________________
કળશ-૧૩
૮૫
સમજાય છે કાંઈ? માર્ગ ભાઈ! બહુ અલૌકિક છે. આહાહા.. અહીંયાં તો રાગને જરી એમ કહે કે, રાગ કરવો એ તો નપુંસકતા છે. એ જિનવાણી (કહેવાય)? એમ (અજ્ઞાની) કહે છે. અરે...! બાપુ! જિનવાણી એ છે, ભાઈ! જિનવાણી રાગની વાત કરે પણ રાગને જાણવા માટે વાત કરે. રાગનો કર્તા અને રાગ એનું કાર્ય છે એ બતાવવા માટે જિનવાણી વાત નથી કરતી. આહાહા...! જિનવાણી નામ જેમાં વીતરાગતા ભરી હોય, જેમાંથી વીતરાગતા પ્રસિદ્ધ થાય, ચાર અનુયોગની જિનવાણીનો સાર તો વીતરાગતા છે. આહાહા...!
પહેલેથી જ જિનવાણીમાં વીતરાગતા પ્રસિદ્ધ થાય એ જિનવાણી છે–વાચક. વાચ્યમાં વિતરાગતા ઉત્પન્ન થાય છે. આહાહા.. જેમ કેૐકારમાં બે શબ્દ લીધા છે ને? 5 કારશબ્દ વિશદ્ યાતૈિ એક આત્મિકભાવ એક યુગલ કો. 8 વિકલ્પ જે ઊઠે છે એને પુદગલ કહ્યું છે. આહાહા...! અને 5 વસ્તુ જે આત્મા છે એ આત્મિક રૂપ છે. આહાહા...! 5 શબ્દ વિશદ્ યાતૈ એક આત્મિકભાવ એક પુદ્ગલ કો. આહાહા.! એમ અહીંયાં કહે છે કે, વસ્તુ એવી છે આવી એક વાણી છે અને વસ્તુ આવી છે એવો સ્વાનુભવ છે. આહાહા.! સમજાય છે કઈ? - “સ્વાનુભવગોચર સ્વભાવ જેનો, એવો છે. આહાહા. એની મહિમા જ એવી છે કે સ્વભાવથી જ અનુભવમાં આવે છે, કોઈ વ્યવહારથી, રાગથી અનુભવમાં આવતો નથી. સ્વાનુભવગોચર–સ-અનુભવગમ્ય. ગોચર એટલે ગમ્ય. સ અનુભવગમ્ય. પોતાના સ્વભાવને અનુસરીને થવાલાયક ભાવથી ગમ્ય છે. સમજાય છે કાંઈ? આહાહા...! હૈ?
મુમુક્ષુ - સ્વાનુભવનું શું સાધન છે?
ઉત્તર :- સાધન, એ પોતે સાધન છે. સાધન શું? પ્રજ્ઞાછીણી કીધું નો પ્રજ્ઞાછીણી કહો કે સ્વાનુભવ કહો. આહાહા...! ત્યાં સ્વાનુભવ લીધું છે, પ્રજ્ઞાછીણીના અર્થમાં એ લીધું છે. આહાહા...! વસ્તુ છે, આત્મા છે એ જેવો છે તેવો ત્રણે કાળ એકરૂપ છે. જેવો છે તેવો ત્રણે કાળ એકરૂપ છે, એકરૂપ છે, (પણ) કોને? જે સ્વાનુભવગોચર, સ્વાનુભવગમ્ય કરે એને. આહાહા.! સમજાય છે કાંઈ? વાત તો અલૌકિક છે, ભગવાના આ બહારના વાદવિવાદે પત્તો ખાય એવું નથી. આહાહા.! જ્યાં લખ્યું હોય કે, વ્યવહાર સાધન અને નિશ્ચય સાધ્ય. એ તો નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે, ભાઈ! આહાહા...! પણ શું કરે? પાઠ એવો છે એટલે એવો અર્થ લગાડી થે. આહાહા...!
નિશ્ચયથી તો અલિંગગ્રહણમાં એમ કહ્યું. દ્રવ્ય યતિના ભાવ રહિત આત્મવસ્તુ છે. દ્રવ્યલિંગ છે, પંચમહાવ્રતનો વિકલ્પ અને નગ્નપણું, તેનાથી રહિત ભગવાન આત્મા છે. તેમાં એ દ્રવ્યલિંગ છે જ નહિ. આહાહા.! સમજાય છે કાંઈ છે ને? ૧૭મા બોલમાં છે. ૨૦ બોલ છે ને ૨૦, અલિંગગ્રહણમાં ૧૮માં ગુણભેદના વિશેષ નથી, ૧૯માં પર્યાયના વિશેષ નથી, ૨૦માં દ્રવ્યનું આલિંગન નથી, પર્યાયનું આલિંગન છે. અને ૧૭માં એમ છે,