________________
કળશ-૧૯૮
૧૫૩
(એટલે આત્માના સુખની વાત અહીંયાં નથી.
સુખદુઃખ ઈત્યાદિ અશુદ્ધ પરિણામોનો ભોક્તા નથી.” આહાહા.. કેમકે જે પોતાના આનંદને ભોગવે છે એ આનંદના સ્વાદ આગળ રાગનો સ્વાદ ઝેર જેવો દેખાય છે. વિષકુંભ કહ્યું ને “મોક્ષ અધિકાર’માં? શુભભાવને પણ વિષકુંભ કહ્યો, ઝેરનો ઘડો. કુંભ એટલે ઘડોઘટ. ઝેરનો ઘડો. આહાહા...!
પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ, તેનું ભાન થયું અને સમ્યગ્દર્શનમાં આત્માના અતીન્દ્રિય આનંદનો, અરે.. અનંત શક્તિ જેટલી છે તે સમજી શક્તિનો અંશ વ્યક્તપ્રગટ વેદનમાં આવ્યો. આહાહા. જેટલી શક્તિ છે, અનંત અનંત શક્તિની વ્યક્તતાનો અંશ. આહાહા. (તે જીવ) સુખદુઃખ ઝેરનો ભોક્તા થતો નથી. સમજાય છે કઈ? એ સુખદુઃખની કલ્પનાનો જાણનાર-દેખનાર રહે છે. આહાહા...! આવું સ્વરૂપ છે. કેમકે પ્રભુ તો જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાતા-દષ્ટા તેનો ત્રિકાળ સ્વભાવ છે. સર્વજ્ઞ અને સર્વદર્શી સ્વભાવ ત્રિકાળ છે. આહાહા.! સમજાય છે કાંઈ? એ ભોક્તા પણ નથી.
કેવો છે સમ્યગ્દષ્ટિ જીવ’ ‘વિન માં તqમામ સુરિ નમ નીતિ જુઓ! આહાહા.! “જિન” એટલે ખરેખર. “નિશ્ચયથી..” “વિનાનો અર્થ ખરેખર, નિશ્ચયથી, વાસ્તવિક એમ (છે). નિશ્ચયથી” “” આ “શરીર, ભોગ, રાગાદિ, સુખદુઃખ ઈત્યાદિ છે તે સમસ્ત.” તત્વમાવ કર્મનો ઉદય છે, જીવનું સ્વરૂપ નથી.” આહાહા.! સમજાય છે કાંઈ? ભગવાન જીવનું સ્વરૂપ-સ્વ-રૂપ, સ્વ પોતાનું રૂપ તો આનંદ અને જ્ઞાન એ પોતાનું સ્વરૂપ છે. આ રાગાદિ અશુદ્ધ આદિ એ પોતાનું સ્વરૂપ-સ્વભાવ-સ્વ-ભાવ, સ્વભાવવાનનો એ રાગાદિ સ્વભાવ નથી. તો પોતાના સ્વભાવને જાણનારો જીવ તે અશુદ્ધ પરિણામોનો કર્તા-ભોક્તા થતો નથી. એ કર્મનો ઉદય જીવનું સ્વરૂપ નથી. આહાહા...!
અહીં તો ‘તરૂમાવ” એમ કહેવું છે ને? “તત્ત્વમાવત્ તિ વનમ્ નાનાતિ બસ! આહાહા...! શું “તત્વમાવ? ચૈતન્ય સ્વભાવની વાત અહીંયાં નથી. રાગ, દયા, દાન વિકલ્પ આદિ થાય છે “તત્વમાવતે સ્વભાવનો પોતાના જ્ઞાનમાં રહીને (કર્તા થતો નથી). એ લે છે, જુઓ! “જીવનું સ્વરૂપ નથી....” “તત્ત્વમવિ. કર્મનો ઉદય સ્વભાવ જીવનું સ્વરૂપ નથી...” “તિ વનમ નાનાતિ’ ‘એવું સમ્યગ્દષ્ટિ જીવ જાણે છે....” બસો પોતામાં છે નહિ. પોતાથી થયા જ નથી. વિકૃત અવસ્થા એ કર્મજન્ય (છે). એ કર્મજન્યનો અર્થ શું? કર્મો કાંઈ ઉત્પન કરાવી નથી. ઉત્પન તો પોતાની પર્યાયમાં નબળાઈથી નિમિત્તને વશ થઈને થઈ છે, પણ એ પરિણામ જીવ સ્વરૂપના નથી. એટલું બતાવવા એ કર્મ નિમિત્તનો સ્વભાવ છે એમ કહ્યું છે. નિમિત્તે કર્યા છે એમ અહીંયાં ન લેવું. પરદ્રવ્ય કોઈને વિકાર કે અવિકાર કરે એ કોઈમાં તાકાત નથી. સમજાય છે કાંઈ? અહીંયાં તો કર્મના સ્વભાવનો અર્થ એ વિભાવભાવ, વિકાર મારો સ્વભાવ નથી. તો એ કર્મ નામ દુઃખરૂપ વિકારી (ભાવ) એ કર્મનો