________________
૨૫૮
કલશામૃત ભાગ-૬
હતી કે, એને જ–રાગાદિ પર્યાયને જ પોતાની માનતો હતો એ નાશ થઈ) પુષ્ટિ થઈ કે. નિત્યાનંદ પ્રભુ (છું) એમ પુષ્ટ થયું. આહાહા.! ચણો જેમ પાણીમાં પુષ્ટ થાય છે, ચણો... ચણો પાણીમાં પોઢો થાય છે ને? પણ એ તો પોલો પોઢો છે. શું શું કહ્યું? ચણો જેમ કઠણ હોય છે ને? ચણો છે પાણીમાં પોચો થાય છે, પણ એ પોચો પોલો છે, અંદર કઠણ નથી. આ તો કઠણ પુષ્ટ થાય છે. આહાહા.! જેમ દૂધ... દૂધ લ્યોને અગ્નિ નીચે હોય ને દૂધ પાંચ શેર હોય, ઉભરો આવે, ઉભરો તો કંઈ દૂધ વધી ગયું છે? એ તો પોલાણ છે. અગ્નિ ને આ દૂધ હોય છે ને? એમાં ઉભરો આવે છે. એ દૂધ વધ્યું નથી. એ ઘણું પોલું થઈ ગયું છે. એમ અજ્ઞાનીનું જ્ઞાન પોલું છે. જ્ઞાનીનું જ્ઞાન પુષ્ટ થયું છે. આહાહા.! સમજાય છે કાંઈ? આવી વાત છે. છે?
પોતાની શક્તિથી પુષ્ટ થતી થકી.” આહાહા...! પર્યાયમાં આત્મદ્રવ્ય ઉપર જોર લગાવી પર્યાયમાં પુષ્ટ થાય છે. શાંતિ, આનંદ, સ્વચ્છતા, પ્રભુતા વગેરે શક્તિની વ્યક્તતા પુષ્ટ થાય છે. સમજાય છે કાંઈ? આહાહા! “વ” “નિશ્ચયથી આમ જ જાણજો.” એમ નિશ્ચયથી જાણો કે, સ્વયં પોતાના કારણે પુષ્ટ થાય છે. કોઈ રાગની મંદતા કરી ને વ્યવહાર ખૂબ કર્યો માટે નિશ્ચય થયો એ બિલકુલ મિથ્યાત્વનું શલ્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...!
વ” “નિશ્ચયથી આમ જ જાણજો, અન્યથા નહીં.” બીજી રીતે આત્મા પ્રાપ્ત થતો જ નથી. નિરપેક્ષ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પરની અપેક્ષા વિના થાય છે. એ નિયમસારમાં બીજી ગાથામાં કહ્યું. પરમ નિરપેક્ષ. આહાહા...! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર જે નિર્મળ પ્રગટ થયા એમાં પરની બિલકુલ અપેક્ષા નથી. સ્વનો આશ્રય (થઈ) નિત્યનું ભાન થયું.
૧૭-૧૮ ગાથામાં લીધું છે ને? ભાઈ! ૧૭-૧૮, “સમયસાર'. આત્માની શ્રદ્ધા થઈ, અનુભવ થયો) તો એ શ્રદ્ધા એવી થઈ, અનુભવ તો થયો પણ હવે હું એમાં સ્થિર રહીશ તેટલો કર્મનો નાશ થશે. છે? ૧૭-૧૮ ગાથા. ૧૭-૧૮માં છે. શ્રદ્ધામાં એમ આવ્યું કે, આ ચીજ આવી આનંદકંદ પ્રભુ છે, એમાં હું જેટલો અંદરમાં સ્થિર રહીશ તેટલો કર્મનો નાશ થશે. એ શ્રદ્ધામાં ચારિત્ર એવું આવ્યું. શ્રદ્ધામાં (એમ આવ્યું. આ વ્રત ને ફ્રત ને એ બધા કોઈ ચારિત્ર છે જ નહિ સમજાય છે કાંઈ? ૧૭-૧૮ ગાથામાં છે કે, જ્યારે આત્માનો અનુભવ થયો, પર્યાયમાં આબાળગોપાળને આત્મા જ જણાય છે, સર્વ જીવને પર્યાયમાં આત્મા જ જણાય છે, કેમકે પર્યાયનું જ્ઞાન સ્વપઐકાશક છે તો પર્યાયમાં સ્વ જ જણાય છે, પણ રાગને વશ થઈને દૃષ્ટિ આ બાજુ નથી માટે તેને અનુભવમાં આવતો નથી. અને જ્યારે અનુભવમાં આવ્યો અને શ્રદ્ધા થઈ તો એ શ્રદ્ધા એવી થઈ કે, આ આત્મા આનંદ સ્વરૂપ છે તેની અંદર હું જેટલો ઠરીશ એ ચારિત્ર છે, તેટલો કર્મનો નાશ થશે. આહાહા...!
મુમુક્ષુ :- શ્રદ્ધાની પરિણતિ છે કે જ્ઞાનની પરિણતિ છે? ઉત્તર :- સ્થિરતાની પરિણતિ. આ તો શ્રદ્ધાની પરિણતિ છે) પણ શ્રદ્ધાની પરિણતિમાં