Book Title: Sakhi
Author(s): Sushil
Publisher: Stree Sukh Darpan Shravika Office

View full book text
Previous | Next

Page 39
________________ છે જેનું મન નિરંતર ધ-શોક અને ચિંતાથી સળગ્યા છે છે કરતું હોય, જેના આહાર-વિહારનું કાંઈ ઠેકાણું ન હોય એવા મનુષ્ય પોતાનું આરોગ્ય બરાબર સાચવી શકતા નથી અને તેને પરિણામે તેમનું સ્વાભાવિક સાંદર્ય તથા મને હારિત્વ પણ અદશ્ય થઈ જાય છે. તે મન અને આત્માની અસર જેમ શરીરના આરોગ્ય અને સંદર્ય ઉપર થાય છે તેવી જ રીતે શરીરના આરોગ્યની અસર મન ઉપર થયા વિના રહેતી નથી. આ હું આગળથી કહી ચૂકી છું કે એ બંને એક બીજાની સાથે એ નજીકને સંબંધ છે કે એકની અસર બીજા ઉપર થયા વિના નજ રહે. આરોગ્ય જ્યારે બગડવા છે લાગે છે ત્યારે મન પણ વિકૃત અને શિથિલ બની જાય છે. માંદે માણસ વાત વાતમાં ચીડાઈ જાય છે એ તે તે અનુભવ્યું હશે. ગમે તે ધીર પુરૂષ પણ અમુક વખત સુધીની માંદગી ભગવ્યા પછી કિંચિત્ છે. ચીડીઓ અને ક્રોધી બની જાય છે. કારણ કે તેનું મન સહેજ નબળું પડી ગયું હોય છે. એટલા માટેજ શાસ્ત્રમાં શરીરનું સ્વાથ્ય સાચવવા માટે આટલોબધે આગ્રહ કરવામાં આવેલો હોવો જોઈએ, શરીરની સ્વસ્થતાને ધર્મસાધનામાં એક નિમિત્તભૂત માનવામાં આવી છે તેનું પણ એજ કારણ હોવું જોઈએ. - આજે આપણું જીવન એક કૃત્રિમ બની ગયું છે છે. આપણે કુદરતથી એટલાબધા દૂર પડી ગયા છીએ ! ૨૭

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82