________________
૪૩૬
કલશામૃત ભાગ-૬
આડતિયા થઈને વાત કરે છે. માલ પ્રભુનો છે. આહાહા.... આહાહા...!
અહીં કહે છે કે, વસ્તુ છે એ તો આવી પૂર્ણ છે, પણ ત્યારે આ વિકાર કેમ થયો? એમ કહે છે. એ વિકાર બીજી ચીજના સંબંધે, સંબંધે વિકાર ઉત્પન્ન થયો. આહાહા...! અહીં સંબંધ તોડ્યો અને ત્યાં સંબંધ જોડ્યો. આહાહા.! આવી ચીજ હવે. આહાહા.! નાની નાની ઉંમરના ચાલ્યા જાય છે. જુઓ તો વીસ વીસ વર્ષના બિચારા. ન્યુમોનિયા ને આ... આહાહા....!
ઓહો.. આવી સ્થિતિમાંય ચૂરમું કરે. આહાહા...! મોતીનું ચૂરમું ને આ બધું જુઓને...! કુંડલાની વાત કરી ને કો'ક દર્શન કરવા આવ્યા, એ કહે, અમે આને માનતા નથી, પણ અમારો ભાઈ માને છે. એમ કરીને એ ચાંદીનું ઉપરનું લઈ ગયો. શું કહેવાય? સિંહાસન. ચાંદીનું સિંહાસન લઈ ગયો. અર.૨.૨! આ કરે છે? “કુંડલામાં. ભાઈએ હમણા વાત કરી. શું કરે છે? જીવા ભગવાનની મૂર્તિ એમાં મૂકી હતી એને હેઠે મૂકીને લઈ ગયો. દર્શન કરવા આવ્યા હતા. શું કરે છે આ? એ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે અને આમાં જાણે કરીને કાંઈક મળી જશે. પણ પા કલાકમાં પાંચસો રૂપિયાનું સિંહાસન મળે. શું કરવા પાંચસો રૂપિયાનું હશે. એ વળી વેચે. આહાહા.! શું કરે છે ? ક્યાં જાવું છે પ્રભુ તારે? આહાહા...! તારી હોવાવાળી ચીજને તો કબુલતો નથી અને તારામાં નથી એવી ચીજને કબુલીને તું એવું કરે છે. શું કરે છે તું આ? પ્રભુ તને લાંછન છે આ. આ રાગ-દ્વેષ છે ઈ લાંછન છે, કલંક છે. આહાહા...! એવો નિષ્કલંક ભગવાન આત્મા, એને અનુભવ્યું તે રાગ-દ્વેષની ઉત્પત્તિ સંયોગે થાય તેનો નાશ કરી શકે છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવું છે. દુનિયા સાથે મેળ ખાય એવું નથી. આહાહા..!
મુમુક્ષુ :- અનાદિથી કર્મસંયોગ છે.
ઉત્તર :- અનાદિ છે ને, અનાદિ છે ને. છે અનાદિ એટલી વાત છે. એનાથી થયું છે ઈ પ્રશ્ન અહીં નથી. એ વસ્તુ અનાદિની છે, વિકારનો ભાવ એ સંયોગે અનાદિથી કરે છે, બસ એટલું.
મુમુક્ષુ :- રાગ પહેલા થયો કે કર્મ પહેલા થયા?
ઉત્તર :- કર્મ-ફર્મ બેય અનાદિથી સાથે છે. કર્મ ઉપર લક્ષ જાય છે તો કર્મ ચીજ છે ને? લક્ષ જાય છે ત્યારે રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે, બસા
મુમુક્ષુ :- કર્મનો ઉદય તો અંતર્મુહૂર્ત પછી આવે છે.
ઉત્તર :- ઉદય-હૃદયની કંઈ વાત નથી. ઉદય આવે જડમાં. અહીં તો એના ઉપર લક્ષ કરે છે ત્યારે રાગ-દ્વેષ થાય છે એટલી વાત છે. આહાહા...! કર્મથી થતા નથી. કમેં કરાવ્યા નથી. ફક્ત કર્મ નિમિત્તરૂપે સંયોગરૂપે છે એટલું સિદ્ધ કર્યું છે. આહાહા... રાગદ્વેષ કેમ થાય એની ઉત્પત્તિની વાત કરી છે કે, સંયોગના લક્ષે ઉત્પત્તિ થાય છે. અને