________________
४४४
કલામૃત ભાગ-૬
ભૂલીને અથવા સ્વરૂપનું ભાન હોય છતાં પર્યાયમાં રાગ-દ્વેષની પરિણતિ ઉત્પન્ન થાય છે. આહાહા...! એ જો સ્વભાવની શુદ્ધ ચૈતન્યની મૂર્તિ, એનો આશ્રય લઈને શુદ્ધ પરિણમે તો રાગ-દ્વેષ નાશ થઈ જાય છે. એ કોઈ કાયમની ચીજ નથી. આહાહા...!
મુમુક્ષુ - સ્વ-ભાવ એટલે પોતાનો ભાવ. ઉત્તર :- પોતાનો ભાવ. સ્વ, સ્વ, સ્વ. પછી કહેશે.
પોતાના સ્વભાવરૂપે પરિણમે તો રાગ-દ્વેષ સર્વથા મટે છે. આમ થવું સુગમ છે.” આહાહા...! એટલે? અનાદિથી પોતાની પર્યાય એટલે અવસ્થા–હાલતમાં એ મિથ્યા ભ્રમ અને રાગ-દ્વેષ ઉત્પન્ન કરે છે એ વિકૃત દશા એનામાં ઉત્પન્ન ઇ કરે છે. પણ જો આત્મા પોતાનો સ્વભાવ નિત્યાનંદ પ્રભુ, એની દૃષ્ટિ કરીને, એનો સ્વીકાર કરીને પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર છે એનો સ્વીકાર કરીને જો શુદ્ધપણે થાય, પરિણમે એટલે શુદ્ધ અવસ્થારૂપે થાય તો એ રાગ-દ્વેષ ટળી જાય છે. સમજાય છે કાંઈ? રાગ-દ્વેષ સર્વથા મટે.” જોયું? સર્વથા મટે છે. આહાહા.. કારણ કે એના સ્વરૂપમાં નથી. ત્રિકાળ જે સ્વરૂપ પ્રભુ આત્માનું એમાં એ વિકાર નથી, પર્યાયમાં વિકાર છે પણ એ છે એનાથી એનામાં છે, એમ અહીં સિદ્ધ કરવું છે. આહાહા...!
“સર્વથા મટે. આમ થવું સુગમ છે.” આહાહા...! એટલે? આ શરીર, વાણી, મન આ તો જડ છે, પર છે એને તો કાંઈ સંબંધ નથી, પણ અંદરમાં પુણ્ય ને પાપના વિકૃત વિકારી ભાવ (થાય છે) એ એની દશામાં પોતે કરે છે ત્યારે પરિણમે છે. એને જો ટાળવા હોય તો... આહાહા..! જેને ધર્મ કરવો હોય ને સુખી થવું હોય એણે આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ છે તેની અંદર સ્વીકાર કરી અને શુદ્ધપણે પરિણમવું, એથી રાગ-દ્વેષ સર્વથા મટી જાય છે. આરે.! ભારે આકરી વાતું. ઓલું તો વ્રત કરો, અપવાસ કરો, આ ભક્તિ કરો, પૂજા કરો થઈ ગયો ધર્મ. ધૂળેય નથી ધર્મ. એ તો બધા વિકલ્પ, રાગ છે. આહાહા.... અને તે રાગની ઉત્પત્તિ તેની પર્યાયમાં પોતાથી થાય છે, સ્વતંત્ર. સમજાણું કાંઈ? આહાહા.... ઈ કહેશે. આમ થવું સુગમ છે.'
મુમુક્ષુ :- એમ આવે છે કે કઠણ છે.
ઉત્તર :- એ તો પુરુષાર્થ ઉગ્ર માગે છે. એ માટે ત્યાં કઠણ કહ્યું છે. પણ અહીં સુગમ છે એમ કેમ કહ્યું કે, એ તો સ્વભાવ છે તેના તરફ જવું છે અને વળવું છે એમાં કઠણ શું? એમ. આહાહા.! આત્મા આનંદ જ્ઞાતા ચૈતન્ય પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ છે. જ્ઞાન ને આનંદ સ્વરૂપ એનું ત્રિકાળી છે. આહાહા.! ભારે વાતું આકરી. એનો જો આશ્રય લ્ય અને એનો સ્વીકાર કરે તો એ પુણ્ય ને પાપના મેલ ભાવ, રાગ વિકાર દુઃખ સર્વથા મટી શકે છે. કારણ કે વસ્તુ કોઈ કાયમ રહેનારી નથી. કૃત્રિમ છે એ પરિણમન કરે છે એ સ્વભાવનો આશ્રય લેવા જાય તો એ છૂટી જાય છે. આહાહા! સમજાણું કાંઈ?