________________
૨૮૪
કલામૃત ભાગ-૬
માર્ગ ગંભીર છે, ભાઈ! અંદર વાસ્તવિક તત્ત્વજ્ઞાન અને સમ્યગ્દર્શન એ ચીજ કોઈ અલૌકિક છે, એ કોઈ સાધારણ (વાત નથી). આહાહા...! બધે પડખેથી મિથ્યાત્વનો ભાવ છૂટીને સમ્યગ્દર્શન થાય છે). મિથ્યાત્વ અનંત પ્રકારનું છે. એમ લખ્યું છે ને ઓલા બંધ અધિકારમાં? હું આને જીવાડું છું, એક મિથ્યાત્વનો એક ભાગ છે, એમ લખ્યું છે. ભાઈ! છે ને? છે ને ખબર? એમ કે, આ જીવને જીવાડી શકું છું એ પણ એક મિથ્યાત્વનો ભાગ છે. આખા મિથ્યાત્વમાં તો ઘણા ભાગ છે. સમજાય છે કાંઈ? “સમયસાર “બંધ અધિકારમાં છે કે, આને હું જીવાડી શકું છું, જીવતર આપી શકું છું આને મારી શકું છું, આને અનુકૂળ સંયોગ દઈ શકું છું, સુખી કરી શકું છું એટલે અનુકૂળ સંયોગ. એ પણ એક મિથ્યાત્વનો ભાગ છે. આહાહા.. મિથ્યાત્વના પ્રકાર તો અનંત છે, એ માહેલો આ એક ભાગ છે. આહાહા...! સમજાય છે કાંઈ? છે, અંદર લખ્યું છે. આહા.
તેમને પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી. કેવા છે એકાન્તવાદી આહાહા.. અહીંયાં તો રાત્રે કહ્યું હતું ને? “ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સતુ” પ્રત્યેક દ્રવ્ય ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્ત સમયે સમયે છે. હવે પોતાનો ઉત્પાદ સમયે સમયે પોતાથી થાય છે ત્યારે તો એ દ્રવ્ય છે. હવે એ પર્યાય બીજાથી થાય તો તેમાં પર્યાય પરથી થઈ. તેમાં પર્યાય માની નહિ. આહાહા.! જેમ આ અશુદ્ધ પર્યાય માની નહિ, એમ એણે પર્યાય માની નહિ. પરને લઈને મને આવું થયું છે અથવા બીજા દ્રવ્યને પરને લઈને આમ થાય છે. તો એનું ગુણપર્યાયવત્ દ્રવ્યમ્ રહ્યું નહિ. તો એણે પણ પર્યાય માની નહિ. આહાહા...! સૂક્ષ્મ છે, ભગવાનદાસજી'! જ્યાં ઓલા.... શું કહેવાય?
મુમુક્ષુ :- સમજવું તો પડશે.
ઉત્તર :- સમજવું પડશે, ભાઈ! ત્યાં ને ત્યાં ઘૂસીને... આમ તો અમે ઘણીવાર કહીએ છીએ ને? નોકરી કરે તો પંચાવન વર્ષે છોડી ધે છે.
મુમુક્ષુ :- ઈ તો સરકારી નોકરી હોય તો...
ઉત્તર :- આ તો સાંભળ્યું છે, આપણે તો ક્યાં..? સરકારમાં પણ વીસ વર્ષે નોકરી કરે અને પાંત્રીસ વર્ષ થઈ જાય... અને તમારે તો સાંઈઠ થાય, સીત્તેર થાય તોય મેળ નહિ મજૂરી કરવામાં. બધી રાગની મજૂરી છે ને? શેઠા એ પંચાવને નોકરી કરે છે ને? સાંભળ્યું છે. વીસ વર્ષની ઉંમરે નોકરીએ ચડે, પાંત્રીસ વર્ષ નોકરી કરે તો પંચાવન વર્ષે (છોડી ચે). આ વેપારીને કાંઈ મેળ છે કે કેટલા કાળ સુધી વેપાર કરવો ને પછી નિવૃત્તિ લેવી? આહાહા! આ તો આ નિર્ણય કરવા માટે નિવૃત્તિની વાત છે, હોં! હૈ? આહા...!
કેવા છે એકાન્તવાદી નિઃસૂત્રમુવીમા “સ્યાદ્વાદસૂત્ર વિના.” “મુક્ષિમ સકળ કર્મના ક્ષયલક્ષણ મોક્ષને ચાહે છે તેમને પ્રાપ્તિ નથી.” આહાહા.! યાદૂવાદ માર્ગ છે, પ્રભુ દ્રવ્ય શુદ્ધ છે, પર્યાયે અશુદ્ધ છે. પર્યાય એક સમય રહે છે, વસ્તુ ત્રિકાળ રહે