Book Title: Pushtimargno Itihas
Author(s): Liladhar Hari Thakkar, Vallabhdas Ranchoddas
Publisher: Vallabhdas Ranchoddas

View full book text
Previous | Next

Page 12
________________ આ પ્રમાણે આ ગોપીલાલના પાંચ સાત લાખ પર પાણી ફરી વળ્યું. આ કેસને લગતું જ જજમેંટ તા૩૦ મી નવેમ્બર ૧૮૭૨નું (૧) સર. જે. ડબલ્યુ. કારલાઈલ. (૨) સર બાનસ પીકોક (૩) સર. એમ. સ્મિથ અને સર. આર. પી. કાલીયટની હજુરનું અમારી પાસે છે, તેમાં સંક્ષિપ્ત વિગત છે. . . (૬) શ્રી વલ્લભને પંઢરપુરવાળા વિઠેબાએ પરણવાનું કહ્યું. ત્યારે શ્રી વલ્લભે કહ્યું કે, અમને કોઈ કન્યા દેશે નહીં. આ પ્રમાણેને ઉલ્લેખ એમના ગ્રંથમાં જોવામાં આવે છે. (૭) તેઓ આજ સુધી ગુંસાઈજીના લાલ કે બાળક એવે નામે વિખ્યાત છે એટલે ગુંસાઈ તે બાવાજ હોવાનો વિશેષ સંભવ હોઈ શકે છે. () લક્ષ્મણ ભટ્ટે પોતાના બન્ને પુત્રને ગિરિપુરી બાવાને આપ્યા. હવે જો તે બ્રાહ્મણની જ્ઞાતિમાં હતા તે આજીવિકા માટે ભિક્ષાવૃત્તિ પર વિશ્વાસ બાંધત, પણ તેને ભરણપોષણની તેમજ કન્યા નહિ મળવાની પછી ખાત્રી હોવાને લીધે જ પુત્રોને બાવા બનાવ્યા હશે. મુખ્ય સબબ, જ્ઞાતિખ્તાર હોવાથી આમ કરવું પડયું. અહીં કોઈને કદાચ શંકા થશે કે, રામકૃષ્ણ તથા કેશવ, તથા ગિરીપુરી ખાવા થયાનું શું પ્રમાણ? તે એ સંબધમાં એટલું જણાવવું ગ્ય થશે કે પુષ્ટીમાગીય ઘણા ગ્રંથમાં આ વાત ઉપલબ્ધ થાય છે તેમજ મહારાજના “લાઇબલ કેસ” વખતે પણ એ સાબિત થયું હતું. વિશેષમાં કાશીમાં બન્નેની સમાધે હજીએ છે. એવા માણસની સમાધે કોઈ જાણે એવી સ્થિતિમાં રહી નહીં હોય તે પણ શ્રી વલ્લભ પરાક્રમી તેમજ ચતુર લેવાથી તેમની સમાધે પ્રખ્યાતિમાં આવેલી છે. શ્રી વલ્લભાચાર્યને જન્મ. હવે લક્ષ્મણ ભટ્ટને વલ્લભ નામનો બીજો પુત્ર જેને સ્વસાંપ્રદાયિક શ્રી વલ્લભ, શ્રી વલ્લભાચાર્યજી, શ્રી આચાર્યજી, શ્રી મહાપ્રભુજી એવા

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 168