________________
૧૪૪
કલશામૃત ભાગ-૬
ત્રિકાળી. તેના અનુભવરૂપ સમ્યક્ત્વ. આહાહા.! છે? શાસ્ત્ર સામે છે ને? પ્રભુ! આ તો ભગવાનની વાણી છે ને આ ભગવાનની વાણી છે. સંતોની વાણી એ ભગવાનની વાણી છે. જિનવર કહે છે એ વાણી છે. આ તો વચમાં આડતિયા છે, સંતો આડતિયા છે. માલ સર્વજ્ઞનો છે. આહાહા! સમજાય છે કાંઈ? આડતિયા સમજાય છે? આ વેપારી આડતિયા હોય છે ને? માલ તો પૂર્ણ સર્વજ્ઞ પરમાત્માનો છે. આ સંતો પોતાની અનુભૂતિની પરિણતિના કાળમાં વિકલ્પ આવ્યો તો ભગવાન કહે છે એ વાત કહી દીધી. આહા...! સમજાય છે
કાંઈ?
અહીંયાં કહે છે કે, “શુદ્ધ વસ્તુના અનુભવરૂપ સમ્યકત્વ...” ભાષા જુઓ! સમકિતની વ્યાખ્યા કરતાં આવી (વ્યાખ્યા) કરી. શુદ્ધ વસ્તુના, એ દ્રવ્ય. તેનો અનુભવ એ પર્યાય. એ અનુભવ પર્યાયરૂપ સમકિત પરિણતિ. આહાહા.. ઝીણું છે, પ્રભુ પણ વસ્તુ તો આ છે. ત્રણે કાળ આ સત્ય છે. એમાં ફેરફાર કાંઈ થાય એવું નથી. સમજાય છે કાંઈ? શું (કહે છે? ઓહો. ટીકાકાર “રાજમલ ! એમાંથી બનાવ્યું છે, સમયસાર નાટક'. આમાંથી હોં! આ “કળશટીકા'માંથી “સમયસાર નાટક' બનાવ્યું છે. “રાજમલ જિનધર્મી, જૈનધર્મ કા મમ એવું ‘સમયસાર નાટકમાં લખ્યું છે.
અહીંયાં (કહે છે), “શુદ્ધ વસ્તુના...” એ તો વસ્તુ (થઈ. “અનુભવરૂપ-સમ્યકત્વ...” એ પર્યાય-અવસ્થા. સમકિત પરિણતિ પાછી, ભાષા લીધી ને? સમકિતરૂપી પરિણતિ. કારણ કે એ તો પર્યાય છે ને? સમ્યગ્દર્શન એ પર્યાય છે. ચાહે તો ક્ષાયિક સમકિત હો, અરે..! કેવળજ્ઞાન હો તોપણ એ પર્યાય છે. એની એક સમયની મુદ્દત છે. બીજા સમયે બીજુ કેવળજ્ઞાન. ભલે હોય એવું ને એવું પણ બીજું થાય છે. અહીં કહે છે કે, સમકિત પરિણતિરૂપ સર્વ કાળે રહેવું તે ઉપાદેય છે.” આહાહા...! સમ્યગ્દષ્ટિને તો પરિણતિ ત્રિકાળ દ્રવ્યને અનુસરીને અનુભવમાં આવી એ) પ્રતીતિરૂપ પરિણતિ સદા કાળ રહેવી જોઈએ. ભલે ઉપયોગ કોઈ વિકલ્પમાં જાય પણ એની શુદ્ધ પરિણતિ ખસે નહિ. ધ્રુવ ઉપરની જે પરિણતિ, અવસ્થા છે એ ક્યારેય એક સમય ખસે નહિ. આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા.
“શુદ્ધ વસ્તુના અનુભવરૂપ...” અનુભવરૂપ. ભાષા છે ને? “સમ્યકત્વપરિણતિરૂપ સર્વ કાળ રહેવું તે ઉપાદેય છે.” આહાહા! હૈ?
મુમુક્ષુ :- ચોથા ગુણસ્થાનમાં કે સાતમાં ગુણસ્થાનમાં
ઉત્તર :- એ ચોથેથી. ચોથેથી શુદ્ધ સ્વરૂપની પરિણતિ છે). ભલે ઉપયોગ વિકલ્પમાં જાય પણ શુદ્ધ પરિણતિ સમકિતરૂપી પરિણતિ સદા કાળ રહે છે. આહાહા...! અહીં તો સમ્યક્ પરિણતિ લેવી છે, ચારિત્ર પરિણતિ તો વિશેષ આગળ છે. અહીંયાં તો શુદ્ધ સમકિત પરિણતિ પણ કાયમ રહે છે. પ્રતીતરૂપી, અનુભવમાં પ્રતીત થઈ એ પ્રતીત કાયમ રહે છે, અખંડ ધારા રહે છે. ઝીણી વાત છે ને, પ્રભુ આહાહા.! “મૂળ મારગ સાંભળો જિનનો