________________
કળશ- ૨૧૭
૪૧૭
છે, હાલત–દશા છે એ પણ એની છે. એ હાલત–દશામાં વિકાર પોતાથી કરે છે. અને પોતાથી માને છે કે મારા છે. એ મિથ્યાશ્રદ્ધા, ભ્રાંતિ અજ્ઞાન છે. આહાહા...! સમજાય છે કાંઈ? એ કહે છે, જુઓ! ભાવાર્થ.
“જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે....... આહાહા.! શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે. આ તો વાત જ તદ્દન જુદી છે. જગતને અભ્યાસ જ ન મળે. ધર્મને નામે પણ બહારની ક્રિયાકાંડમાં રોકાયો, સંસાર પરિભ્રમણમાં. આહાહા...! અહીંયાં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ–સત્યદૃષ્ટિ જીવ અર્થાત્ જેનો આત્મા આનંદ અને જ્ઞાયકમૂર્તિ પ્રભુ છે એમ સ્વસમ્મુખ થઈને દૃષ્ટિ થઈ છે અને રાગ ને પુણ્ય-પાપના ભાવથી પોતાના ભાવને ભિન્ન કર્યો છે, આહાહા...! અનાદિથી એ વિકારભાવને પોતાનો માનીને દુઃખ અને ભ્રાંતિમાં પડ્યો છે. એ આત્મા જ ભ્રાંતિ કરે છે. આહાહા...! એ સમ્યગ્દષ્ટિ જીવ, સમ્યકુ નામ સત્યદૃષ્ટિ જીવ. સત્યદૃષ્ટિ જીવનો અર્થ હું પુણ્ય-પાપના ભાવ વર્તમાન વિકૃત છે તે હું નહિ. આહાહા...! તો શરીર-બીર, કર્મ તો પર ધૂળ બહાર રહી ગયા. હું તો શુદ્ધ ચૈતન્ય અનાકુળ આનંદના રસથી ભર્યો પડ્યો પ્રભુ છું.. આહાહા.! અને અતીન્દ્રિય જ્ઞાનની હું તો મૂર્તિ છે. એવી સત્યદૃષ્ટિ અંતરમાં થાય તેને અહીંયાં સમ્યગ્દષ્ટિ–ધર્મની પહેલી સીડી, ધર્મની પહેલી શરૂઆત કહે છે. શબ્દોની શરતું બહુ છે. “સોગાની. આહાહા.! સમજાય છે કાંઈ?
જ્ઞાનાવરણાદિ કર્મ સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે...” શું કહે છે? આહાહા...! પોતાનું શુદ્ધ ચૈતન્ય રાગથી, પુણ્યભાવથી ભિન્ન થઈને પૂર્ણ સ્વરૂપનું વદન થયું એ અનાદિથી પુણ્ય અને પાપના રાગનું, દુઃખનું આકુળતાનું વદન હતું એ બધી ભ્રાંતિ હતી અને એ બધા સંસારમાં રખડવાના ભાવ હતા. આહાહા...! આ સમ્યગ્દષ્ટિ–સત્યદૃષ્ટિ તો સત્ય સ્વરૂપ જે ત્રિકાળ જ્ઞાયક ને આનંદ છે એ તરફ સન્મુખ થઈને તે હું છું એમ વેદનમાં–અનુભવમાં આવવું તેનું નામ ધર્મની પહેલી સીડી, સમ્યગ્દષ્ટિ કહે છે. આહાહા.! સમજાય છે કાંઈ?
છે?
સમ્યગ્દષ્ટિ જીવને જાણવા માટે છે, એ શું કહે છે? પછી જરી રાગ-દ્વેષ થાય છે. આત્માનો અનુભવ, સમ્યકુ ચૈતન્યનું ભાન થવા છતાં રાગ-દ્વેષ થાય છે પણ એ જાણવા લાયક છે, બસ! એ ય તરીકે જાણવા લાયક છે, મારા નથી. આહાહા.! સમજાય છે કાંઈ છે? આ તો અધ્યાત્મની વાત છે, ભાઈ! અનંતકાળમાં કદી કર્યું નથી, સાંભળ્યું નથી. બહારની ગડબડી બધી કરી કરીને મરી ગયો. આહાહા...! સમ્યગ્દષ્ટિ જીવ પર્યાયબુદ્ધિ નામ રાગ ને પુણ્ય-પાપના જે ક્ષણિક ભાવ ઉત્પન્ન થાય છે તેની દૃષ્ટિ છોડીને ત્રિકાળી આનંદ સ્વરૂપ જ્ઞાયક ધ્રુવ ચૈતન્ય અનાદિઅનંત સ્વભાવનો પિંડ પ્રભુ, એ તરફની દૃષ્ટિ થઈ તો સત્યદૃષ્ટિ થઈ. સત્યષ્ટિ થયા પછી થોડા રાગાદિ થાય છે પણ એ રાગને જાણનારો રહે છે. ધર્મી રાગ આવે છે તેને જાણનારો રહે છે, કરનારો નથી રહેતો. આહાહા.! આવો