________________
કળશ-૧૯૩
પણ નથી અને પરના કાર્યનું કર્તાપણું પણ એમાં નથી. આહાહા..! આખો દિ' દુનિયાનું કામ કરે છે ને? માને છે અજ્ઞાની. હું વેપાર કરું છું, ધંધો કરું છું, આ દવાખાનું ચલાવું છું, ઇંજેક્શન લગાવું છે. એ પદ્રવ્ય જે છે એમાં તેની સમયે સમયે ક્રમસર થવાવાળી પર્યાય થાય છે, એમાં બીજું દ્રવ્ય શું કરે? થાય છે એમાં બીજો શું કરે? આહાહા..!
એ કહે છે, એવું જ્ઞાનપુંજ શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. આહાહા..! પર્યાયમાં પ્રગટ (થાય છે), અંદર ત્રિકાળ તો એવું છે જ પણ ત્રિકાળની મહિમા ત્રિકાળથી કહેશે, પણ આવી ચીજ છે એવી જેને પ્રતીતિ આવી તેને માટે છે. જેને એની પ્રતીતિમાં, જ્ઞાનની પર્યાયમાં શેય તરીકે ભાન થયું તેને તે જીવદ્રવ્ય ત્રિકાળી કર્તા-ભોક્તા રહિત અને રાગાદિના કર્તાભોક્તાપણા રહિત અને પોતાની પર્યાય ક્રમસર થાય છે તેને પણ હું કરું, એવી ચીજ એમાં નથી. આહાહા..! સમજાય છે કાંઈ? સર્વવિશુદ્ધજ્ઞાન અધિકાર’ છે ને! ‘શુદ્ધાત્મદ્રવ્ય અધિકાર’ ક્યાંક લખ્યું છે, કો'ક ઠેકાણે લખ્યું છે. આમાં જોયું પણ હાથ ન આવ્યું. કોઈ ઠેકાણે કચાંક લખ્યું છે-શુદ્ધાત્મદ્રવ્ય અધિકાર.
૮૩
શુદ્ધાત્મા કેવો છે? કે, આ વિદ્યમાન શુદ્ધ જીવદ્રવ્ય પ્રગટ થાય છે. ભાવાર્થ આમ છે કે અહીંથી શરૂ કરીને જીવનું જેવું શુદ્ધ સ્વરૂપ છે તેવું કહે છે. કેવો છે જ્ઞાનપુંજ? કેવો છે જ્ઞાનપુંજ? જ્ઞાનનો ઢગલો. એકલો જ્ઞાનસ્વભાવનો પુંજ. આહાહા..! એવી જે ચીજ છે એ ‘દોહીńપ્રćમહિમા” “સર્વ કાળ એકરૂપ એવો છે...’ આહાહા..! સર્વ કાળ એકરૂપ ત્રિકાળ જ્ઞાયકભાવ. સર્વવિશુદ્ધ જ્ઞાનસ્વભાવ સર્વ કાળ એકરૂપ ત્રિકાળ છે. એવો અનુભવ થયો તો જેવો શુદ્ધ ત્રિકાળ ૫૨થી ભિન્ન છે, એવો જ અનુભવમાં પણ પરના કર્તા-ભોક્તાથી ભિન્ન છે. આહાહા..! અહીંયાં તો રાગનો કર્તા, રાગનો ઉત્પાદ ને રાગ ઉત્પાદ્ય–કાર્ય એમ છે નહિ. આહાહા..! વ્યવહા૨ રત્નત્રયનો જે રાગ છે, તો આ તો જ્ઞાનપુંજ છે, હેં? આહાહા..! જ્ઞાનપુંજ છે, જ્ઞાનનો તો ગંજ છે. એ રાગ વ્યવહા૨ રત્નત્રયને કેમ કરે અને કેમ ભોગવે? આહાહા..! તો અહીંયાં તો (અજ્ઞાની) કહે છે કે, વ્યવહાર રત્નત્રયથી નિશ્ચય રત્નત્રય થાય. અરે...! બહુ ફેર છે, ભાઈ! આહાહા..! વસ્તુમાં ક્યાં કમી છે કે એ પરના આશ્રયે તેમાં (શુદ્ધતા) ઉત્પન્ન થાય. આહાહા..!
અહીં ‘જ્ઞાનપુંજ” કહ્યું પણ અનંત ગુણનો પુંજ (છે). એક એક ગુણ અનંત શક્તિવંત (છે) એવો પુંજ પ્રભુ છે એમાં ખામી ક્યાં છે? ઉણપ ક્યાં છે? ઓછપ ક્યાં છે? કે, ૫૨ના કા૨ણે તેમાં કાર્ય થાય. આહાહા..! સમજાય છે કાંઈ? જ્ઞાનપુંજ ભગવાન ઢંકોત્કીર્ણ. આહાહા..! ‘સર્વકાળ એકરૂપ એવો છે...’ જ્ઞાતા-દૃષ્ટા, અતીન્દ્રિય આનંદ આદિ સ્વભાવ, સર્વ કાળ શુદ્ધ જીવ જેવો છે તેવો સર્વ કાળ રહે છે. કોઈ કાળે એ એકેન્દ્રિયની પર્યાયમાં કે ગુણસ્થાનની પર્યાયમાં આવતો નથી. આહાહા..! હૈં? આહાહા..! સર્વ ગુણસ્થાન, એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઇન્દ્રિય, જીવના ચૌદ ભેદ, પર્યાપ્ત-અપર્યાપ્ત આદિ, એમાં એ જીવદ્રવ્ય આવતું નથી.