Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 80
________________ અધિક આવકારદાયક મનાય છે. કારણ કે આ વખતે બાળકનું મન સ્વાભાવિક રીતે જ એવુ* આતૂર અને પ્રકૃતૃિત થયુ હોય છે કે તે વખતે આપણું સહેજ શિક્ષણ તેના અંતરમાં આરપાર ઉત્તરી જાય છે. જોન સ્ટુઅર્ટ મીલ નામના એક મહા પંડિત પુરૂષ ઇંગ્લાંડમાં થઈ ગયા છે, તેને તેના પિતા તરફથી આવી રીતે જ શીક્ષણ મળ્યુ હતુ. તે ઉપરાંત ગૃહમાં એવાં પવિત્ર ચિત્રા અને મુદ્રાલેખા રહેવાં જોઈએ કે જે ચિત્રા તેમજ લખાણેા નિરંતર બાળકના મન ઉપર અજાણી અસર કર્યા કરે. આપણે પોતે પણ આપણા વહેવારામાં એવા તા નિયમિત, વ્યવસ્થિત, સ્વચ્છ અને નીતિપરાયણ રહેવું જોઇએ કે જેથી આપણા ગૃહનું વાતાવરણ જ બાળકને નિયમિત અને નીતિપરાયણ થવાની અહેનિશ પ્રેરણા કર્યા કરે. સીધી રીતે ઉપદેશ આપવા કરતાં ગૃહના વાતાવરણની મ નુષ્યના મન ઉપર ઉંડી અસર થાય છે. આપણે જો જ્ઞાનની રૂચીવાળાં હાઇએ, આપણે જો સત્ય અને નીતિના વિષયમાં દઢ હાઈએ તે આપણાં બાળકા પણ જ્ઞાનચીવાળા અને સત્યનિષ્ઠ બને એમાં કાંઈ જ આશ્ચર્ય નથી. આપણે સંસારના પામર-ક્ષુદ્ર જીવા જેવું જીવન ગાળવું અને આપણાં બાળકાને પરમ વિદ્વાન તથા ધાર્મિક બનાવવાની આશા રાખવી એ તા હાથે કરીને નિરાશાને આમત્રણ આપવા જેવુ તુ + દ e

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82