________________
કળશ-૧૯૦
૫૩
તેને આત્માના શુદ્ધભાવનો અનુભવ કેવી રીતે થાય છે? ‘અર્થાતુ નથી હોતો.”
યત: સતા પ્રમાઃ વષાયમરગૌરવા કારણ કે અનુભવમાં શિથિલતા નાના પ્રકારના વિકલ્પ છે. આહાહા.! રાગની વૃત્તિઓ ઊઠે છે, શુભ કે અશુભ, એ બધો વિકાર છે, એ ચૈતન્ય સ્વરૂપના અનુભવમાં એ વાત બેકાર છે. તેનાથી અનુભવ થતો નથી. આહાહા...! ભગવાન આનંદ સ્વરૂપ પ્રભુ અંદર (છે). દષ્ટાંત તો દર વખતે દઈએ છીએ. આ કરકંદનું દૃષ્ટાંત આપીએ છીએ. શકરકંદ થાય છે ને આ? દરબારા આ શકરિયા, શકરકંદ ખાય છે ને? ઉપલી જે લાલ છાલ છે, લાલ છાલ, તે સિવાયની મીઠાશનો સાકરનો કંદ. શકરકંદ નામ કેમ પડ્યું કે શકર નામ સાકરની મીઠાશનો એ પિંડ છે. લાલ છાલ થોડી છે તેનાથી ભિન્ન જુઓ તો એ શકરકંદ નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ ભગવાન આત્મા અંદર શુભ ને અશુભ વિકલ્પ જે રાગ છે એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ અંદર જુઓ તો જેમ શકરકંદ એ સાકરની મીઠાશનો પિંડ છે એમ આ આત્મા અતીન્દ્રિય આનંદનો પિડ છે. આહાહા...! સમજાણું કાંઈ? આહાહા...!
પોતાને પોતાની ખબર નથી અને બહારની બધી માંડી. અંદર ચીજ શું છે? હું કોણ છું? અનાદિઅનંત અવિનાશી છું અને હું જેમ અનાદિ અવિનાશી છું એવો મારો સ્વભાવ, સ્વ-ભાવ, પોતાનો કાયમ રહેવાવાળો અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય પ્રભુતા, ઈશ્વરતા એ પણ અવિનાશી સ્વભાવ કાયમ છે. વર્તમાન દશામાં પુણ્ય અને પાપના ભાવ વિકૃતરૂપે થાય છે એ તો દોષ છે. આહાહા.! સમજાણું કાંઈ? તેનાથી મારી ચીજ શુદ્ધ ભિન્ન છે.
શા કારણથી થાય છે? રાગાદિ અશુદ્ધ પરિણતિના ઉદયના તીવ્રપણાથી થાય છે.” આહાહા! જરી આકરો શબ્દ છે. મુનિ હોય છે ને, સાચા મુનિ, આત્મજ્ઞાની આનંદનો અનુભવ કરનારા. જેમ સમુદ્રમાં કાંઠે ભરતી આવે છે, સમુદ્રના કાંઠે ભરતી આવે છે ને? આપણી ગુજરાતી ભાષામાં ભરતી કહે છે, એ લોકો બાઢ કહે છે. બાઢ! એમ આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અંદર છે. તેની વર્તમાન દશામાં જેમ કાંઠે ભરતી આવે છે એમ વર્તમાન હાલત-દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આહાહા.. એમ અતીન્દ્રિય આનંદનો અનુભવ કરનારને અહીંયાં ધર્મી અને મુનિ કહેવામાં આવે છે. આવી વાત છે. એ અનુભવમાં, કહે છે કે, અશુદ્ધ પરિણતિના ઉદયનું તીવ્રપણું છે. જેને અંદર રાગ થાય છે, ભાવ-શુભરાગ કે અશુભરાગ, એ તો રાગની તીવ્રતા છે. બુદ્ધિપૂર્વક રાગ થાય છે ને? શુભ-અશુભને અહીંયાં તીવ્ર કહેવામાં આવ્યા છે. એવો તીવ્ર રાગ જેને છે તે તેનાથી રહિત ચૈતન્ય સ્વરૂપનો અનુભવ કેવી રીતે કરી શકે? આહાહા...! સમજાણું કાંઈ? આહાહા.!
ભગવાન અતીન્દ્રિય આનંદ સ્વરૂપ પ્રભુ! ભગ એટલે આનંદ અને જ્ઞાનની લક્ષ્મી આત્મા, તેનો વાન છે. ભગવાન. ભગ નામ આ ધૂળની લક્ષ્મી) નહિ. આ પાંચ-પચીસ કરોડ ધૂળ