________________
અધ્યયન ૧ લું
કરવું તે પ્રેક્ષા સંયમ, અનુકૂળ, પ્રતિકૂળ પરીષહે સમભાવે સહન
કરવા પરંતુ કલેશ પામી અસંયમમાં પ્રવૃત્તિ ન કરવી અને સંયમના ગુણો અને આ સંયમના દોષ સ્વ તથા પરના આત્માને સમજાવી સંયમ માર્ગમાં સ્થિર થવું અને અન્યને સંયમ માર્ગમાં સ્થિર કરવા તે ઉપેક્ષા સંયમ. ઉચ્ચાર પ્રશ્રવણને યત્નાથી પરઠવવા તે
અપહત્ય સંયમ, સ્થાન, વસ્ત્ર, પાટ, પાટલા, પાત્રા આદિનું વારંવાર
૧ ૩.
પ્રમાજને કરવું તે પ્રમાજના સંયમ, મન વચન અને કાયાના
૧૪ ૧૫ ૧૬ ૧૭ ભામાં પ્રવર્તાવવાને યોગને પ્રશસ્ત ભાવોમાં પ્રવર્તાવવા માટે ૧૭ પ્રકાર, વળી બીજા પ્રકારે સત્તર ભેદ કહેલ છે તે પાંચ મહાવ્રતનું પાલન કરવું, પાંચ ઈન્દ્રિય તથા ચાર કષાયોને નિગ્રહ કરે, ત્રણ યોગને પ્રશસ્ત રાખવા તે પણ સંયમ કહેવાય. સંયમવિના અહિંસાનું સંપૂર્ણપણે પાલન થઈ શકે નહિ. સ્વ પર દયાના પાલન વિનાની સર્વ ક્રિયાઓથી સંસાર પરિભ્રમણના દુઃખને ક્ષય થઈ શકે નહિં. શુભ ક્રિયાઓ પુણ્ય બંધનું કારણ છે. અને સંયમ પાલન છે તે સર્વ દુઃખોથી મુક્ત થવાનો સાચે ઉપાય છે, જ્ઞાન સહિત ચારિત્રપાલન એજ મોક્ષનો સાચો ઉપાય છે. ભૂખ, તરસ, શીત, તાપના કષ્ટોને સમભાવે સહન કરવા તે પણ તપ કહેવાય. (પરમાં દેડતી વૃત્તિઓને સ્થિર કરવા તથા દેહમમત્વને તોડવા તપસ્યાની જરૂર છે.) તપ અને સંયમ એ અહિંસાના રક્ષક છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપના આરાધન રૂપ ધર્મ તે જ સંસાર પરિભ્રમણ રૂપ જન્મ, જરા અને મરણનાં સર્વ દુઃખોને નાશ કરાવનાર, તથા આત્મસ્વરૂપ પ્રાપ્ત કરાવી મોક્ષરૂપ સિદ્ધિ ગતિમાંના અનંતા શાશ્વતા સુખ પ્રાપ્ત કરાવનાર હોઈ, ધર્મ છે તે ઉત્કૃષ્ટ મંગલ છે.