________________
પૂજ્ય ગુરૂદેવ કવિલય પં. નાનચન્દ્રજી મહારાજ જન્મશતાલિદ સ્મૃતિગ્રંથ
સ્થાનકવાસી ઘરે અપાર, અને ખાસા ખાનદાન. તેવા જ સાધનસંપન્ન. દીક્ષા પહેલાંના દિવસોમાં ઘેર-ઘેર ભજન નિમંત્રણ પગલાં પડાવવા અને બક્ષીસે આપવી, એ બધું ભૂલાય તેમ નથી. લોકેએ બેવડા ઉત્સાહ દીક્ષા અપાવી. ગુરુદેવે દીક્ષિત નામ “સૌભાગ્યચંદ્ર મુનિ' આપ્યું. તેઓ શુભચંદ્ર મુનિ પણ કહેતા.
લીંબડી કસ્તાંયે મોરબીમાં વધુ ઉત્સાહનું મુખ્ય કારણ એ હતું કે, “મોરબી રાજ્યમાં દીક્ષા નહીં જ થાય તે રાજયગાંઠ છૂટી ગઈ. જેણે ડાઘ લગાડે હવે તેણે જ લૂછી નાખ્યો. આથી વિશેષ આનંદ શ્રી સંધ માટે બીજે છે હોઈ શકે? શ્રમણે પાસક કહેવડાવવા છતાં શ્રમણદીક્ષા મોરબીમાં ન થાય, એનું મોરબી સંઘને ઊંડું દુઃખ હતું. પણ સત્તા આગળ શાણપણ ચાલતું ન હતું. આખરે સત્તા પર શાણપણ સહિતનું શ્રમણ પણું જીતી ગયું. “બેલે, ગુરુદેવ નાનચંદ્રજી મહારાજની જય”ના જયવનિથી મારીનું અને બહારનું વાયુમંડળ ગુંજી ઊઠયું.
૧૫
કચ્છનું ચુંબક કેણ જાણે શાથી, પણ લીંબડી સંપ્રદાયના મોટા સંઘના સાધુઓને જે લોઢાની ઉપમા આપીએ તો એમને માટે કચછ એક ચુંબક છે. એવુંજ પૂજ્ય અજરામરજી સ્વામીની ગાદી સ્મારકરૂપે હોવાથી કચ્છને માટે લીંબડી પણ એક ચુંબક છે આમ કરછનાં શ્રાવક-શ્રાવિકાઓને લીંબડી આવ્યા વિના જંપ ન વળે. કચ્છના સાધ્વીઓ પણ એક જિલ્લામાં વિચરે. એથી તેમને સાધુ-ગુરુઓની ઝંખના રહે તે પૂરવા પણ જવાનું સાધુઓ માટે અનિવાર્ય થઈ પડે.
મોરબીનું વેણાસરનું રણ અતિશય લાંબું નહીં, એટલે પ્રાયઃ સાધુઓ ત્યાંથી ઊતરીને જ કચ્છમાં પેસે. મોરબી ચોમાસું થયું ત્યારથી કચ્છનાં શ્રાવક-શ્રાવિકાઓ આવતાં-જતાં થઈ ગયા. એ બધાની એક જ માગણી
અઢાર વર્ષ વીત્યાં, હવે તે પધારો, પધારો જ. જાનબાઈ જેવા વૃદ્ધ સાધ્વી સમાઘોઘામાં ઠાણાપતિ થઈ વાટ જોયા કરે છે. ગુરુદેવે કાયમી વિદાય લીધી. કચ્છ એમનું જન્મવતન. કચ્છ આપની દીક્ષાભૂમિ. કચ્છના આપણે કેટલાય પૂજ્ય આચાર્યોએ લીંબડી મોટા સંઘને દીપાવ્યો. કચછના લેક મે'ની માફક વાટ જુએ છે. પધારે જ પધારો. ચેલા નવા થયા. તેને કચ્છડે દેખાડવા જરૂર પધારો.”
અમે નવે નવાં, પણ કચછના વખાણ બહુ સાંભળેલાં. ભાષા આપી અને તોછડી. રાજાને પણ લોકો “તું” કારાથી બોલાવે. સાધુઓને પણ “તું” કારાથી બોલાવવામાં સંકોચ ન કરે, પણ ભાવભક્તિ તે રોમેરોમથી નીતરે. ગુજરાતી બોલે તે “મેઘ વરસ્યોને બદલે “મે વરસી” વદી લિંગભેદ ન ગણે, પણ સાધુ અનુશગ બધાય કરતાં વધુ દેખાય.
હર્ષમુનિની બુદ્ધિ શિક્ષણ કરતાં સેવા પ્રત્યે વધુ. ચુનીલાલજી મુનિ ગુરુદેવના સત્સંગના ચાહક વધુ. બાકી રહે હું. મારું મન ગુરુદેવના શબ્દો “અત્યારે ભણવાને કાળ છે. જે લોકવામાં પડ્યા તે પછી નહીં ભણાય.” સાંભળી માત્ર અભ્યાસમાં લીન રહે. કેટલીક વાર તે ખાવા-પીવાનું ય ભાન ન રહે. એની કાળજી વડીલ ગુરુભાઈએ રાખે. કોઈ કઈ વાર તે ગુરુદેવ જાતે પાણી પાઈ જાય. અનુરાગી શ્રાવક-શ્રાવિકાઓ અને સાધુ-સાધ્વીએ મને ટકોર કરે. “જુઓ, આ નવા ચેલા ગુરુ પાસે સેવા કરાવે છે.” આથી બહુ લાગી આવે, પણુ ગુરુદેવની દયા અતિશય. સંસ્કૃત, પ્રાકૃત, કાવ્યાદિ ભણ્યા, ન્યાય શરૂ કર્યો. અહીં સુધી તે પૂ. ચુનીલાલજી મહારાજ સાથે ચાલ્યા. પણ ન્યાયની શરૂઆત પછી અભ્યાસમાં હું આગળ ચાલ્યા. ગુરુસેવામાં તેઓ ઘણું આગળ નીકળી ગયા. મેં એમ માન્યું-ગુરુદયા તે છે જ. પછી ગુરુસેવા પ્રત્યક્ષ ઓછી થાય તો શું? એક અર્થમાં અભ્યાસ પણ ગુરુસેવા જ છે ને! ખરી રીતે આ ઊણપ હતી, જે આજે સમજાય છે એ રીતે પૂ. ચુનીલાલજી મહારાજ ખાટી ગયા છે.
મોરબી ચોમાસું પૂરું થતાંની સાથે કચ્છના ખડતલ શ્રાવકે આવી પહોંચ્યા. સુંદરજી સ્વામી (ગુરુદેવના ગુરુભાઈ) ની ડાળી તેઓ ઉપાડવાના હતા. અને રણું તેઓ ઉતારવાના હતા. માળિયાના ઠાકોરે રણની કાંધી સુધી (કિનારા સુધી) વ્યવસ્થા ગોઠવી આપી હતી. સાધ્વી શિષ્યાઓ ઠેઠ રણની કાંધી સુધી વળાવવા આવ્યા હતા. અચાનક તે જ રાત્રે
૨૨ Jain Education International
જીવન ઝાંખી www.jainelibrary.org
For Private & Personal Use Only