________________
અધ્યયન ૯ મું
૨૮૫
શબ્દાર્થ–સાંભળ્યું છે મેં હે આયુષ્યન તે ભગવંતે એમ.
કહ્યું છે આ નિચે સ્થિવર ભગવંતે ચાર વિનયસમાધિ, શ્રુતસમાધિ ૭ ૮ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ તપસમાધિ આચારસમાધિ બતાવ્યા છે. ૧૫ ૧૬ ૧૭
ભાવાર્થ–બી સુધર્માસ્વામી પિતાના જંબૂ નામના શિષ્યને કહે છે કે હે આયુષ્યમન? મેં તે ભગવાન પાસેથી સાંભળ્યું છે, કે આ અધ્યયનને વિષે નિચ્ચે સ્થિવર ભગવંતે ચાર વિનય સમાધિના સ્થાનક કહ્યાં છે. શિષ્ય પૂછે છે કે હે ભગવંત, તે કયા ચાર સમાધિના સ્થાનક કહ્યાં છે! ત્યારે ગુરુ કહે છે કે ચાર સ્થાનકે શ્રી ગણધર ભગવંતે કહ્યાં છે, તે આ પ્રમાણે છે-વિનય સમાધિ તે ગુરુ આદિને વિનય કરવો, શ્રુત સમાધિ તે સૂત્રસિદ્ધાંતનું ભણવું, તપ સમાધિ તે બાર ભેદે તપ કર, આચાર સમાધિ તે સાધુના આચારનું પાલન કરવું–આત્માના હિત વાળા સુખરૂપ સ્વાસ્થને સમાધિ. કહેવાય છે.
विणए सुए य तवे, आयारे निच्च पंडिया।
अभिरामयति अप्पाण, जे भवंति जिइंदिया ॥२॥
શબ્દાર્થ હમેશાં પંડિતસાધુ આત્માને ચારસમાધિમાં પ્રવર્તાવે
જે હેય ઈદ્રિયના જીતનાર.
ભાવાર્થ જે સાધુઓ વિનયમાં, મૃતભણવામાં, તપસ્યામાં આચારમાં પિતાના આત્માને નિરંતર જોડે છે તથા જે જિતેંદ્રિય