Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 74
________________ ન થઈ જાય એની ખાસ સાવચેતી રાખવાની છે. બા- 1 છે ળકાના દેખતાં જે આપણે કેઈને છેતરવાને કે અ- I છે ન્યાય આપવાનો પ્રયત્ન કરીએ તો તે વ્યવહાર બાળકના કેમળ હૃદય ઉપર એવી ઉડી અસર કરી જાય કે પછી સેંકડો ઉપદેશ અને અસંખ્ય આજ્ઞાએ કરવા છતાં પણ તે અસર ન ભૂંસાય. બાળકનું હૃદય લગછે ભગ સ્વચ્છ અરીસાના જેવું જ હોય છે. તેમાં આપણે પ્રત્યેક વ્યવહાર પ્રતિબિંબિત થયા વિના રહેતું નથી. છે. આપણે જે આપણા સંતાનને ક્ષમાશીલ, નિરભિ( માની, ઉઘોગી તથા સરલ બનાવવા માંગતા હોઈએ IT તે સૌ પ્રથમ આપણેજ ક્રોધ, અહંકાર, આળસ કે આ દંભ કરવાનું માંડી વાળવું જોઈએ. બાળકોને રોજ નવા નવા વિષયે જાણવાની A બહુ ઈચ્છાઓ થયા કરે છે અને તે સ્વાભાવિક છે. જ તે કોઈ એક નવી વાત સાંભળીને અથવા જોઈને ઉપરાઉપરી અને કરવા લાગી જાય છે. માતાએ આ સઘળા પ્રશ્નના શાંત ચિત્તે જવાબ આપવા જોઈએ. આ આમ થવાથી બાળકની જીજ્ઞાસાવૃત્તિને પોષણ મળે | છે અને તેથી તે નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરવા ઉત્સાહિત થાય છે. એથી ઉલટું જે બાળકના પ્રશ્નના તે યથાયોગ્ય ઉત્તર આપવાની દરકાર રાખવામાં ન આવે છે તે તેની જીજ્ઞાસાવૃત્તિ ઉગતામાંજ દબાઈ જાય છે || અને પરિણામે તેની બુદ્ધિશક્તિ બહેર મારી જાય છે, તો ૬૨.

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82