SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૦ ] શ્રી કપૂરવિજયજી તે દુર્ગતિના માર્ગે દોરી જાય માટે એવા સાધુઓથી વેગળા રહેવું અને ગીતાર્થ પુરુષને સકળ ઉપદેશ સુખકારી થાય છે માટે એમના સંસર્ગમાં રહેવું. ” ૪૪-૪૫. “ગીતાર્થના વચનથી તરત મરણ નીપજાવે એવું હળાહળ ઝેર સર્વથા શંકા વગર પી જવું અથવા ઝેરની ગોળી ખાઈ જવી (સારી કહી છે;) કેમકે ખરી રીતે તે વિષ નહીં, પણ નિચે તે વિશ્વ વગરનું અમૃત–રસાયણ જ હોય છે, કારણ કે તે વિષ ખાનારને મારતું નથી અને કદાચ તેથી મરણ નીપજે તે પણ વાસ્તવિક તે અમૃત જેવું જ જાણવું.” અહીં ગીતાર્થ અને સંવેગી એવા ધર્માચાર્ય જ લેવા કે જે સમગ્ર જ્ઞાનક્રિયાથી ગીતાર્થ અને સંવેગયુક્ત જ હોય. એથી વિપરીત અગીતાર્થની હકીકત જણાવે છે – ૪૬. “અગીતાર્થના વચને અમૃત પણ ન પીવું, કેમકે અગીતાર્થ પોતે દોષિત હોવાથી તે અમૃત જેવું ફળદાયક ન જ હોય.” ૪૭. “ખરી રીતે તે તે અમૃત નહીં પણ નિચે હળાહળ ઝેર જ હોય છે, કેમકે તે વડે અજરામર થવાતું નથી પણ તત્કાળ મરણ નીપજે છે.” ૪૮. “અગીતાર્થ અને કુશીલ તથા પાસસ્થાદિકને સંગ મન, વચન અને કાયાવડે વજે. રસ્તામાં ચોરની પેઠે એ બધા મોક્ષમાર્ગમાં વિઘકારક જાણવા.” ૪૯. “ પ્રજ્વલિત ધગધગતા અગ્નિને દેખી, નિ:શંકપણે તેમાં પેસી પિતાની જાતને ભલે બાળી નાંખવી, પણ કુશીલ
SR No.022877
Book TitleLekh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1940
Total Pages368
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy