________________
કળશ- ૨૦૨
૨૦૫
વરાવ: વર્ષ પુર્વત્તિ' “વત’ નામ “દુઃખ સાથે કહે છે કે...... આહાહા. આચાર્ય કહે છે, અરે.રે.... અમે શું કહીએ? દુઃખ સાથે કહીએ છીએ, કહેતા ખેદ થાય છે, એમ કહે છે. એવો જે.” “તે વરાવ: રાંકા, ભિખારી. પોતાની ચૂત લક્ષ્મીની ખબર નથી. ભગવાનભગ નામ આનંદ આદિ લક્ષ્મી જેનું સ્વરૂપ છે. આહાહા.! એની જેને ખબર નથી એ રાગનો ભિખારી કર્તા થાય છે. આહાહા...! વ્યવહાર રત્નત્રયનો પણ ભિખારી રાંકો કર્તા થાય છે, એમ કહે છે. આહાહા...! સમજાય છે કાંઈ? એનો અર્થ એમ કર્યો કે, “મિથ્યાષ્ટિ જીવરાશિ...” એમ. રાંકા, વરાકા એટલે મિથ્યાદૃષ્ટિ જીવરાશિ, એમ. એવો અર્થ કર્યો છે. સમજાય છે કાંઈ? “ચંદુભાઈ! રાગને પોતાનો માને છે એ કોણ છે? રાંકો છે. રાંકાનો અર્થ મિથ્યાદૃષ્ટિ જીવ. આહાહા...!
મુમુક્ષુ :- તો તો ગરીબ હોય છે મિથ્યાષ્ટિ થયો.
ઉત્તર :- મિથ્યાષ્ટિ ગરીબ છે. નિર્ધન છે એની વાત અહીંયાં નથી. નિર્ધન-સધન ધૂળના હોય, બે-પાંચ અબજવાળા કે ગરીબ હોય એની સાથે શું સંબંધ છે? લક્ષ્મી એની છે ક્યાં? ખરેખર તો લક્ષ્મીપતિ કહે છે એ જડપતિ છે). નિર્જરા અધિકારમાં સમ્યગ્દષ્ટિની ગાથામાં તો એમ આવ્યું છે કે, હું રાગનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં. આહાહા.! એ ગાથા, પાઠ છે. કેમકે ભેંસ... ભેંસ હોય છે ને? ભેંસનો સ્વામી પાડો હોય છે. એમ લક્ષ્મી મારી છે અને રાગ મારો છે એમ માનું તો) હું જડ થઈ જાઉં. આહાહા...! નિર્જરા અધિકારમાં છે. ઘણા અધિકાર. “સમયસાર, પ્રવચનસાર'. દિગંબર સંતોની વાણીમાં તો દરિયા ભર્યા છે, દરિયા! આહાહા...! સમજાય છે કાંઈ? આહાહા..!
એ વરાકા આહાહા..! “મિથ્યાદૃષ્ટિ જીવરાશિ...” જયચંદ્રજી પંડિતે વરાકાનો અર્થ રાંકા કર્યો છે. સમયસાર'. આનો અર્થ રાંકા, રાંકા-ભિખારી (કર્યો છે). અને બીજો અર્થ છે છે. અહીં વરાકાનો અર્થ ભિખારી ન કરતા મિથ્યાદૃષ્ટિ ભિખારી રાંકા છે. મિથ્યાદૃષ્ટિને કહ્યા.
મુમુક્ષુ :- સદાચાર ધર્મ પાળે તો?
ઉત્તર :- સદાચાર ધર્મ પાળે તોપણ ભિખારા છે. રાગ છે, વિકલ્પ છે. સદાચાર બે પ્રકારના છે. એક સજ્જનતા, રાગની મંદતાનો સદાચાર અને એક સત્—આનંદકંદનો સતુનો આચાર. એ સદાચાર છે અને) એ વાસ્તવિક સદાચાર છે. વ્યવહાર રત્નત્રયનું આચરણ પણ અનાચાર છે, એમ લખ્યું છે. આહાહા.! નિયમસારમાં આવે છે. હૈ?
મુમુક્ષુ :- મહાવ્રતને પણ અનાચાર કહ્યો છે.
ઉત્તર :- અનાચાર કહ્યું છે, અનાચાર છે. ઝેર છે ને આહાહા.... લ્યો, થઈ ગયો વખત? ઓહોહો! વિશેષ કહેશે
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવા)