________________
૩૪૦
કલશામૃત ભાગ-૬
અમને જણાય છે, એનું અસ્તિત્વ ક્યાંય બહારમાં બીજામાં પેઠું છે એમ અમે તો જોતા નથી. એ ખડી ભીંતને ધોળી કરે એમ અમે તો જોતા નથી.
મુમુક્ષુ – એક પરમાણુ બીજા પરમાણુને મળે તો પુદ્ગલાસ્તિકાય કહેવાય ને ઉત્તર :- બિલકુલ નહિ. મુમુક્ષુ :- પુગલાસ્તિકાય કેમ કહ્યું?
ઉત્તર :- અસ્તિત્વ છે એના ઘણા પણ વ્યવહાર અસ્તિકાય કીધા છે. નિશ્ચયથી તો એક પરમાણુ તે દ્રવ્ય છે. એક પરમાણુ તે નિશ્ચય પુદ્ગલ છે. ઝાઝા પરમાણુનો પિંડ તે વ્યવહાર પુદ્ગલ છે. આવે છે? નિયમસારમાં આવે છે. નિયમસારમાં આવે છે. આ પ્રમાણે આવે છે, બધી ખબર છે ને એક એક પરમાણુ તેને નિશ્ચયથી પુદ્ગલ કહીએ. પુરાય, ગળાય અવસ્થા માટે. ઝાઝા પરમાણુના પિંડને વ્યવહાર પુગલ કહીએ. આહાહા...!
મુમુક્ષુ - જ્ઞાની કહે છે, અમને કોઈ સ્કંધ દેખાતો જ નથી. એક એક પરમાણુ દેખાય છે.
ઉત્તર :- એક એક પરમાણુ અને એની પર્યાય પોતાથી ભિન્ન જણાય છે, એમ કહે છે. આહાહા...! ઘણો વખત જોઈએ, થોડો અભ્યાસ જોઈએ ભાઈ આ તો. આ તો અનંતકાળમાં કર્યું નથી એવી ચીજ છે. આહાહા.... બાકી અભિમાન કરી કરીને મરી ગયો. આનું કર્યું ને મેં આનું કર્યું, આનું કર્યું. આહાહા. સ્ત્રીના શરીરને ઇન્દ્રિય અડતી નથી, એમ કહે છે. આહાહા...! પ્રભુ! શું કહે છે આ? આહા! આ શરીરની ઇન્દ્રિયો એના અસ્તિત્વમાં રહેલા અવસ્થા, દ્રવ્ય-ગુણ, એની અવસ્થા શરીરની અવસ્થામાં જતી નથી કે શરીરને અડે. આહાહા...!
મુમુક્ષુ :- સ્પર્શ ઇન્દ્રિયનું જ્ઞાન કોઈને અડે તો થાય છે?
ઉત્તર :- બિલકુલ ખોટી વાત છે. કીધું ને, સ્વભાવનિયમં. એ જ્ઞાન જ્ઞાનથી થયું છે એવો સ્વભાવનિયમ જડ અને પુદ્ગલનો છે. આહાહા.. થોડું ઝીણું છે, બાપુ શું થાય? તત્ત્વદૃષ્ટિ વાસ્તવિક પદાર્થનું જ્ઞાન બહુ અલૌકિક છે. અત્યારે તો બધી ગડબડ ચાલી છે. આહાહા.! વિજ્ઞાનવાળાએ ગડબડ કરી દીધી. અહીંથી આમ લઈ ગયા ને સૂર્યમાં લઈ ગયા ને ચંદ્રમાં લઈ ગયા ને ત્યાંથી માટી લાવ્યા ને ઢીંકણું લાવ્યું ને. કહે છે ને ત્યાંથી માટી લઈ આવ્યા. જ્યાં ભાન છે એને કંઈ? શું છે એની ખબરું ન મળે. આહાહા....!
અહીં કહે છે, “આ જ અર્થ પ્રગટ કરીને કહે છે – શું કહે છે? યદ્યપિ ઊદનન્તવિક્તઃ સ્વયં વરિર્નતિ જોકે પ્રત્યક્ષપણે એવું છે કે સદાકાળ પ્રગટ છે અવિનશ્વર ચેતનાશક્તિ...' અહીં હવે જીવ લીધો છે ને? પરને જાણવા ટાણે ચૈતન્યશક્તિ પોતામાં રહીને પરને જાણે છે એ કંઈ મેલપ નથી. એ તો પરને અને પોતાના જાણવાના સ્વભાવથી પોતે પરને જાણે છે એમ કહેવામાં આવે છે. બાકી ખરેખર તો એ પોતાની જાણવાની પર્યાયને જાણે છે. આહાહા...! અરે.વાતે વાતે ફેર, બાપા!