મલમે શોધાય છે, સંદર્યની ખાતર ખાસ મા| સિક પત્ર તેમજ પુસ્તકો પણ પ્રકટ થાય છે ! છતાં છે. મૃગજળની જેમ સેંદર્ય તે દૂર ને દૂર જ રહે છે ! | જે વસ્તુ સૂક્ષ્મ છે, જેની વ્યાખ્યા પણ સંપૂર્ણ પ્રકારે આ થઈ શકતી નથી, એ વસ્તુ વેચાણથી મળી શકે એવી | આશા રાખવી એ એક પ્રકારની ઘેલછા નહીં તે બીજું શું ? આપણા દેશમાં પણ કૃત્રિમ સંદર્યની અભિવૃદ્ધિને ચેપી રોગ કંઈક ફેલાતે હેાય એવા દશ્યો નજરે પડે છે. ખરું જોતાં સંદર્ય એ આરેઆ ગ્યનું એક બાહ્ય લક્ષણ છે, કુદરતી જીવનની એક જવલંત નીશાની છે, શુદ્ધ ચારિત્ર્યને એક મૂર્તિમંત I પુરાવે છે. જેનું આરોગ્ય સંપૂર્ણ વિકાસને પ્રાપ્ત થ- | આ ચેલું હોય, જેને આહાર-વિહાર કુદરતના નિયમોને R સર્વથા અનુસરતો હોય તેના મુખ અને દેહમાં લાવય છે અને સિદર્યની પવિત્ર તી ઝળહળી રહે છે. ' ૨૬ Page #39 -------------------------------------------------------------------------- ________________ છે જેનું મન નિરંતર ધ-શોક અને ચિંતાથી સળગ્યા છે છે કરતું હોય, જેના આહાર-વિહારનું કાંઈ ઠેકાણું ન હોય એવા મનુષ્ય પોતાનું આરોગ્ય બરાબર સાચવી શકતા નથી અને તેને પરિણામે તેમનું સ્વાભાવિક સાંદર્ય તથા મને હારિત્વ પણ અદશ્ય થઈ જાય છે. તે મન અને આત્માની અસર જેમ શરીરના આરોગ્ય અને સંદર્ય ઉપર થાય છે તેવી જ રીતે શરીરના આરોગ્યની અસર મન ઉપર થયા વિના રહેતી નથી. આ હું આગળથી કહી ચૂકી છું કે એ બંને એક બીજાની સાથે એ નજીકને સંબંધ છે કે એકની અસર બીજા ઉપર થયા વિના નજ રહે. આરોગ્ય જ્યારે બગડવા છે લાગે છે ત્યારે મન પણ વિકૃત અને શિથિલ બની જાય છે. માંદે માણસ વાત વાતમાં ચીડાઈ જાય છે એ તે તે અનુભવ્યું હશે. ગમે તે ધીર પુરૂષ પણ અમુક વખત સુધીની માંદગી ભગવ્યા પછી કિંચિત્ છે. ચીડીઓ અને ક્રોધી બની જાય છે. કારણ કે તેનું મન સહેજ નબળું પડી ગયું હોય છે. એટલા માટેજ શાસ્ત્રમાં શરીરનું સ્વાથ્ય સાચવવા માટે આટલોબધે આગ્રહ કરવામાં આવેલો હોવો જોઈએ, શરીરની સ્વસ્થતાને ધર્મસાધનામાં એક નિમિત્તભૂત માનવામાં આવી છે તેનું પણ એજ કારણ હોવું જોઈએ. - આજે આપણું જીવન એક કૃત્રિમ બની ગયું છે છે. આપણે કુદરતથી એટલાબધા દૂર પડી ગયા છીએ ! ૨૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ કે કુદરત માતાના શીતલ સ્પર્શ કેટલા આહલાદક અને કલ્યાણકર હોય છે તે પણ વિચારી શકતાં નથી. આપણા ખાન-પાન-આહાર-વિહાર તથા આનંદપ્રમાદ વિગેરેમાં સ્વાભાવિકતાના નૈસર્ગિકતાના અંશે કવચિત્ જ જોવામાં આવે છે. ખાસ કરીને આપણામાં કંઇક રસવૃત્તિ વિશેષ હોય છે અને એને લઇને આપણે આપણા આહાર-વિહારામાં પણ એવી કૃત્રિમ રસવૃત્તિ દાખલ કરી દીધી છે કે એ કૃત્રિમતાનું પ્રાયશ્રિત આપણને પગલે પગલે કરવુ પડે છે. ખરી ભૂખ કેવી હાય, ખરી તૃષા કેવી હાય, ખરી આરાગ્યતા કેવી હાય એના તે સ્વપ્ને પણ આપણને ખ્યાલ આવતા નથી. ન્હાનાં ગામડાઓમાં તા હજીએ કઇક કુદરતી જીવન જોવામાં આવશે પરન્તુ શહેરમાં વસનારાં અને તેમાંયે શ્રીમતાઇના આડંખરાથી ઘેરાએલાં કુટુ આમાં તેા આરાગ્ય અને સ્વાભાવિક આહાર વિહારને નામે માઢુ મીંડુજ સમજી લેવું. આરેાગ્ય એ કાં જાણે વૈદ્ય અને ડાકટરા પાસેથી ખરીઢી લેવાની વસ્તુ હાય તેમજ હવે તેા અનેક સ્થળે મનાવા લાગ્યું છે. તીખા-તમતમતા-ખારા મીઠા પદાર્થો હાજરીમાં ભરી પેાતાના આરાગ્યના મૂળમાં પાતે જ કુહાડ મારવા અને પછી ડૉક્ટરાની દયા અને દવાથી નીરાગી મનવાના પ્રયત્ન કરવા એ આ જમાનાની ઘેલછા લગભગ સર્વવ્યાપી બની ગઈ છે. સાદાં અને ન ૨૮ - Page #41 -------------------------------------------------------------------------- ________________ કુદરતી ખાનપાન એ આપણા આર્યોની એક મહત્વ છે I ટામાં મહેટી કીતિ અને સભ્યતાની પરિસીમા ગ ણાતી. યુરોપના સુધારાના પ્રવાહમાં તે સાદાઈ આજે તણુઈ ગઈ છે. કુદરતી નિયમને માન નહીં આપવાથી જ આપણું દુઃખ આજે વધી પડ્યાં છે. !! નિસર્ગવીએ હવા-પ્રકાશ, નિર્મળ જળ અને વિવિધ આહાર્ય દ્રવ્યને કે અખટ ભંડાર ખુલે મુકી ? દીધું છે? આવી માયાળુ માતાના સામ્રાજ્યમાં વસ નાર મનુબેને વિવિધ આધી-વ્યાધીઓને સ્પર્શ સરખે પણ કેમ થવો જોઈએ? છતાં અફસની ! ( વાત એ છે કે આજે આપણે આપણું પેટા વહેમેથી તથા અનુચિત ખાનપાનેથી આપણા પિતાનાં જીવ | નોને દુઃખદાયી બનાવવાની સાથે આપણે આસપા સના કુટુંબીજનેને પણ ઉપાધિરૂપ થઈ પડીએ ? છીએ. ડૉ. જસ્ટનામને એક કુદરતપ્રિય વૈદ્ય કહે છે કે“From sheer anxity for the health and welfare of her beloved ones, she works in. cessantly in her untiring love to dig their early graves.” અર્થાત્ ખાનપાન અને બીજી બા| બતમાં ઉધી દિશામાં હદ ઉપરાંત કાળજી બતાવી કે સ્ત્રીઓ પોતે જ પોતાના હાલાંઓને જમપુરી તરફ મેકલી દે છે. આપણી બહેનેને માટે આ વિષય કાંઈ છે ! થોડે આક્ષેપ નથી. આપણે કેટલીક બહેન પિ- 1 ૨૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ * * * * * * : ' - * * * * : Aતાનાં બાળકને અધિક સુકોમળ અને વૈભવી દેખાડવાની ખાતર તેમને કૃત્રિમ ખાન-પાન અને વસ્ત્રાલંકારેથી એવી રીતે દાબી દે છે કે પછી તે બાળકે કુદરતી જીવનનું સંપૂર્ણ માહાસ્ય સમજવાને પણ અશક્ત થઈ જાય છે. પરંતુ એ વિષે હું હવે પછી વિસ્તારથી બાલીશ. હાલ તુરત તે આરોગ્યની સાથે જે મુખ્ય નિયમને લાગે વળગે છે તે વિષે જ છે. શબ્દ કહી લઈશ. આ સંયમ, વૃત્તિ-સંક્ષેપ અથવા મને નિગ્રહ એ આરોગ્ય સંરક્ષણને એક મહાન-દુર્ભેદ્ય દુર્ગ છે એમ વિના સંકે કહી શકાય. જ્યાં સંયમ હોય છે ત્યાં વિલાસિતા કે સ્વચ્છંદતા જેવા માનવકુળના રિપુઓ દાખલ થઈ શકતા નથી. આપણા શાસ્ત્રકારોએ સંયમ પ્રતિ લેકેનું ધ્યાન ખેંચવામાં પિતાથી બનતું કર્યું છે. આપણા દેશમાં સાધુ-મુનિઓ તથા સાધ્વીજીઓ પરમ પૂજ્ય અને આદરણીય ગણાય છે, તેમની ચરણરજથી આપણું આવાસ-સ્થાને પવિત્ર થાય છે. એ બધા પ્રતાપ તેમની સંયમશીલતાનેજ છે. જેમાં વધારે સંયમી અને ઓછી આવશ્યક્તાવાળાઓ હોય છે તેમના ચરણમાં મોટા ચક્રવર્તિઓ પણ પિતાનું શિર ઝુકાવે છે. મતલબ કે સંયમ એ આપણે આર્યોને એક Rઉવળ આદર્શ છે. કમભાગ્યે એ સંયમ આપણુમાં [ અદશ્ય થઈ ગયો છે. સ્થળે સ્થળે વિલાસ-વૈભવ અને - - Page #43 -------------------------------------------------------------------------- ________________ વિવિધ આવશ્યકતાઓની માહિની મૂર્તિઓ સમા જના મહેટા ભાગને મૂર્શિત કરી રહી છે. સંયમના અભાવે આપણું ગ્રહોમાં અનેક જાતની શારીરિક તેમજ માનસિક આધિ-વ્યાધિ ઉપાધિઓ દાખલ થઈ ગઈ છે. તેના પંજામાંથી છુટવાના વ્યર્થ પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ જ્યાં સુધી રેગે અને કન્ટેનાં મૂળ (સ્વરૂપ મેજમજાહ અને સ્વચ્છંદતાને અંકુશમાં રાખવામાં ન આવે ત્યાં સુધી એ ઉપાય જેવા જોઈએ તેવા અસરકારક ન થઈ શકે એ ખુલ્લું છે. આપણને સામાન્યતઃ દેવીઓ, સહધર્મિણીએ, તેમજ અગનાઓના સુમધુર નામથી સંબોધવામાં આવે છે. પરન્તુ ખરી રીતે તે આપણે કેવળ “રમણી” “ જ્યા કે કામિની” ના નામની જ સાર્થકતા કરવા કેમ જમ્યા ન હોઈએ એ ભાસ આવ્યા વિના રહેતે નથી. રમણ એટલે રમણની-ક્રિડાની એક પુતળી, અને તે પુરૂષની જ, એમ કહેવાની આવશ્યકતા નથી. ભિજ્યા અને કામિનીને પણ એજ અર્થ થઈ શકે. ત્યારે શું આપણા જન્મને અને જીવનને ઉદ્દેશ માત્ર પશુવૃત્તિ પોષવાને જ છે? આપણું સાર્થકતા શું કેવળ ભેગ-વિલાસની અગ્નિમાં ઈધણ નાખવામાં જ સમાપ્ત થવી જોઈએ? લગ્નના યથાર્થ આશયને જે તું શાંત ચિત્તે વિચાર કરશે તે તને જણાશે કે સ્ત્રીપુરૂષના લગ્ન સંબંધમાં પાશવતાને સ્થાન સરખું પણ Like Page #44 -------------------------------------------------------------------------- ________________ ન મળવું જોઈએ. જે સ્ત્રી પોતાના પુરૂષને અને જે પુરૂષ પોતાની સ્ત્રીને તેમના ધર્મમાં દ્રઢ ન રાખી શકે તે પુરૂષ કે સ્ત્રી પતિ કે પત્નીના નામને એગ્ય નથી. ન ધર્મનું રક્ષણું કરવું, સંયમશીલતાને નિષ્કલંક રાખવી, એ સિવાય લગ્નને બીજે હેતુ આર્ય શાસ્ત્રકારે પ્રબળે નથી. પ્રસિદ્ધ નવલકથાકાર સ્વ. બંકિમચંદ્ર નારીજાતિના આદર્શોની પોતાના ઉપન્યાસમાં બહુ સુંદર રીતે પ્રતિષ્ઠા કરી છે. તેઓ પિતાના એક ઉપન્યાસમાં એક સ્ત્રી–પાત્ર દ્વારા, કામથી વિહળ બનેલા પતિને એટલે સુધી કહેવડાવે છે કે –“ખબરદાર! મને સ્પર્શ કરવાને તમને અધિકાર નથી. અલબત્ત તમે મારા પતિ છે, વંદનીય છે, પરંતુ એટલા જ ખાતર હું સર્વદા તમારી વાસનાઓને સર્વથા અનુ. સરું એ અશક્ય છે. યાદ રાખજે કે હું અને તમે લગ્નની પવિત્ર ગાંઠથી જોડાયેલા છીએ. પશુઓમાં લગ્ન હેતા નથી. જ્યાં લગ્ન નથી ત્યાં સ્વછંદતાને-ઉછું ખલતાને સ્થાન હોઈ શકે. પરંતુ લગ્નમાં તે આદિથી લઈ અંત પર્યત વિશુદ્ધિનું અને ધર્મનું જ રક્ષણ થવું જોઈએ અને જે એમ થાય તેજ લગ્નસંબંધ સાર્થક છે. હું જોઉં છું કે તમે વિષ ચેના દાસ બની ગયા છે. વિષયની પરિતૃપ્તિ માટે 1 જ પરમાત્માએ અમારી જાતિ પેદા કરી છે એમ | છે માનતા હે તે હવે એ માન્યતા દૂર કરજો. તમે Page #45 -------------------------------------------------------------------------- ________________ "" જ્યારે મન-વચન-કાયાથી પવિત્ર મની મારી પાસે આવા ત્યારેજ તમને મારી નજીક બેસવાના અધિ કાર મળી શકે, છતાં જો ભયથી કે દબાણથી મને વશીભૂત કરવાના તમારા તરફથી પ્રયત્ન થશે તે હું આજ ક્ષણે વિષપાન કરી સંસારના ત્યાગ કરી જઈશ. આજના જમાનામાં કોઇ સ્ત્રી કે પુરૂષ પાતાના પતિ કે પત્નીને આવા ધર્મના ઉપદેશ આપી શકશે ? હિંદના એવાજ એક બીજો નાટયકાર, રાજા શાંતનુ-કે જે વિષય-વિલાસમાં છેક અંધ બની ગયા હતા તેને ઉદ્દેશીને મત્સ્યગંધા અથત્રા સત્યવતી પાસે જે અસરકારક શબ્દો કહેવડાવે છે તે પણુ સ્મરણમાં રાખવા જેવા છે. મહાભારતમાં આવતું ભિષ્મપિતામહનું નામ તે તેં સાંભળ્યુ હશે. ભિષ્મના પિતા રાજા શાંતનુ એક મચ્છીમારની કન્યા ઉપર કામવાસનાથી માહિત થઈ ગયા હતા અને એટલા ખાતર ભિષ્મપિતામહુને જીવન પ``ત બ્રહ્મચર્ય પાળવું પડયું હતું; આ વાત તે અત્યાર પૂર્વે અનેકવાર સાંભળી હશે. શાંતનુ રાજા જ્યારે વીસ-વીસ વર્ષ સુધી વિષયરૂપી ઝેરનું પાન કરવા છતાં તૃપ્ત નથી થતા ત્યારે તેમની રાણી-મત્સ્યગ ંધા તેમને કેવા ઉગ્ર શબ્દોથી સાવચેત બનાવે છે તેના કંઇક ખ્યાલ નીચેના વાર્તાલાપ ઉપરથી આવી શકશે:-- કર Page #46 -------------------------------------------------------------------------- ________________ શાંતનુ—આજે ખરાખર વીસ વર્ષથી સતત્ વિષય ભાગ કરી રહ્યા છું, છતાં શાંતિ નથી વળતી. આજે વીસ વીસ વર્ષ થઈ ગયાં, તે મારા તૃષાતૂર નેત્રાને જુવાનીનું અમૃતપાન કરાવ્યું. છતાં હજી પાત્ર તે અધુરૂં ને અધુરૂંજ રહી ગયુ હાય એમ લાગ્યા કરે છે. સત્યવતી—મૃત્યુના મુખમાં પ્રવેશ કરવા છતાં, મહારાજ ! તમારી તૃષા હજી નથી મટી? પીઓ! ખુશીથી પીએ! મૃત્યુની છેલ્લી ઘડી સુધી, જેને તમે અમૃતરસ માની બેઠા છે તે અમૃતરસનું પાન કર્યો કરા! જીવા ત્યાં સુધી પાન કરા, પિયુ ? શાંતનુ—હું કયાં સુધી જીવતા રહી શકવાના હતા ? જીવન રૂપી નિસરણી ઉપરથી રાજ નીચેને નીચેજ ગમડતા જઉં છું. મારા મૃત્યુના સમય છેક નજીક આવી પહોંચ્યા છે એમ હું પાતે સમજી ચુકયા છું. તથાપિ વિષયની આગ નથી શ્રૃઝાતી. શું કરૂ? કાંઇ માર્ગ પણ નથી સૂઝતા, સત્યવતી—જ્યાં સુધી જીવતા રહેા, ત્યાં સુધી રસપાન કર્યો કરા–સુખથી આનંદથી પાન કર્યો કરી. શાંતનુ—સુખથી ? આનંદથી ? નહીં, પ્રિયે! તારા સૌંદર્ય માં અમૃત કરતાં વિષ વધારે જણાય છે. ૩૪ Page #47 -------------------------------------------------------------------------- ________________ H તારૂં સંદર્ય તિવ્ર મદિરાની માફક મને ઉશ્કેરી છે મુકે છે. સત્યવતી–જે ખરેખર જ એને મદિરા અથવા વિષ છે સમજતા હે તે પછી શા માટે પાત્ર ભરી ભ- | રીને અંતરમાં રેડ્યા કરે છે? શાંતનુ-એન કેવળ એક જ ઉત્તર છે અને તે એજ છે કે-“અભ્યાસષ.” લેકે મદિરા શા માટે પીતા હશે? મદિરાના બુરા પરિણામોને કહેવે | અનુભવ મેળવવા છતાં શા માટે તેની પાછળ ખુવાર થતા હશે? કારણ એકજ છે અને તે અભ્યાસદોષ” તને હું અત્યારે જે “પ્રિયતમે” | ના નામથી સંબોધી રહ્યો છું તે પણ એક પ્ર કારને અભ્યાસષ જ છે! સત્ય–તમારા પ્રેમસંબોધનેની કોને ગરજ છે? શાંતનુ–જાણું છું. પ્રિયે, એ વાત બહુ સારી રીતે જાણું છું. પરંતુ શું કરું? અભ્યાસષ એ ખરાબ છે કે ઈચ્છવા છતાં તેને ત્યાગ પામર જીથી નથી થઈ શકતો. આ સુંદર રૂપ, આ છે અનંત વન, આ વિશ્વવિહક લાવણ્ય એ બધું વસ્તુતઃ વિષરૂપ જ છે. એટલું છતાં તેનું પાન કર્યા વિના રહી શકાતું નથી. ઝેર જાણવા | છતાં પાન કર્યા કરું છું. હું સારી રીતે સમજી Page #48 -------------------------------------------------------------------------- ________________ : શક્યો છું કે આ તારું શરીર મારું થયું નથી ? અને કદી થવાનું પણ નથી. એટલું છતાં હૃદય હીંન-પત્થરની મૂર્તિ જેવા તારા શરીરને “ મંગથી ભેટું છું, ગળે લગાવું છું–ભુજ બંધ નેમાં પકડી રાખવાને વ્યર્થ પ્રયત્ન કર્યા કરું છું સત્યવતી–મહારાજ ! મારી, નિંદા નહીં કરે. ત મારી પુરૂષજાતિ કેટલો કઠેર અને મમતાહીન હોય છે તે સ્પષ્ટ શબ્દોમાં બલી બતાવવાની મને ફરજ ન પાડે. તમે–પુરૂષે, કઈ એક સું દર સ્ત્રીને જોતાંની સાથે જ કામાંધ બની તેની પાછળ દોડવા લાગી જાઓ છે! પતંગીયાની માફક રૂપ-અગ્નીમાં ભસ્મીભૂત બની જાએ છે. તમે કોઈ એક નવીન સુંદર કન્યાને તેના માત-પિતાના ખેાળામાંથી ઝુંટવીને લઈ આવે છે કે તુરત જ તમારા ઉપર સંપૂર્ણ પ્રેમ - ખવાની અને તમારી વિષય-લાલસાઓને તાબે) થવાની આજ્ઞા ફરમાવી દે છે! તે કન્યા તો મને ચાહે છે કે નહીં, તે કન્યા તમારી દાસી થવા ઈચ્છે છે કે નહીં તેને વિવેક કરવા જેટલે પણ તમને અવકાશ મળતો નથી. જાણે કે સ્ત્રી જાતિને હૃદય, ઇચ્છા કે ધર્મભાવના જેવું કાંઈ હવું જ ન જોઈએ એમ તમે લોકે માની બેઠા છે. + + + + એટલું ચોક્કસ માનજે કે Page #49 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓ જન્મ–જન્માંતરને માટે પુરૂષની દાસી છે બની રહે એ પરમાત્માને સંકેત કદાપિ ન જ હોઈ શકે. પુરૂષોની શય્યા–સહચરી રૂપેજ ના- | રીએ પોતાનું જીવન પૂર્ણ કરે એ અન્યાયી આદેશ તો વિધાતા પણ ન દઈ શકે. તમે શાસ્ત્રનું પ્રમાણ કદાચ રજુ કરશે. હું કહું છું કે શાસ્ત્રો ! કોણે બનાવ્યાં છે? પરન્તુ એ વાતને અત્યારે જવા ઘે. આ ખરીદાયેલા શરીરથી જે સંતુષ્ટ છે રહેતા હો તે ભલે, શરીર તમારું છે, પણ શરી- છે રની સાથે મારું હૃદય તે તમને નહીં મળે. આ સખી? શાંતનુ અને સત્યવતીના સંવાદો માત્ર થોડાજ ભાગ તારી પાસે રજુ કર્યો છે. એ ઉપરથી જ તું જોઈ શકશે કે પૂર્વના જમાનાની સ્ત્રી જાતી કેટલી સત્યપ્રિય–સત્યવક્તા તથા સત્યનિષ્ઠ હતી. તને ! સત્યવતીના ભાષણમાં કવચિત્ કઠોરતા અને તિ- છે વ્રતા જેવું લાગશે. પરંતુ માત્ર શબ્દ ઉપર જ દ્રષ્ટિ છે નહિં રાખતાં એ શબ્દની પાછળ-સત્યવતીના મનમાં ઉગ્ર નારીત્વને જે પ્રબળ વેગ વહી રહ્યો હતે તેજ છે આપણે તે લક્ષમાં લેવાનું છે. સ્ત્રી–જાતિ માત્ર ? રમણું, કામિની અને જ્યાઓની જ બનેલી નથી ! એ સત્ય, સરલ રીતે તારા અંતરમાં ઉતારવા માટે મેં , ઉપર ટકેલા ઉતારાઓને આશ્રય લીધે છે. માતૃત્વ પ્રાપ્ત કરવું અર્થાત્ સંતાનની માતા હોવું એ એક Page #50 -------------------------------------------------------------------------- ________________ 1 પ્રકારનું સદ્દભાગ્ય છે, પરંતુ સંખ્યાબંધ કંગાળ સંતાનની માતા બનવા કરતાં એક વીરપુત્રની માતા ન બનવામાં શું વધારે સદ્દભાગ્ય નથી? પ્રથમની વીર રમણીઓ જેવી રીતે પોતાના કાર્યર પતિઓને પ્રસંછે નેપાત કહેતી કે-“ હું તમારા જેવા બીકણ અને ને પામર પુરૂષની પત્ની તરીકે જીવવા કરતાં એક વાર ( પુરૂષની વિધવા તરીકે જીવવામાં અધિક સભાગ્ય છે અને માન સમજું છું, તેવી જ રીતે આપણા પુત્રને વીરત્વવાળા–ચારિત્ર્યવાળા બનાવી માતૃપદ અને છે પત્ની પદની મહત્તા વધારવી જોઈએ. પરંતુ તે સઘળું | ચારિત્ર્યબળ વિના અસંભવિત છે. માતા બનવાને છે લોભ સંયમમાં રાખવું જોઈએ. આહાર-વિહાર અને વિલાસ આદિ વ્યવહાર ઉપર યથાશક્તિ અંકુશ મુક જોઈએ. આપણે બહેને પરમ ચારિત્ર્યવતી, છે. સદ્દગુણું, બળવતી બને અને તેની અસર નીચે આખું છે કુટુંબ એ દિવ્યતાના તેજથી પ્રકાશમાન થાય એજ 1 એક માત્ર મારી પરમાત્મા પ્રત્યે પ્રાર્થના છે. એ છે પ્રાર્થનાને સફળ બનાવવા તું કાંઈ સહાય આપી શકશે, હાલી સખી? શ7 Page #51 -------------------------------------------------------------------------- ________________ * આરેગ્ય. પ્રિય સખી! આત્મભાન, ગૃહરાજ્ય અને સંયમ આદિની ચર્ચા વાંચી તને કદાચ કંટાળો આ હશે. આજે કંઇક વ્યવહારૂ સૂચનાઓ આપવાની તક લેવી, એમ ધારીને આ પત્ર લખવાની શરૂઆત કરી છે. છે હું એકવાર કહી ગઈ છું કે આપણે કુદરતી છે જીવનથી ઘણા પછાત રહી ગયા છીએ. મતલબ કે કુદરતના રાજ્યમાં વસવા છતાં કુદરતના નિયમ પાળવાનું આપણે બીલકુલ લક્ષ રાખ્યું નથી. કુદરતે છે. આપણને સૌને જેટલી જોઈએ તે કરતાં પણ અધિક હવા મત આપેલી છે, છતાં આપણે એવા મકાનમાં પડયા રહેવાનું પસંદ કરીએ છીએ કે જ્યાં કુદરતની ઉપર દારતા આપણા માટે લગભગ નિરર્થક જેવી જ બની જાય છે. હવાની બાબતમાં કુદરત જેમ ઉદાર છે તેમ છે પ્રકાશની બાબતમાં પણ તેટલી જ ઉદાર છે. આ બે મહત્વની–જીવનદાયક વસ્તુઓ અનાયાસે પ્રાપ્ત થઈ છે શકે એવી છે. છતાં આપણે આપણું અજ્ઞાનતાને લીધે તેને પરત લાભ લઈ શકતાં નથી એ આપણું મહટામાં મોટું દુર્ભાગ્ય છે. આપણે જ્યારે આપણી કે એક બહેનને ખુલી હવા અને પ્રકાશના ગુણે છે વર્ણવી બતાવીએ છીએ ત્યારે તે આપણી વાતને ઘણું કરીને હસી કહાડે છે. કેટલીક બહેને તે બેટી લેક ૩૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ લાજને લીધે હવા–અજવાળાના પુરતા લાભથી બે- 1 નસીબ રહે છે. પરિણામ એ આવે છે કે એવી બેદરકારીને લીધે અનેકાનેક બહેનેને દુઃખ-દર્દના અને આધિ–વ્યાધિઓના પંજામાં સપડાઈ રીબાઈ—રીબા. I ઈને અકાળે જીવનલીલા સંકેલી લેવી પડે છે. પ્રિય બહેની ! આ બાબત એવી મહત્વની છે કે તે વિષે છે ખાસ પુસ્તક અને વ્યાખ્યાન આપી શકાય. પરંતુ મારે આજે આ પત્રમાં એવી ઘણુંએક અગત્યની છે બાબતે હાથ ધરવાની હેવાથી વધારે લંબાણ કરતી નથી. આપણું તંદુરસ્તી બગડવાનું કારણ ખાનપાન સંબંધીની બેદરકારી છે. આપણે ખાવા-પીવાની બાબતમાં હદ ઉપરાંત દેશે કરીએ છીએ એ વાત કબુલ કર્યા વિના ચાલતું નથી. આપણને નિત્ય નવા નવા સ્વાદે લેવાનું મન થાય છે, પણ અગ્ય માર્ગો વહી જતાં મનને રોકી રાખવા જેટલું સંયમબળ નહીં હોવાથી, તેમજ પ્રકૃતિ અને વૈદક સંબંધી વિષયેથી છેક અનભિજ્ઞ હેવાથી આપણું રસવૃત્તિ-આપણી જી હેંદ્રિયની લોલુપતા આપણને પ્રાણઘાતક થઈ પડે છે. અમુક ચીજ ખાવાથી અમુક અવસ્થામાં આપણા શરીરમાં તેની શી અસર થશે એ બાબતની આપણે દરકાર કરતા નથી. દાખલા તરીકે ઉધરસ થઈ હોય તે છતાં કાચાં કરમદાં કે પાકેલા બોર વિગેરે ખા Page #53 -------------------------------------------------------------------------- ________________ કે વાને શોખ આપણાથી મુકી શકાતું નથી. તાવ આવ્યું હોય તે પણ દહીં-છાશ કે આમલીને સ્વાદ મુકી શકાતું નથી. ઝાડા થયે હોય છતાં લાડવા-લાપશી કે શીરે ખાવાને લોભ કાબુમાં રહેતા નથી. આ ઉપરાંત સ્વાદને ખાતર શાકભાજીઆં–કળાં– રાઈતાં અને અથાણુમાં મસાલા વાપરવાની બાબતમાં પણ આપણે હદ ઉપરાંતની ઉદારતા અને અ- R જ્ઞાનતા બતાવીએ છીએ. બધી જાતના મસાલા બહુ ! તીવ્ર અસર કરનારા હોય છે એ વાત આપણુ મહેનોએ ખાસ લક્ષમાં રાખવાની છે. મસાલાઓ જલદીથી પચી શકતા નથી. વળી જ્યાં બે આની ભાર જેટલા મસાલાની જરૂર હોય છે ત્યાં આપણુ બહેને છે બે રૂપીયાભાર મસાલાને વ્યય કરવામાં પોતાનું ડહાપણ માને છે. આવી રીતના ખાન-પાન સંબંધી રે ગોટાળાઓને લીધે આપણને ઘણું જાતની પાયમાલીઓ વેઠવી પડે છે. આપણી લોભવૃત્તિ પણ આ બાબતમાં કેટલીક વાર વિનાશક બને છે. આપણે તો એમ માનીએ છીએ કે ખાવાનું ઘરમાં વધ્યું હોય તે તે નાખી કેમ દેવાય? આમ સમજીને ખી1 ચડી, ભાત, કઢી, દાળ, શાક વગેરે જે કાંઈ ખાવાનું ! આગલા દિવસનું પડયું હોય તે બધું ખાઈ જઈએ છીએ, છોકરાંને પણ ખવાડી દઈએ છીએ. પરંતુ આ આવા વાસી-બગડી ગયેલા ખાન-પાનથી આપણું ! ૪૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ અને ખાળકાનાં શરીર ઉપર શું અસર થશે તેના વિ ચાર કરતાં નથી. આપણી બીમારી અને દુળતાનુ આ બીજું કારણ છે. આપણા શરીરેામાં રોગ થવાનું ત્રીજું કારણુ ઇંદ્વિચાનાં સુખા ભાગવવામાં આપણી નિર’કુશ સ્વછદ્રતા છે. ઇંદ્રિયા જેટલું કામ આપી શકે તે કરતાં વધારે કામ તેની પાસેથી લેવું એ એક પ્રકારના શુ અન્યાય નથી ? ઇંદ્રિયા મિચારી આવા સચેાગામાં કયાં સુધી વફાદાર અને કાર્યક્ષમ રહી શકે ? નિરંકુશ સ્વચ્છંદ્રતાને લીધે ઇન્દ્રિયા અંધી થાકી જાય છે અને પછી પેાતાનુ કાર્ય કરવામાં પ્રાય: ઉદાસીન અથવા સુસ્ત અની જાય છે. દાખલા તરીકે આંખમાં જોવાની શક્તિ રહેલી છે. પણ એ શક્તિ સીમામË હાય છે, તેના ઉપયોગ અમુક સીમા પર્યંત અમુક નિયમેને અનુસરીનેજ થવા જોઇએ. પરન્તુ આપણે એ સીમા અને નિયમે પ્રતિ દુર્લક્ષ જ કરીએ છીએ. તેનુ પરિણામ એ આવે છે કે આંખની શક્તિ પેાતાનુ કામ યથાપ્રકારે કરી શકતી નથી. જે ચીજો જોવાની આપણને જરૂર ન હૈાય તેવી ચીજો આપણે જોયા કરીએ છીએ, જે ખાખતા સાંભળવાની આપણને આવશ્યકતા ન હેાય એવી ખામતા પરિણામને વિચાર કર્યા વિના સાંભળ્યા કરીએ છીએ, જે ચીજો સુધવાની અગત્યુ ન હેાય તે ચીજો મેાજની ખાતર ૪૨ Page #55 -------------------------------------------------------------------------- ________________ -- સ્થા કરીએ છીએ, અને જેવી દુર્ગધમાં ન રહેવું જે1ઈએ તેવી દુર્ગધમાં સવ્યાકરીએ છીએ.વધારે અફસોસની બીના તે એજ છે કે આ બધી બાબતેને આપણે ભૂલ સમજતાં નથી પણ સુખજ સમજ્યા કરીએ છીએ. તેથી એવી બાબતમાં ઇન્દ્રિયને રખડવા દઈએ છીએ છે અને તેની પાસે હદ ઉપરાંત કામ કરાવી થકવી નાખી એ છીએ. આથી ઘણી જાતના રોગો થાય છે. ઇન્દ્રિય સુખની પાછળ દેયા કરવું એ મૃગજળની પાછળ દેડવાની બરાબર છે એમ શાસ્ત્રકારો કહી ગયા છે. આ આજને જમાને એ ઉપદેશ ભૂલી ગયે છે-આપણું હેને પણ તેમાં ઘણે અંશે જવાબદાર બની છે એ કે ખરેખર ખેદ ઉપજાવનારી બીના છે. હજી પણ એ | બાબતમાં સાવચેત બનાય તે ઘણે લાભ થાય તેમ છે. કેટલીક જાતના ગે વંશપરંપરાની અસ : રેને લીધે પણ થાય છે. જેમ કે કેટલીક જાતના રોગ છે આપણું માબાપને અગર દાદા પરદાદાઓને વળ ગેલા હોય છે તેની અસર પણ આપણને ભેગવવી [ પડે છે. છતાં આવી બાબતે તરફ આપણે લક્ષ આ પતાં નથી, અને આપણે ભયંકર રોગથી પીડાતાં હોઈએ છતાં લગ્ન દ્વારા પ્રજોત્પત્તિ કરી આપણા સં- તાનોને વિના કારણે રગને વારે આપી જઈએ ! છીએ. પ્રિય હેની, તું વિચાર કર કે આના કરતાં છે -- - - - - E T ४३ Page #56 -------------------------------------------------------------------------- ________________ વધારે ખરાખી મીજી કઇ હાઇ શકે? પાતાના વ્હાલાં માળકોને કાઈ જાતની ઋદ્ધિ-સિદ્ધિ ન આપી શકીએ તા તે સંબંધે બહુ શરમાવાનુ નથી, સદ્દગુણુના વારસા ન આપી શકીએ તેા પણ તે કદાચ ક્ષતવ્ય ગણુાચ, પરંતુ ઉલટા રાગના વારસા આપી જવા અને પરમાત્માની આ સુંદર સૃષ્ટિમાં થોડાંક રાગી તથા માયકાંગલાં માણસાના વધારા કરી જવા એ શુ કાઇ રીતે માફ થઇ શકે તેમ છે ? યાદ રાખજે, વ્હેન ! કે પેાતાના રાગોના કે નિર્મળતાઓના વારસા ાકરાં આને આપી જવા એ કુદરતના એક મ્હોટામાં મ્હોટા અપરાધ છે. એ અપરાધની શીક્ષા કુદરત, વ્હેલી કે હેડી કર્યા વિના રહેતી નથી. આજે દેશમાં ચાલતા અસંખ્ય પ્રકારના વ્યાધીએ, તથા ઉપસર્ગી વસ્તુત: એ અપરાધાની જ ગેમી સજા છે એમ હું ની:સકાચપણે કહી શકું છું. મારી પ્રથમ સલાહ તા એજ છે કે જે સ્ત્રી-પુરૂષા, નહિ મટી શકે તેવા દર્દોથી પીડાતાં હાય તેમણે પેાતાનું લગ્ન કરવાના વિચાર માંડી વાળવા જોઇએ. કદાચ લગ્ન થઈ ગયુ હાય તા તેમણે પ્રજોત્પત્તિ ઉપર સખ્તમાં સખ્ત અંકુ શ રાખવા જોઇએ. દુનીયામાં રાગી અને કંગાલ માણુસા ઉમેરતા જવાની તમને કે મને કાઇને પરમામાએ સત્તા આપી નથી. આ નિયમનું ઉલ્લંધન થવાથી આજે આપણા દેશ કેટલી જાતના દુઃખ-દર્દી ૪૪ Page #57 -------------------------------------------------------------------------- ________________ અને ઉપસગાથી દબાઈ ગયા છે તેનુ વિસ્તૃત વ ન આપી તારા દીલને હું દુભવવા માગતી નથી. લગ્નમાંજ ખરૂં સુખ છે અને લગ્ન વિના તેા નજ ચાલી શકે એવી સમજને દેશવટો મળવા જોઈએ. તેમાં પણ રાગી અને ખાડ-ખાંપણવાળા સ્રીપુરૂષાને માટે તેા આ નિયમ ખાસ કરીને અમલમાં મુકાવા જોઇએ. મે કેટલીકવાર જોયુ છે કે એક રાગી કે દુળ માણુસને કાઈ કન્યા ન મળતી હોય તે ગમે તેમ કરીને, લાગવગ વાપરીને, પૈસાના ય કરીને પણ એક કન્યાની ખરીઢી કરે છે ત્યારેજ તેને નિરાંત વળે છે. રાગી પુરૂષાને કન્યા અર્પણ કરનારા સ્વાથી માખાપાને કેવા સખ્ત શઢ્ઢામાં ઠપકા આપવા તે હું જાણતી નથી. મને ખરેખર એવા માખાપે માટે કવચિત્ ક્રોધ અને દયા પણુ આવે છે. પરંતુ એ વિષે આ પત્રમાં ઉલ્લેખ કરવા લગભગ નકામા છે. મારી કહેવાનું તાત્પર્ય એટલુ જ છે કે રાગી સતાનાની પેદાશ ઉપર કાબુ મુકવા જોઇએ. તેમાં મુખ્યત્વે કરીને ચારિત્રખળ કિવા મનામળની સાથી અધિક આવશ્યકતા છે એ હું જાણું છું. આપણી અેના જો આવુ મનેામળ દાખવે તેા આ વીરજનની ભારતવષ પુન: પેાતાનું મુખ ઉજ્વળ કરી સસારને મુક્તિને માગે દોરી જાય. క આજકાલ અગણિત પ્રકારના ચેપી રાગે અ ૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ સ્તિત્વમાં આવ્યા છે. દરેક રોગના ચાક્કસ પ્રકારના જં તુઓ હાય છે એ વાત આપણે પાશ્ચાત્ય વિદ્યાના પ્રભાવથી કંઈક કંઈક સમજવા લાગ્યા છીએ. ચેપી રાગેાના સંબંધમાં મને એટલું તે ચેાસ લાગે છે કે જો વિજાતીય પરમાણુઓ તથા રાગના જંતુએ જીરત્રવાની આપણા દેહમાં સંપુર્ણ શક્તિ હાય, જીવની શકિત આપણા અંગમાં રૂવેર્વે વ્યાપી રહી હાય તા તે જં તુઓ તથા પરમાણુ આપણી ઉપર બહુ અસર કરી શકતાં નથી. જેમના શરીરમાં રાગના જંતુ જીરવવાની તાકાત નથી હોતી તેમને એવા રાગા જોત જોતામાં લાગુ પડી જાય છે. આ માખત બહુ સ્પષ્ટ રીતે સમજાવવા માટે મારે તને જણાવવુ જોઇએ કે આપણા શરીરમાં, કુદરતી રીતેજ, કાઇ પણ જાતના રાગની સામે થઇ શકે એવા કરાડા પરમાણુઓ રહેલાં હેાય છે. જ્યારે કોઈ પણ જાતના રાગ આપણા ઉપર હુમલા કરે છે ત્યારે અથવા અહારથી શરીરની અંદર રહેલાં રાગ નાશક પરમા છુઆ પેલા રાગના પરમાણુ સામે યુદ્ધ સગ્રામ શરૂ કરે છે ત્યારે પરિણામે જે જાતનાં પરમાણુ એ વધારે ખળવાન હોય છે તે ફાવી જાય છે. આ ઉપરથી સમજવાનુ કે જે માણુસનું શરીર અહુ તંદુરસ્ત હાય, જેનામાં બ્રહ્મચર્યનું ખળ હોય અને જેનું ચારિત્રઅળ પ્રખર હોય તેવા માણુસનું શરીર રાગના પર ૪૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ માણુની સામે સહેલાઈથી ટક્કર ઝીલી શકે છે. મતલખ કે તેમને કાઇપણ જાતના રાગેા સહેલાઇથી લાગુ પડી શકતા નથી. એથી ઉલટી રીતે જોઇએ તા જે માણસનું શરીર અહુ નબળું હાય, જેનુ મન મહુ નિરાશ અને નિર્મળ બની ગયુ હોય અને જેણે ફાગઢની ચિંતા અને હાય-વાળા કરી પોતાની શક્તિ ગુમાવી દીધી હાય તેમજ અતિશય વિષયે ભગવી ભાગવીને જેણે પેાતાનું શરીર સાવ જીણુ` કરી નાખ્યુ` હાય તે માણુસના શરીરમાં રાગને જીરવે એવાં જન્તુઓનુ ખળ હેતુ નથી. તેથી કાઇ પણ જાતના રોગ એવા નિર્મળ માણસની ઉપર અહુ જલદીથી હુમલા કરી શકે છે. અને એમ અને એ સર્વથા સ્વાભાવિક જ છે. ડારવીન કહી ગયા છે કે દુર્ગંળ માણસને આ જગતમાં જીવવાના અધિકાર જ નથી. સખળ માણસ જ આ વિશ્વમાં જીવવાને લાયક છે. કુદરત એ કંઢાર નિયમનું પ્રતિ પદે પાલન કરી રહી છે. હવે, તુ સમજી શકી હશે કે આપણાં શરીરા નિળ થયેલાં છે તેથી જ રાગના પરમાણુ અથવા જંતુએ બહુ સહેલાઇથી પેાતાના પ્રભાવ જમાવી શકે છે. રાગોથી બચવાની ખરી ચાવી મને પૂછે તે હું ઘેાડા શબ્દોમાં માત્ર એટલુ જ કહીશ કે રોગના પરમાણુઓ સામે ટકી શકે એવાં આપણાં શરીર મજબૂત બનાવવા જોઇએ, અને એવી મજ G Page #60 -------------------------------------------------------------------------- ________________ બૂતી પ્રાપ્ત કરવા માટે કુદરતના નિયમને અનુસરી છે | જીવન ઘડવું જોઈએ. પ્લેગ-કેલેરા તથા મેલેરીયા જેવા કેટલાંક દર્દી વાતાવરણમાં મહટે ફેરફાર કરી દે છે. આપણું આસપાસનું વાતાવરણ હંમેશા સ્વચ્છ અને આરવ્યમય રહે તે આપણે પ્રયત્ન કરવાનું છે. સારા શહેરની મ્યુનીસીપાલીટીઓ જેવી રીતે શહેરની સ્વચ્છતા અને રેગચાળા માટે થોડે ઘણે અંશે જ. વાબદાર રહે છે તેવી જ રીતે આપણું બહેને પણ ગૃહની સ્વચ્છતા અને આરોગ્યમયતા માટે જવાબદાર છે. જે દરેક ગૃહિણું પિતાના ગૃહની અને આ છે સપાસના વાતાવરણની બરાબર કાળજી રાખે તે છે હેગ–કોલેરા અને મેલેરીયા જેવા દર્દો આંખના ૫લકારામાં અદશ્ય થઈ જાય. કેટલીકવાર, આપણે જે છે કુવામાંથી પીવાનું પાણી કાઢતા હોઈએ છીએ તે કુ| વામાં કેલેરાના જંતુ દાખલ થઈ જાય છે અને તે જ તુઓ ધીમે ધીમે આખા ગામમાં ત્રાસ વર્તાવી દે છે. આપણે એવા ઉપદ્રને કઈ દેવ-દેવી માતાને E ધ સમજી અનેક પ્રકારની માનતાઓ અને બાK ધાએ રાખીએ છીએ. પરંતુ તેથી જેવું જોઈએ તેવું સંતોષકારક ફળ ફળતું નથી. આવે વખતે તો પાણી અને ખાદ્ય સામગ્રીની બારીકાઈથી તપાસ કરી જેમ ન બને તેમ કેલેરાના જંતુઓથી દુર રહેવાનો પ્રયત્ન છે ૪૮ Page #61 -------------------------------------------------------------------------- ________________ * કરવો જોઈએ. કેટલાક ગામોમાં બવાળાના સેંકડે છે # દદીઓ જોવામાં આવે છે. આનું કારણ એ હોય છે છે કે તે લેકે જે કુવા વિગેરેનું પાણી વાપરતા હોય છે તે દૂષિત હોય છે. મચ્છરનું જ્યાં બહુ જોર હોય છે ત્યાં મેલેરીયાની ધાસ્તી રાખવામાં આવે છે. પ્લેગના છે વખત પ્લેગના જંતુઓ ઉંદર અને મછરાની દ્વારા ફેલાય છે એમ અત્યારનું વિજ્ઞાન કહે છે. આવા સંગમાં કેવળ બાધા આખડી કે વહેમે પાછળ આ સમય અને શક્તિને વ્યય નહીં કરતાં મૂળ દેશે દૂર કરી આપણા સંતાને અને કુટુંબીયાના જાનમાલનું રક્ષણ કરવું જોઈએ. કે મનની નબળાઈ એ પણ કેટલીકવાર રેગોને | ખેંચી લાવે છે. અત્યારે આપણે કરે બહેનની સ્થિતિ એવી ખરાબ છે કે તેઓ જરા પણ મનની છે કે મજબૂતી રાખી શકતી નથી, અને એને લીધે અનેક ] પ્રકારના રોગના પંજામાં સપડાઈ જાય છે. મન અને શરીરને પરસ્પરમાં કે ઘાટે સંબંધ છે એ વાત હું આગળ એક પત્રમાં જણાવી ગઈ છું. નબળાં - નવાળાં મનુષ્યને ઘણું ધક્કાઓ લાગે અને એ ધકાઓ વિનાશકારક પરિણામ ઉપજાવે એ તદ્દન બનવાજોગ છે. નિર્બળ મનવાળા માણસો સામાન્ય આઘાતને પણ ગંભીર આઘાત માની લઈ કલ્પિત કે ત્રાસથી પોતાની જાતને સવિશેષ દુર્બળ બનાવી દે ૪૯ . Page #62 -------------------------------------------------------------------------- ________________ છે. મન જો ઢીલું પડી ગયુ હાય છે તે તે ઢીલું મન અનેક રાગાને ખેંચી લાવે છે. એટલા માટે જો રાગાથી ખચવું હાય, લાંબુ આયુષ્ય ભાગવવુ હોય, તા હું તને પુનઃ પુન: કહું છું કે મનને ગમે તેવા આપત્તિ અને ભયના સમયમાં પણ ઢીલુ પડવા દઇશ માં, તું અને તારી પરિચિત મ્હેનપણી ઢંઢ મનામળવાની થાય એજ મારી અંતરની એક માત્ર પ્રાથના છે. રોગ થવાનાં કારણેા જ જ્યારે હું તારી પાસે ગણાવવા બેઠી છું, ત્યારે સામતને પણ મારે ભૂલી જવી ન જોઈએ. સામત પણ જીવન ઉપર મહુ સ્થાયી અસર નીપજાવે છે. આપણા દેશમાં ઘણા માગુસાને અને તેમાં પણ આપણી વ્હેનેાને તે ઘણી હલકી સેખતમાં રહી દીવસેા નિમવા પડે છે. ઉંચી પ્રકૃતિવાળાં સ્ત્રી-પુરૂષાના સહવાસ અને પરિચયના લાભ તા કવચિત જ તેમને મળી શકે છે. માકી તા હલકી જાતના નાકરા અને નકામી કુથલી કરવામાં નિપુણ એવી પાડશણાની સાથે જ તેમના ઘણાખર વખત નિ ંદાઓ અને વિકથાઓમાં પસાર થઈ જાય છે. આવા સચાગામાં ઉચ્ચ સંસ્કાર કે પવિત્ર ભાવનાઓની આશા ક્યાંથી રાખી શકાય ? સારી સામત વિના પુસ્તકાનુ શિક્ષણ કે એ ઘડીના ઉપદેશ તેમના અંત:કરણમાં શી અસર કરી શકે ? આપણી મ્હે Page #63 -------------------------------------------------------------------------- ________________ છે નેને મહેટે ભાગ હલકા નેકરા અને વહેમને પેરે એવા ધુરંધર્મäગીઓના પરિચયમાં વિશેષે કરીને આવે છે. એનું પરિણામ શું આવે એ કહેવા કરતાં કલ્પી લેવું વધારે સરલ થઈ પડશે. તે સિવાય અને તિશય અવકાશને લઈને મંદવાદ અને દુઃખ-દર્દની ! કથાઓના અતિશક્તિવાળા વર્ણનો આપણું કાને આવ્યા કરે છે, આથી નબળા મનવાળી આપણું હેને કે ઉપર તેની બહુ માઠી અસર થવા પામે છે. જો કે તને મારી વાતમાં કિંચિત્ અતિશયેક્તિ જેવું લાગશે, પણ વિચાર અને વાતાવરણની મનુષ્યના મન ઉપર થતી [ અસરને જે તું અભ્યાસ કરશે તે તને જણાશે કે તે મારી આ વાતમાં કૃત્રિમતાને અંશ સરખો પણ નથી. બાળલગ્ન અને વિલાસપ્રિયતાને લીધે રેગ- 1 ને વૃદ્ધિ પામવાનું કેવું સારું ક્ષેત્ર મળી ગયું છે છે એ વિષે અહીં હું વિસ્તાર નહીં કરી શકું. આ દેશ છે | સતી સીતા, દ્વિપદી અને સાવિત્રીને છે અને તેની જ છે આપણે પુત્રીઓ છીએ એ વાત જ્યાં ભૂલાઈ જાય ત્યાં અઘટિત લગ્ન અને વિલાસિતાને સ્થાન મળે એમાં કાંઈ આશ્ચર્ય નથી. બાળલગ્નથી આપણું શારીરિક અને માનસિક બંધારણેને કેટલો આઘાત લાગ્યું છે તે સહુ કોઈ જાણે છે. છતાં એ રાક્ષસી U રીવાજોની મોહજાળમાંથી આપણે છુટી શકતા નથી. ! છેઆપણે જોઈએ છીએ કે બાળલગ્નના પરિણામે અ- ". Page #64 -------------------------------------------------------------------------- ________________ સખ્ય માળાઓ ચાવનમાં પગ મુકતાં જ માતૃપદ્મ ધારણ કરી પોતાના દેડને અગણિત રાગનુ નિવાસસ્થાન બનાવી દે છે. માનસિક સતાપેાથી દેહ અને અંતરને ખાળી ભસ્મીભૂત કરતી અને ઉષ્ણુ નીશ્વા સથી વાતાવરણને સંતપ્ત કરતી સેંકડા અમળા ચિરશાંતિ પ્રાપ્ત કરવાની આશાથી આ સંસારના ત્યાગ કરી સદાને માટે ચાલી નીકળે છે. આપણે જાણીએ છીએ કે કાચાં ફળા અકાળે તેાડી લેવાથી તેમજ પરાણે પકવવાથી તેનુ પરિણામ સારૂં આવતું નથી. કારણ કે તેમ કરવું એ કુદરતી નિયમને અનુકૂળ નથી. છતાં આપણાં કામળ અને ઉછરતાં આળકા અને માળિકાને અકાળે માતૃપ આપ વાથી કેવું પરિણામ આવશે તેના સૌંપૂર્ણ ખ્યાલ કરી શકતા નથી. ખ્યાલ કરી શકતા હાઇએ તા પણ તે રૂઢીથી મુક્ત થવાનું સામર્થ્ય દાખવી શકતાં નથી. આપણા આર્ય સંસારનું આ એક મ્હાટુ દેવ છે. એ વિષે જો લખવા બેસું તેા પાનાનાં પાનાં ભરાય; પરન્તુ એ દેખીતા દુરાચાર ભણી આંગળી કરવા સિવાય વિશેષ હું કાંઇ કરતી નથી. તેનું કારણ એ છે કે તુ જ્યારે મારી સખી હોવાના દાવા ધરાવે છે તા પછી આ રાક્ષસી રૂઢીની દુષ્ટતા તુ ન જાણે એમ હું' માની શકતી નથી. આ એ ઢાષા, પ્રભુ જાણે, આ પણા સંસારમાંથી યારે દુર થશે ? પર Page #65 -------------------------------------------------------------------------- ________________ મનની નખળાઈ એજ સ પાપાનું મૂળ હાય છે એમ વિદ્વાના કહેછે. નખળું મન અવકાશ મળતાં અનેક પ્રકારના ઘેાડા ગાંઠ્યા કરે છે, વિચિત્ર જાતના તર'ગા અને ચિંતા કરી નકામી હાયવેાય કર્યા કરે છે. આપણી જાતિ, સ્વભાવથી જ અબળા ગણાય છે, આપણને અતિશય ચિંતા અને વિકા કરવાની જે ટેવા છે તે ઘણુ કરીને મનની આ નખળાઇના જ ફળરૂપ હશે. આપણે સૈા વિના કારણે જે અતિશય માનસિક ચિંતા ભાગવ્યા કરીએ છીએ તેને લીધે પણ અનેક જાતના વ્યાધીએ જન્મ પામે છે. આપણે જે વાતની ીકરકરવાની ખીલકુલ જરૂરન હાય એવી વાતાની પણ ફ઼ીકેર કર્યા કરીએ છીએ; જે વાત આપણી સત્તાની બહારની હાય, જેની સાથે આપણે અહુ સબધ ધરાવતા ન હાઈએ તેવી ખાખતાને પણ મગજમાં ભરી રાખી ખાલી લેાહીનુ પાણી કરીએ છીએ. આનુ પરિણામ એ આવે છે કે આપણા મગજ ઉપર ઘણી જાતના નકામા ખેાજો પડે છે અને એ જો આપણા હૃદયને દાખી દે છે. મનુષ્યનુ મન ચિંતાએથી સર્વથા તે મુક્ત ન જ રહી શકે અને ચિંતા વિનાનું માનવી એક પ્રકારે પશુવત્ જ હોય છે એ હું સારી પેઠે જાણું છું. હું અહીં નિરર્થક ચિંતાઓ વિષે જ તારૂં લક્ષ ખેંચવા માગું “ લેાકેા શું કહેશે ? ” “ અમુક ભાઇ કે અમુક ૫૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ન હનને શું લાગશે?” “અમુકનું શું પરિણામ આ. I વશે?” એવી એવી અનેક પ્રકારે આપણા ખાલી મને મંદિરમાં ભૂતની માફક ધસી આવે છે. ડોકટરે કહે છે કે પીકરના જંતુઓ ઘણુંખરૂં ક્ષયના જંતુછે એને જ મળતા હોય છે. આ જંતુઓ કાળજું કેરી છે ખાય છે, ભૂખને મંદ બનાવી દે છે, લેહીને સેકી લે છે, બુદ્ધિને બુઠ્ઠી બનાવી દે છે, ઈદ્રિયશક્તિને શિથિલ - બનાવી દે છે અને વૃદ્ધાવસ્થાને ખેંચી લાવે છે. બહુ કિરને લીધે પ્રથમ મગજ તપી જાય છે, તેથી માથું ખે છે, જ્ઞાનતંતુઓને વધારે કામ કરવું પડતું હવાથી ધીમે ધીમે તે નબળાં પડતાં જાય છે. તેમાંથી છેવટે હીસ્ટીરીયા જેવા રોગે ઉત્પન્ન થાય છે. મારી કહેવાની મતલબ એટલી જ છે કે નકામી ચિંતાઓ અને હાયાને લીધે રેગેને શરીરમાં દાખલ થવાને રસ્તે ખુલ્લું થઈ જાય છે અને ત્યાં પછી અનુકૂળ ક્ષેત્ર મળવાથી એ રોગો વૃદ્ધિ પામી આપણા ઈહલેક અને પરલોકને વ્યર્થ બનાવી દે છે. જે આપણું અસંખ્ય હેનેને વિવિધ વ્યાધીઓમાંથી બચાવવી હોય, તે સૌ પ્રથમ તેમને પોતાના વિતર્કો અને ચિંતાઓ ઉપર કાબુ મેળવતાં શીખવવું જોઈએ. જ્યાં સુધી આપણી બહેને ઉચ્ચ વિચાર અને અભ્યાસાદિકમાં સંપુર્ણ રસ લેતી ન થાય ત્યાં સુધી I એ ચિતાઓ રૂપી ભૂતેથી મુક્ત રહી શકે એ અસં. ૫૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભવિત છે. મારી તે તને એ જ સલાહ છે કે જ્યારે જ્યારે તારૂં મન નિરર્થક ચિંતાઓ કરવા લાગે ત્યારે ત્યારે ઉરચ કેટીના પુસ્તકોના વાંચન કે મનનમાં મને નને રોકી રાખવાનો પ્રયત્ન કરો. આથી પેલી ચીતા B [ સમાન ચિંતા તારાં–દેહ મનને પ્રજાળી શકશે નહીં. ! - આજકાલ ધર્મનું બળ બહુજ ઓછું થઈ ગયું છે [ છે. ધર્મ અને આરોગ્યને કે નિકટને સંબંધ છે છે તે હું આગળના એક પત્રમાં જણાવી ચુકી છે. જેનાં છે હદયમાં ધર્મનું બળ હોય છે, જેને આત્મા છે શ્રદ્ધાથી દઢ અને અચળ બન્યા હોય છે તેઓને એમ જ લાગે છે કે અમારે આત્મા અમર છે, અમારો સંબંધ આ ક્ષણભંગુર-જડ જગત્ સાથે નહીં પણ અનંતતાની સાથે છે. આવા આત્મા ને જગની કઈ પણ ઘટના હેરાન કરી શકતી છે નથી. તેઓ સંસારના મહા ભયંકર તેફાનેની મને ધ્યમાં પણ સ્થિર અને નિશ્ચિત જ રહે છે. કારણ કે તેઓ જાણતા હોય છે કે આ શરીર કરતાં આત્મા જુદે છે. શરીર તે માત્ર તેને થોડા વખત વીસામે લેવાની એક ધર્મશાળા છે. આ પ્રમાણે ધર્મના બળથી I જેને આત્માનું રૂપ ઓળખાઈ જાય, તે માણસ કાંઈ ! દેહનાં દુ:ખમાં પીડા માને નહીં. પારબ્ધ એવા છે એને કાંઈ દુઃખ થયું હોય તે પણ એ દુઃખથી તેઓ છે | હિંમત હારી જાય નહીં. આત્મશ્રદ્ધા રાખવાથી ઘણી ! Page #68 -------------------------------------------------------------------------- ________________ • જે 1 જાતના ગે અને શેકે પોતાની મેળે ઓછા થઈ છે ( જાય છે. જેઓ દુઃખ વિષે વધારે વધારે વિચારો કર્યા છે છે કરે છે તેમની ઉપર દુઃખનું દબાણ પણ હંમેશ વધમા તું જ જાય છે એમ આપણે ઘણીવાર વ્યવહારમાં જોયું છે છે. આથી ઉલટું જેઓ આત્માના બળ અને વૈભવ સંબધીજ વિચાર કર્યા કરે છે તેમને સંસારના દુખ–શોક કે ચિંતાઓ બહુ અસર કરી શકતાં નથી. હેન ! એટલું યાદ રાખજે કે જ્યાં ધર્મનું બળ હોય છે છે ત્યાં રે બહુ ફાવી જઈ શકતા નથી. રોગથી બચવું હોય તે ધર્મ અને આત્માનું શરણ લેવું એ મારી તને મુખ્ય ભલામણ છે. તે ઉપરાંત રાગોને અટકાવવાની યુક્તિઓ પણ આપણે જાણી લેવી જોઈ એ. આપણાં રોગના કારણે તથા તે સંબંધી ઉપાયેનું આપણે પોતેજ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરી લેવું જોઈએ. નાની નાની બાબતે માટે ઘડીએ ઘડીએ ! બીજાને પૂછવા જવું એના કરતાં પોતે જરૂર જેટલું જાણી લેવું એ વધારે સારી વાત છે. આજ કાલ આપણુ ગુજરાતી સાહિત્યમાં સ્ત્રીપગી અનેક પુસ્તકો પ્રકટ થાય છે તેમાંના એગ્ય ગ્રંથો મેળવી, તેને અભ્યાસ કરી આપણું હેનને દુખ:મુક્ત કર- | વાનું આપણે લક્ષમાં રાખવું જોઈએ. જો એમ કરીએ તેજ આપણું જ્ઞાન સ્વ–પરને ઉપયોગી થઈ શકે. હું આ પત્રમાં એ વિષે વધુ કાંઈ ન લખતાં માત્ર છે ૫૬ Page #69 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય વિષયક ઉપયેગી પુસ્તકના વાંચન તરફ જ તારું લક્ષ ખેંચી વિરામ લઉં છું. સંતાનશિક્ષા. (૫) પ્રિય સખી! આરોગ્યના સંબંધમાં હું સામાન્ય સૂચનાઓ આગલા પત્રમાં આપી ચૂકી છું, તે છે ઉપરાંત વૈદ્યક સાહિત્યના અભ્યાસની આવશ્યક્તા | પણ દર્શાવી ચુકી છું. આ પત્રમાં હું સંતાનશિક્ષા તથા સંતાનચારિત્ર વિષે બે શબ્દો કહેવા માંગું છું. ઉચ્ચપદની અભિલાષા તે સે કોઈને હેય, ૫છે રંતુ એ પદની જવાબદારી અને જોખમદારીને ખ્યાલ છે સહુ કોઈને ન હોઈ શકે. માપદ એ જગતમાં સાથી મહાન પદ . તેની સાથે તેની જોખમદારી પણ મહાન છે એ મહત્વની વાત યાદ રાખવાની છે. જો કે આ પત્રને વિષય કદાચ તને કંટાળાભર્યો લાગશે તે પણ સંતાનના કલ્યાણાર્થે આપણે કંટાળાના કડવા ઘુંટડા પણ ગળે ઉતારી જવા જોઈએ. ગ્રહ એજ મનુષ્યનું મુખ્ય વિદ્યાલય છે, માતા ! એ વિદ્યાલયની મુખ્ય શિક્ષિકા છે. માનવ હૃદયના છે સઘળા ગુણ તથા દેના બીજે આ જ વિદ્યાલયમાં રોપાયું છે. એક વિદ્વાન કહે છે કે એક સુશિક્ષિત છે પ૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ માતા સે શિક્ષકે કરતાં પણ વધારે છે. વસ્તુતઃ શાળામાં જે કાર્ય સો શિક્ષકથી ન થઈ શકે તે કાર્ય એક ગૃહમાં માતા ઘણી સહેલાઈથી કરી શકે છે. ઈતિહાસ તરફ દ્રષ્ટિ કરવાથી જણાશે કે જગવિખ્યાત મહાપુરૂષેની મહત્તા મહોટે ભાગે તેમની માતાઓના શિક્ષણ, ઉપદેશ અને ચારિત્રને જ આભારી હતી. તેમની સનેહમયી માતાઓએ જે સદગુણે તેમને સ્તનપાનની સાથે આત્મામાં ઉતારી દીધા હતા તેજ સદ્દગુણોના પ્રતાપે તેઓ જગતમાં અમર કીર્તિ છે. પ્રાપ્ત કરી ગયા છે. , ખરેખર, માતાનું પદ બહુ જ ગેરવવાળું છે. ! { જે જાતિ માતૃપદની મહત્તા સમજી તેની સાર્થકતા કરવા કટિબદ્ધ થાય છે તે જાતિ અનેક ધીર-વીરછે જ્ઞાની અને સચ્ચરિત્ર પુરૂષને જન્મ આપી સંસા રને સ્વર્ગતુલ્ય બનાવી શકે છે. તેથી ઉલટું માતાના દેષને લીધે સંતાનનું જ્યાં અનિષ્ટ થતું હોય, પરિ. આ વારના દોષને લીધે સંતાનેનું જીવન જ્યાં કલંકિત થતું હોય અને સામાજીક દેને લીધે સંતાનનું જ્યાં અધ:પતન થતું હોય ત્યાં સંસાર નર્કનું સ્વરૂપ ધારણ કરે એમાં કાંઈ આશ્ચર્ય નથી. જેવી રીતે માતાના ગર્ભમાં સંતાનનું રક્ષણ થાય છે અને માતા U ના દૂધથી પિષણ થાય છે. તેવીજ રીતે માછે તાના દાંતથી સંતાનનું ચારિત્ર પણ સંગઠિત થાય ૫૮ Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. માતા જ બાળકની મુખ્ય શિક્ષિકા છે એમ જે છે. કહેવાયું છે તેમાં મને તે લેશમાત્ર પણ અતિશ- | છે. ચેતિ નથી લાગતી. એક દિવસે એક માતાએ પોતાના ધર્મગુરૂને પ્રશ્ન કર્યો કે –“ગુરૂદેવ! મારે મારા આ પ્રિય બાળકને શિક્ષણ આપવાની શરૂઆત કયારે કરવી, તે કૃપા કરીને મને જણાવશે?” ઉત્તરમાં ગુરૂએ સહેજ નિરાશા સાથે જણાવ્યું કે–“ભદ્દે! જે અત્યાર સુધીમાં તમે તમારા પુત્રને શિક્ષણ આપવાને કાંઈજ પ્રયત્ન ન કર્યો હોય તે મારે દીલગીરી સાથે કહેવું પડશે કે આ બાળકના અતિ મુલ્યવાન ચાર વર્ષ તમે વ્યર્થ જ ગુમાવી દીધાં છે. એ દેષને માટે તમારે પશ્ચાતાપ કર જોઈએ. બાળક જ્યારે પથારીમાં પડયું પડયું માતાના મુખ તરફ નીહાળી હસવાનું અને રમવાનું શરૂ કરે તે જ વખતે માતાએ અતિ રે નેહ પૂર્વક શિક્ષણ આપવાનું કર્તવ્ય સંભાળી લેવું જોઈએ. શિક્ષણને ખરેખરે સમય એજ છે.” શિક્ષણ પ્રણાલી મુખ્યત્વે બે પ્રકારની છે. એક ( દ્રષ્ટાંતવાળી અને બીજી ઉપદેશવાળી. આ બે પ્રણાક્ષિ- | - એમાં મને તે પ્રથમની પ્રણાલીજ વિશેષ ઉપકારી છે અને ઉપયોગી જણાય છે. મનુષ્ય માત્ર જન્મતાની છે સાથે એજ પ્રણાલીથી શિક્ષણ લેવાને આરંભ કરે છે, 1 છે તે ઘણીવાર જોયું હશે કે બાળકે સ્વાભાવિકપણે છે ૫૯ Page #72 -------------------------------------------------------------------------- ________________ { આપણું અનુકરણ કરવા લાગી જાય છે. તેઓ આપ ણા વ્યવહાર જોઈ બનતાં સુધી તેજ પ્રમાણે વર્તવા આ પ્રયત્ન કરે છે. બાળકનું મન જે દિશામાં વાળવા ધારીએ તે દિશામાં વળી શકે એવું કેમળ હેય છે છે, તેમના મનમાં જે નિશ્ચય કરી જાય છે તે છે કાળાંતરે પણ નાશ પામતે નથી. 1 પરિવારમાં રહીને બાળક, માતાના અનુકરણ આ ઉપરાંત પિતા તથા ભાઈ–બહેનેનું અનુકરણ કરવાને તે પણ લલચાય છે. પરંતુ માતાના વ્યવહાર અને દેષ | ગુણની જેવી છાપ તેના અંતરાત્મા ઉપર પડે છે છે તેવી છાપ અન્ય કોઇની પડતી નથી. વિદ્વાને તથા વિજ્ઞાનશાસ્ત્રીઓ પણ આ વાત કબુલ કરે છે. એમ શું કહેવાય છે કે એક કારખાનાને માલીક પોતાના કા# રખાનામાં બાળક તથા બાલિકાઓને નોકરી ઉપર છે લગાડતાં પહેલાં તેમની માતાઓના વર્તન તથા ચારિત્રની તપાસ કરતા અને જે તેને એમ જણાય કે અમુક ઉમેદવારની માતા બહુ ઉગી અને સાહસિક છે તે સૈ પ્રથમ તે માતાના બાળકને કારખાછે નામાં નોકરી આપતે. અત્યારસુધીમાં જે જે મહાન પુરૂષના જી. વનચરિત્રે વાંચ્યા છે તેમાં વ્હોટે ભાગે મને માતાછે એને જ મુખ્ય પ્રતાપ અનુભવાય છે. મહાપુરૂષ આ પતે પણ ઘણીવાર એ વાત નિરભિમાનપણે કબુલ Page #73 -------------------------------------------------------------------------- ________________ 5 કરે છે. મહાવીર નેપોલીયન ઘણી વાર કહેતે કેસ સતાનનાં ભાવી સુખ-દુ:ખ તથા ઉન્નતિ–અવનતિને ! સઘળો આધાર કેવળ માતાના ગુણ-દોષ ઉપર જ રહે છે. માતાના શિક્ષણના પ્રતાપે જ હું આટલું છે છેજ્ઞાન તથા ઉન્નતિ પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થઈ શકયો | I છું.” અમેરિકાને એક સમર્થ રાજદ્વારી પુરૂષ ક- ૨ તે હેતે કે-“જે મારી માતાએ મને મારી બાલ્યાવ- આ સ્થામાં આકાશ ભણી આંગણું કરી એમ કહ્યા કર્યું છે ન હેત કે-“બેટા! આપણે સહુને પરમ કૃપાળુ અને દયાળુ પિતા તે ત્યાં–સ્વર્ગમાં છે. તે હું ! ખરેખર એક હેટે નાસ્તિક જ બન્યું હેત.” માતાની વાત ઉપર બાળક વિશ્વાસ મૂક્યા વિના રહી શકતું નથી. આપણને નાનપણમાં કેટલી કેટલી જાતની ભૂત–પ્રેતની વાર્તાઓ આપણે માતાઓ તરફથી કહેવામાં આવતી? આપણે અત્યારે આ નવયુગમાં પણ એ વાર્તાઓ ભૂલી શક્યા નથી, જાણવા | છતાં પણ એ વાત્તની અસરથી મુક્ત રહી શકયા છે નથી. આજ પ્રમાણે બીજી બધી બાબતમાં સમજી જા | લેવાનું છે. ઉપદેશ કરતાં પિતા-માતાને વ્યવહાર બાળ- કનો સ્વભાવ ઘડવામાં વધારે ઉપયોગી થાય છે એમ હું પૂર્વે કહી ગઈ છું. એટલા માટે બાળકની હાજ- ! કે રીમાં આપણાથી કોઈપણ પ્રકારનું કુવાક્ય કે મુકાય Page #74 -------------------------------------------------------------------------- ________________ ન થઈ જાય એની ખાસ સાવચેતી રાખવાની છે. બા- 1 છે ળકાના દેખતાં જે આપણે કેઈને છેતરવાને કે અ- I છે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ તો તે વ્યવહાર બાળકના કેમળ હૃદય ઉપર એવી ઉડી અસર કરી જાય કે પછી સેંકડો ઉપદેશ અને અસંખ્ય આજ્ઞાએ કરવા છતાં પણ તે અસર ન ભૂંસાય. બાળકનું હૃદય લગછે ભગ સ્વચ્છ અરીસાના જેવું જ હોય છે. તેમાં આપણે પ્રત્યેક વ્યવહાર પ્રતિબિંબિત થયા વિના રહેતું નથી. છે. આપણે જે આપણા સંતાનને ક્ષમાશીલ, નિરભિ( માની, ઉઘોગી તથા સરલ બનાવવા માંગતા હોઈએ IT તે સૌ પ્રથમ આપણેજ ક્રોધ, અહંકાર, આળસ કે આ દંભ કરવાનું માંડી વાળવું જોઈએ. બાળકોને રોજ નવા નવા વિષયે જાણવાની A બહુ ઈચ્છાઓ થયા કરે છે અને તે સ્વાભાવિક છે. જ તે કોઈ એક નવી વાત સાંભળીને અથવા જોઈને ઉપરાઉપરી અને કરવા લાગી જાય છે. માતાએ આ સઘળા પ્રશ્નના શાંત ચિત્તે જવાબ આપવા જોઈએ. આ આમ થવાથી બાળકની જીજ્ઞાસાવૃત્તિને પોષણ મળે | છે અને તેથી તે નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉત્સાહિત થાય છે. એથી ઉલટું જે બાળકના પ્રશ્નના તે યથાયોગ્ય ઉત્તર આપવાની દરકાર રાખવામાં ન આવે છે તે તેની જીજ્ઞાસાવૃત્તિ ઉગતામાંજ દબાઈ જાય છે || અને પરિણામે તેની બુદ્ધિશક્તિ બહેર મારી જાય છે, તો ૬૨. Page #75 -------------------------------------------------------------------------- ________________ એટલા માટે બાળક જ્યારે કોઈપણ વિષય સંબધે પ્રશ્ન કરે ત્યારે યથાશક્તિ તેને એગ્ય ઉત્તર વાળવાને આપણે પ્રયત્ન કરવા જોઈએ. બાળચિત નેને અભ્યાસ કરી તેના ઉત્તરે તૈયાર રાખવા એ પણ છે માતાઓના અનેક કર્તવ્યમાંનું એક છે. પિલીંગ નામને વિદ્વાન કહે છે કે-“શું ? શા માટે? કયારે? કેવી રીતે? ક્યાં? અને કોણ ? એ નામના છ સન્મિત્રની મદદથી જ હું યત્કિંચિત્ | જ્ઞાન પ્રાપ્ત કરવા ફત્તેહમંદ થઈ શક્યો છું.” મતલબ એ છે કે જાણવાની ઈચ્છા હેવી એ જ્ઞાનપ્રાપ્તિમાં ; મુખ્ય સાધનરૂપ છે, એટલા માટે બાળકની જીજ્ઞાછેસાવૃત્તિ અકાળે દબાઈ ન જતાં સવિશેષ જાગૃત અને આ વિકસિત બને એજ આપણે પ્રયત્ન કરવો જોઈએ. હેન! ભણવા-ગણવાની ખાતર બાળકોને ધમકાવવા એથી પણ હું વિરૂદ્ધ છું. પાંચ વર્ષની ઉમર મર થતાં સુધી બાળકોને આપણે પ્રેમથી–નેહથી) ભાવથી ગૃહેજ કેળવવાં જોઈએ. ઇગ્લાંડની માફક આપણુ દેશમાં હજી ન્હાનાં બાળકો માટે ચગ્ય વિઘાલય ખોલવામાં આવ્યાં નથી એટલે એ કામ તે આપણે પોતેજ સંભાળી લેવું જોઈએ. નિશાળની. હાલની પદ્ધત્તિ કેટલીકવાર બાળકોને એવા તે નિરૂપ ત્સાહ અને નિર્બળ બનાવી દે છે કે શિક્ષકેની કાર સજાઓ અને વાયે તેઓ મોટી ઉમરે પણ ૬૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ભુલી શકતા નથી. એક માતા વાર્તા કે વાતચીતના છે રૂપમાં જે વિષય પોતાના બાળકને શિખવી શકે છે તે છે વિષય નેતરની સોટી કે નેત્રના લાલ ખુણાથી પણ નિશાળમાં બરાબર શીખવી શકાતું નથી. પાંચ વર્ષ સુધી તે બાળકે માતાનીજ સીધી દેખરેખ નીચે રહેવું છે જોઈએ એ અનેક અનુભવીઓને અભિપ્રાય છે. આ એકથી અધિક સંતાનની માતાને માટે બસ છે, માનભાવ” કિંવા સામ્યનીતિની ઘણી જરૂર છે. માતા જે પિતાના સંતાનોની અંદર પક્ષપાતપણું બતાવવા લાગે તે તેની અસર બાળક ઉપર પણ થાય અને તેઓ પરસ્પર ઈર્ષા તથા દ્વેષભાવ ધારણ કરી કલેશકંકાસ કરવા લાગી જાય. માતાએ તે એકસરખી દ્રષ્ટિથી પોતાના સઘળા સંતાન ઉપર વાત્સલ્યભાવની વૃષ્ટિ કર જેઇવીએ. મેં ઘણીવાર જોયું છે કે પુત્રી કરતાં પુત્ર તરફ માતા કઈક વિશેષ નેહભાવ ધરાવતી હોય છે, પણ મારા વિચાર પ્રમાણે તે ઠીક ન ગણાય. આપણે બહારથી ક્ષુદ્ર જણાતે પક્ષપાત ! વખત જતાં આપણા સંતાનોનું મહાન અનિષ્ટ કરે છે. બાળક જ્યારે રડવા લાગે છે અને કહ્યું સાંભ- | તે નથી ત્યારે અજ્ઞાન માતાએ વાઘ-સિંહ કે ભૂત-પિશાચના ભયે દેખાડી તેને શાંત કરવાને પ્રયત્ન કરે છે, પરંતુ એવા ભયથી બાળકના શરીરમન ઉપર કેવી ખરાબ અસર થાય તેને તેઓ Page #77 -------------------------------------------------------------------------- ________________ ( પુરે ખ્યાલ કરતી નથી. નિરર્થક ભયપ્રદર્શનથી બાળકનું મને સંકુચિત, નિર્બળ અને સાહસરહિત બની જાય છે. પછી તે તે સહેજ અંધકારમાં જતાં કે મહેટે અવાજ સાંભળતાં પણ થરથરી ઉઠે છે. રાત્રે Tઘણું બાળક પુરી નિદ્રા લઈ શકતા નથી અને ભયંકર સ્વપ્ન જોઈ ત્રાસી ઉઠે છે. તેનું કારણ પણ પ્રાય: આ મિથ્યા ભયપ્રદર્શન જ હોય છે. આપણું સંતાનોની તેમજ આપણી પોતાની વર્તમાન ભીરુતાનું મૂળ પણ - મારા ધારવા પ્રમાણે આજ છે. ભયથી બાળક તું છાનું રહી જાય એ વાત અલબત્ત સત્ય છે પરંતુ તેજ | વખતે ભયને લીધે તેનું હૃદય કેવું ત્રાસી ઉઠતું હશે તેને આપણે આપણું પોતાના અનુભવ ઉપરથી જ ખ્યાલ કરી લેવું જોઈએ. મિથ્યા ભય બતાવો એ જેમ અનુચિત છે તેમ મિથ્યા આશાઓ આપી નિરંતર છેતરપીંડી ચાલુ રાખવી એ પણ સર્વથા અનુચિત છે. માતા જે ધારે તે આકાશમાંથી સૂર્ય અથવા ચંદ્ર પણ ઉતારી શકે એ બાળકના સરળ હૃદયમાં દ્રઢ વિશ્વાસ હોય છે. માતા જે કંઈ કહેશે તે અવશ્ય ફળીભૂત થશે એમ તે શ્રદ્ધાથી માનતે હોય છે, પરંતુ વખત જતાં માતાએ આપેલી આશાઓ જ્યારે તેને બનાવટી અને મિથ્યા જણાવા લાગે ત્યારે તે માતાના શબ્દો ઉપર વિશ્વાસ મુકવાનું માંડી વાળે છે, એટલું જ નહીં પણ સંસારમાં આવીજ બનાવટી–અસત્ય વાતથી ૬૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ ચાલતું હશે એમ માની લેવાને પ્રેરાય છે. મિથ્યા આ.. શાઓ અને લાલચ આપી બાળકને શાંત કે તુષ્ટ કરવાની પ્રથા સુશીક્ષિત માતાએ પસંદ કરતી નથી. બાળકના દુરાગ્રહ પાસે પરાજીત થઈ અથવા કંટાળી ન જઈ તેની સ્વછંદતાને પિષતા પહેલાં પણ માતાઓએ પરિણામને વિચાર કર જોઈએ. બાળક-આલિકાઓને માતાઓએ કેવી પદ્ધઆ તિથી શિક્ષણ આપવું જોઈએ એ વિષય બહુ અગ ત્યને છે. પણ તેની ચર્ચા આ ન્હાના પત્રમાં વિસ્તારથી આ ન થઈ શકે. તેને માટે તારે કેટલાક ઉપગી ગ્રંથોનું | વાંચન રાખવું જોઈએ. કુવામાં હોય તેજ અવાડામાં ન આવે, તેમ આપણુ પાસે પુરતું જ્ઞાન રૂપી પાણી ન છે હોય તે આપણે સંતાનની પિપાસા શાંત ન કરી શકીએ. બાળકના કલ્યાણની ખાતર પણ આપણે તે કેટલેક અભ્યાસ કર જોઈએ. તેમનું કુદરતી વલણ કે વિદ્યાની કઈ વિશેષ શાખા તરફ છે તે શોધી કહાડવું છે જોઈએ. કેટલાક બાળકો સ્વભાવથી જ શિલ્પ ઈતિ| હાસ, ગણિત, તથા એવી કઈ એક ખાસ શાખા તરફ છે અધિક પક્ષપાત ધરાવતા હોય છે. તેમને તે શાખામાં છે કેળવવાનું અને તત્સંબંધી વ્યવસ્થા કરી આપજે વાનું આપણે લક્ષમાં રાખવાનું હોય છે. તું સમજી ન શકશે કે જે લેડસ્ટન જેવા એક અગાધ બુદ્ધિવાળા પુરૂષને તેના માતાપિતાએ કઈ કારખાનામાં કે વેપા Page #79 -------------------------------------------------------------------------- ________________ * . અ ા પ ક ા ન રીની પેઢીમાં નોકરી કરવા મુક હોત તે ત્યાં તેનું રાજદ્વારીપણું શું કામમાં આવત? તેવીજ રીતે 8 કલાઈવ જેવાને જે લશ્કરી ખાતામાં નહીં મુકતાં કઈ કે ઓફિસમાં ગુમાસ્તા તરીકે રાખવામાં આવ્યા હતા તે શું તે બિચારે પિતાની સ્વાભાવિક શક્તિઓને છે વિકસાવી શકત ? મારી કહેવાની મતલબ એટલી જ છે છે કે આપણે સંતાનનું કુદરતી વલણ બારીકાઈથી તપાસવું જોઈએ, અને તેને લગતું પ્રાથમિક શિક્ષણ ગ્રહમાં જ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. ! બાળકને શિક્ષણ આપવાની અનેક પદ્ધતિઓ કે પ્રચલિત છે. પરંતુ તેમાં પ્રશ્રનેત્તર રૂપે બાળકની જી* જ્ઞાસા તૃપ્ત કરવાની પદ્ધતિ સર્વોત્કૃષ્ટ ગણાય છે. આ { પદ્ધતિથી ગમ્મત સાથે જ્ઞાન આપી શકાય છે. વળી હું તેમાં શિક્ષક કે શિષ્ય બેમાંથી એકેને કંટાળો આવતે નથી. અમુક વસ્તુ રજુ કરી તેના જેવી બીજી વકે સ્તુઓ સાથે રૂપ-રંગ-ગુણ આદિનો મુકાબલો કરી બતાવવાથી, વસ્તુનું જ્ઞાન બાળકના હૃદયમાં દઢપણે ઇસી જાય છે. બનતાં સુધી બાળકને તે પ્રત્યક્ષ થતા દિ પદાર્થો વિષે જ સમજુતી આપવાને ક્રમ રાખવે. { આપણે બહાર ફરવા જઈએ અને બાળક જીજ્ઞાસાવૃત્તિથી માર્ગમાં પ્રન પૂછે તો તે જીજ્ઞાસાને દાબી નહીં દેતાં તેને એગ્ય શિક્ષણ આપવાની તક આપણે લેવી જોઈએ. શિક્ષણ આપવાને આ પ્રસંગ સર્વથી = ઉદડન 'જાન'ના Page #80 -------------------------------------------------------------------------- ________________ અધિક આવકારદાયક મનાય છે. કારણ કે આ વખતે બાળકનું મન સ્વાભાવિક રીતે જ એવુ* આતૂર અને પ્રકૃતૃિત થયુ હોય છે કે તે વખતે આપણું સહેજ શિક્ષણ તેના અંતરમાં આરપાર ઉત્તરી જાય છે. જોન સ્ટુઅર્ટ મીલ નામના એક મહા પંડિત પુરૂષ ઇંગ્લાંડમાં થઈ ગયા છે, તેને તેના પિતા તરફથી આવી રીતે જ શીક્ષણ મળ્યુ હતુ. તે ઉપરાંત ગૃહમાં એવાં પવિત્ર ચિત્રા અને મુદ્રાલેખા રહેવાં જોઈએ કે જે ચિત્રા તેમજ લખાણેા નિરંતર બાળકના મન ઉપર અજાણી અસર કર્યા કરે. આપણે પોતે પણ આપણા વહેવારામાં એવા તા નિયમિત, વ્યવસ્થિત, સ્વચ્છ અને નીતિપરાયણ રહેવું જોઇએ કે જેથી આપણા ગૃહનું વાતાવરણ જ બાળકને નિયમિત અને નીતિપરાયણ થવાની અહેનિશ પ્રેરણા કર્યા કરે. સીધી રીતે ઉપદેશ આપવા કરતાં ગૃહના વાતાવરણની મ નુષ્યના મન ઉપર ઉંડી અસર થાય છે. આપણે જો જ્ઞાનની રૂચીવાળાં હાઇએ, આપણે જો સત્ય અને નીતિના વિષયમાં દઢ હાઈએ તે આપણાં બાળકા પણ જ્ઞાનચીવાળા અને સત્યનિષ્ઠ બને એમાં કાંઈ જ આશ્ચર્ય નથી. આપણે સંસારના પામર-ક્ષુદ્ર જીવા જેવું જીવન ગાળવું અને આપણાં બાળકાને પરમ વિદ્વાન તથા ધાર્મિક બનાવવાની આશા રાખવી એ તા હાથે કરીને નિરાશાને આમત્રણ આપવા જેવુ તુ + દ e Page #81 -------------------------------------------------------------------------- ________________ છે. એક વિદ્વાન કહે છે કે મનુષ્ય તૈયાર કરતાં પહેલાં આપણે પોતે મનુષ્ય બનવું જોઈએ. અર્થાત આપણું , આચારો-વ્યવહાર અને સંગે જે પશુ જીવનને મળતા હોય તે પછી આપણે ત્યાં દેવાંશી મનુષ્ય ઉત્પન્ન થાય એવી આશા જ કેમ રાખી શકીએ? શિક્ષણ કરતાં ચારિત્ર અનંતગણું વધારે મૂલ્યવાન છે. શિક્ષણ તે હજીએ શાળામાં મળી શકે. પરંતુ ચારિત્ર પ્રાપ્ત કરવાનું સ્થાન તે ગૃહ સિવાય અન્ય ન જ હોઈ શકે. આજે આપણુમાં એવી ફરીયાદ થાય છે કે બાળકોને પુરતું ધર્મ અને ચારિત્રનું શિક્ષણ મળતું નથી, તેથી બાળકોનાં જીવન સુધરતા નથી. આપણે શાળાના શિક્ષકો પાસેથી ચારિત્રની કે ધર્મ સંસ્કારની આશા ન રાખી શકીએ. શિક્ષક ઉપર અલબત્ત ચારિત્ર વિષયક જવાબદારી રહેલી છે, પરંતુ તે સુગ્ય માતાઓના અભાવે જ તેમને હોરી લેવી પડી છે એમ મને કહ્યા વિના નથી ચાલતું. ખરું કહું તે બાળકના ચારિત્ર અને શિક્ષણની ઘણીખરી ! જવાબદારી આપણું ઉપર-માતાઓ ઉપર જ છે. હ Page #82 -------------------------------------------------------------------------- ________________ જીઓનો સાથી. કરતાં કરતા પણ (સુવાવડ સંબંધી અતિ ઉપયોગી ગ્રંથ.) આ પુસ્તક મૂળ એક પ્રસિદ્ધ બંગાળી વિદ્વાન ડૉક્ટરની લેખિનીથી લખાએલું છે, બંગાળીમાં તેની ઉપરા ઉપરી આવૃત્તિઓ નીકળ્યા કરે છે. અને તેનું કારણ પણ સ્પષ્ટ જ છે. ગ્રંથમાં પ્રસૂતી (સુવાવડ) ના સંબંધમાં એવા ઘરગતુ ઉપાય દર્શાવવામાં આવ્યા છે કે જે આ પુસ્તકના વિષયનું આપણી બહેને મનન કરે તે બાળમૃત્યુની સંખ્યા ઘટવાની સાથે રીઓના આરોગ્ય પણ ઘણું સહેલાઈથી સચવાઈ શકે. - આ પુસ્તક લખી મૂળ ગ્રંથકારે હિંદના સાહિત્ય ઉપર, વિશેષ કરીને સ્ત્રીવર્ગ ઉપર, બહુ ભારે ઉપકાર કર્યો છે. એમ વિદ્વાને એકી અવાજે કબુલે છે. આવા એક ગ્રંથરત્નનો લાભ લે કે નહીં તેને આધાર આપણું ભાઈઓ અને બહેન ઉપર છે. ગ્રંથની માત્ર ગણી-ગાંઠી નકલેજ સીલકમાં છે. દરેક પતિએ પિતાની પત્નીને આ પુસ્તક વાંચવાની અથવા વાંચી બતાવવાની તક લેવી જોઈએ. કીંમત રૂા. 1-0-0 લખો - સીસુખ દર્પણ-શ્રાવિકા ઓફીસ. ભાવનગર